Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MPમાં સિઝનમાં પહેલીવાર પારો 9°Cથી નીચે:રાજસ્થાન-બિહાર, છત્તીસગઢમાં વરસાદનું એલર્ટ; દિવાળીના 10 દિવસ બાદ પણ દિલ્હીની હવા ખરાબ

    1 day ago

    બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડા 'અકવાન'ની અસર દેશનાં વિવિધ રાજ્યોમાં જોવા મળી રહી છે. વાવાઝોડાને કારણે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદનું એલર્ટ છે. ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને પંજાબમાં ધુમ્મસ છવાયેલું છે. પહાડો પર હિમવર્ષાને કારણે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં ઠંડી વધી ગઈ છે. દિવાળીના 10 દિવસ બાદ પણ દિલ્હીની હવા ખરાબ છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ AIIMS પાસે રહી. અહીં AQI 354 નોંધાયો. અક્ષરધામ મંદિર પાસે AQI 351 રહ્યો. સેટેલાઇટ નકશામાં જુઓ વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો રાજ્યોમાંથી હવામાનના સમાચાર… રાજસ્થાન: વાદળો છવાશે, તાપમાનમાં ઘટાડાની પણ આશંકા; માઉન્ટ આબુ કરતાં ઠંડું ફતેહપુર બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાત ‘અકવાન’ની હળવી અસર રાજસ્થાનમાં પણ જોવા મળી શકે છે. આ ચક્રવાતની અસરથી કોટા વિભાગનું હવામાન બદલાવાની સંભાવના છે. અહીં હળવાં વાદળો છવાઈ શકે છે. ઉત્તરી પવનોની અસરથી બીકાનેર વિભાગ ઉપરાંત શેખાવાટીના વિસ્તારોમાં તાપમાન 2 ડિગ્રી સુધી ઘટી શકે છે. છેલ્લા 24 કલાકમાં હવામાન સ્વચ્છ રહ્યું અને તડકો રહ્યો. મધ્ય પ્રદેશ: સિઝનમાં પહેલી વાર પારો 9°Cથી નીચે, કટનીના કરૌંદીમાં તાપમાન 8.9 ડિગ્રી પહાડી રાજ્યોમાં બરફવર્ષાને કારણે મધ્ય પ્રદેશમાં ઠંડી વધી ગઈ છે. આ કારણે સિઝનમાં પહેલીવાર લઘુત્તમ તાપમાન 9 ડિગ્રીથી નીચે આવી ગયું છે. ગઈ રાત્રે કટનીના કરૌંદીમાં તાપમાન 8.9 ડિગ્રી નોંધાયું હતું. ભોપાલ અને જબલપુર રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન પચમઢી કરતાં પણ વધુ ઠંડા રહ્યા છે. બિહાર: ઘણા જિલ્લાઓમાં છવાયું ધુમ્મસ, શનિવારે 13 જિલ્લાઓમાં વરસાદની શક્યતા બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા ચક્રવાતી વાવાઝોડા અકવાનની બિહાર પર અસર ઓછી રહેશે. જોકે, 21 નવેમ્બરે વાવાઝોડાને કારણે રાજ્યના 13 જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. બિહારમાં હવે ઠંડીએ પણ દસ્તક આપી દીધી છે. ગુરુવારની સવારે અનેક જિલ્લાઓમાં ધુમ્મસ છવાયેલું રહ્યું. છત્તીસગઢ: વરસાદનું એલર્ટ, બલરામપુરમાં રાત્રિનું તાપમાન 8 ડિગ્રી પહોંચ્યું છત્તીસગઢમાં 20 અને 21 નવેમ્બરે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે બંને દિવસ માટે અલગ-અલગ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન બલરામપુરમાં રાત્રિનું તાપમાન ઘટીને 8.9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. રાજ્યમાં ઠંડીની અસર પણ યથાવત છે. ઉત્તરાખંડ: કેદારનાથમાં 4 દિવસ જૂનો બરફ હજુ સુધી ઓગળ્યો નથી, રાજ્યમાં 24 નવેમ્બર સુધી હવામાન શુષ્ક ઉત્તરાખંડના તમામ જિલ્લાઓમાં આજે હવામાન શુષ્ક રહેવાનું છે. પહાડી જિલ્લાઓમાં સવારના સમયે ધુમ્મસ છવાયેલું રહેશે. કેદારનાથ ધામમાં 4 દિવસ પહેલાં થયેલી હિમવર્ષા બાદ બરફ હજુ સુધી ઓગળ્યો નથી. પંજાબ: ચંદીગઢમાં 4 દિવસ ગાઢ ધુમ્મસનું એલર્ટ, ફરીદકોટમાં તાપમાન 8 ડિગ્રી પહોંચ્યું પંજાબ અને ચંદીગઢમાં ઠંડી સાથે હવે ધુમ્મસની અસર પણ વધવા લાગી છે. હવામાન વિભાગે આજથી સતત 4 દિવસ સુધી ગાઢ ધુમ્મસનું યલો એલર્ટ જાહેર કર્યું છે. 22 નવેમ્બર સુધી સવારે અને રાત્રિના સમયે કેટલાક સ્થળોએ ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. ફરિદકોટ સૌથી ઠંડું રહ્યું, જ્યાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નોંધાયું. હરિયાણા: ગાઢ ધુમ્મસનું યલો એલર્ટ, રાત્રિનું તાપમાન 2 ડિગ્રી વધુ ઘટશે હરિયાણામાં ઉત્તર-પશ્ચિમી પવનોને કારણે ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિજ્ઞાન કેન્દ્ર ચંદીગઢે 19થી 22 નવેમ્બર સુધી રાજ્યમાં ગાઢ ધુમ્મસનું યલો એલર્ટ જાહેર કર્યું છે. રાત્રિના તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને રાજ્યના 7 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે ગગડી ગયું છે. હિમાચલ: 6 દિવસ વરસાદ-હિમવર્ષાની શક્યતા નથી, તાપમાન 3°C સુધી વધશે હિમાચલ પ્રદેશમાં આગામી 6 દિવસ સુધી હવામાન સ્વચ્છ રહેશે. હવામાન વિભાગ (IMD) અનુસાર, 24 નવેમ્બર સુધી રાજ્યમાં ક્યાંય પણ વરસાદ કે હિમવર્ષાની શક્યતા નથી. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તડકો રહેશે. તડકો નીકળવાથી દિવસના તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી વધારો થવાની આગાહી છે.
    Click here to Read More
    Previous Article
    लद्दाख स्वायत्त पर्वतीय विकास परिषद चुनाव में बीजेपी ने वोटिंग से पहले निर्विरोध जीती एक सीट
    Next Article
    ‘₹1799 આપો, 10 મિનિટમાં કોઈપણ ફોન હેક કરી આપીશ’:રિપોર્ટરે પોતાના જ ફોનની ડિટેલ હેકરને આપી; સાયબર ગઠીયાઓના નેટવર્કનો થયો પર્દાફાશ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment