Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્રની સૌથી મોટી ગેરકાયદે હથિયારની સિન્ડિકેટનો પર્દાફાશ:MPના મુખ્ય સપ્લાયર સહિત 9 દિવસમાં 20 આરોપીઓ પાસેથી 38 હથિયાર જપ્ત; 7000નું વેપન 50 હજાર સુધીમાં વેચાતું

    14 hours ago

    રાજકોટ શહેર PCB દ્વારા સૌરાષ્ટ્રની સૌથી મોટી ગેરકાયદે હથિયારની સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશથી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ગેરકાયદે હથિયાર સપ્લાય કરવા આવતા મુખ્ય આરોપી સકીલ મન્સૂરી સહિત કુલ 20 આરોપીઓને ઝડપી પાડી 9 દિવસમાં 38 ગેરકાયદે હથિયાર અને 32 જીવતા કાર્ટીસ કબ્જે કરવામાં આવ્યા છે. આજ રોજ પોલીસે વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી એક પિસ્તોલ તેમજ ત્રણ દેશી તમંચા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આજે વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા રાજકોટ PCBએ વેપન કાર્ટેલ કેસમાં આજે વધુ ત્રણ આરોપીઓને ચાર ગેરકાયદે હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં એક દેશી બનાવટની પિસ્તોલ અને ત્રણ દેશી તમંચા કબ્જે કરવામાં આવ્યા છે. પોલીસે આજ રોજ ઝડપી પાડેલા ત્રણ આરોપીઓમાં જસદણના વિશાલ મેપાભાઇ ચોહલા (ઉ.વ.26), ચોટીલાના પ્રતાપ ઉર્ફે શિવરાજ ખાચર (ઉ.વ.19) અને ચુડા તાલુકાના વિજયસિંહ ગોહિલ (ઉ.વ.31)નો સમાવેશ થાય છે. પોલીસે આ ત્રણેય આરોપીઓ પાસેથી એક એક હથિયાર કબ્જે કર્યા છે. આ ઉપરાંત આરોપી ગાવસ્કર ઉર્ફે દર્શનએ પણ એક હથિયાર પોતાના વતનમાં છુપાવ્યું હોવાથી તે પણ રિકવર કરવામાં આવ્યું છે. આરોપીઓએ 35થી 50 હજારમાં હથિયાર ખરીદ્યા પોલીસ પુછપરછમાં તમામ ત્રણેય આરોપીઓ ખેતીકામના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું અને મોજશોખ ખાતર હથિયાર ખરીદ કર્યાનું સામે આવ્યું છે જેમાં આરોપી વિશાલ ચોહલાએ તાજેતરમાં થોડા દિવસ પહેલા જ સકીલ મન્સૂરી પાસેથી રૂપિયા 35,000માં, પ્રતાપ ઉર્ફે શિવરાજ ખાચરએ પ્રદીપ કરપડા પાસેથી 35,000માં અને વિજયસિંહ ગોહિલએ ગઈકાલે પકડાયેલા આરોપી કિશોર ઉર્ફે ભગત પાસેથી રૂપિયા 50,000માં ખરીદ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 13 જુલાઈએ મુખ્ય સપ્લાયર અમદાવાદથી ઝડપાયો રાજકોટ JCP ચૈતન્ય માંડલિકએ જણાવ્યું હતું કે, ગેરકાયદે હથિયાર અંગે ખાસ ડ્રાઇવ કરવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા તરફથી સૂચના આપવામાં આવી હતી જેના અનુસંધાને રાજકોટ શહેર PCB પીઆઇ મેહુલ ગોંડલીયા, પીએસઆઈ આર.કે.જાડેજા અને પી.બી.ત્રાજીયા ટિમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે ગત તારીખ 13 જુલાઈના રોજ મધ્યપ્રદેશના મુખ્ય હથિયાર સપ્લાયર સકીલ મન્સૂરીને અમદાવાદ હાઇવે પર કુવાડવા ગામ નજીકથી ગેરકાયદે હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યા હતો. પુછપરછ કરતા તે પોતે રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય હથિયાર સપ્લાયર અંગે કબૂલાત આપતા પોલીસ સકીલ મન્સૂરી સહીત કુલ 5 આરોપી પ્રદિપ કરપડા, ગાવસ્કર ઉર્ફે દર્શન રાજપરા, જયસુખ ઉર્ફે જેસો વાઘેલા, અને અનિલ ખેતરીયાની 16 ગેરકાયદે હથિયાર સાથે ધરપકડ કરી હતી. આ પછી તેના 5 દિવસના રિમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ત્રણેયની ધરપકડ કરી વધુ 3 હથિયાર કબ્જે કર્યા હતા રિમાન્ડ દરમિયાન પ્રથમ 5 આરોપીઓની પુછપરછ કરતા પ્રદિપ કરપડાએ સંદિપસિંહ પરમારને બે હથિયાર આપ્યાની કબૂલાત આપતા પોલીસે યુટ્યુબર સંદીપસિંહ પરમારને બે ગેરકાયદે હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો. આ પછી પ્રદિપ કરપડાએ આરીફ પઠાણને ગેરકાયદે હથિયાર આપ્યાની અને સકીલ મન્સૂરીએ જયપાલ ડેડાણીયાને આપ્યાની કબૂલાત આપતા પોલીસે આરીફ અને જયપાલની ધરપકડ કરી તેની પાસેથી વધુ 3 હથિયાર કબ્જે કર્યા હતા. ત્યારબાદ પ્રદિપ કરપડાએ અન્ય 3 હથિયાર ધ્રુવ ઉર્ફે કનૈયો ગોસ્વામી, જયરાજ ઉર્ફે લાલો ખાચર અને શ્યામ પરમારને આપ્યા હોવાની કબૂલાત આપતા પોલીસ ત્રણેયની ધરપકડ કરી વધુ 3 હથિયાર કબ્જે કર્યા હતા. પૂર્વ પ્રમુખ માસુબેન ભુપતભાઇ બારૈયાના પુત્ર જીલુ બારૈયાની ધરપકડ આ પછી પોલીસ તપાસમાં આરોપી દર્શન રાજપરાએ રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખના પુત્રને હથિયાર આપ્યાની કબૂલાત આપતા પોલીસે રાજુલા ખાતે પહોંચી પૂર્વ પ્રમુખ માસુબેન ભુપતભાઇ બારૈયાના પુત્ર જીલુ બારૈયાની ધરપકડ કરી તેની પાસેથી કુલ 3 હથિયાર કબ્જે કર્યા હતા, જ્યારે પ્રદિપ કરપડાએ ઋતુરાજ ખાચરને એક હથિયાર અને યશપાલસિંહ ઝાલાને ત્રણ હથિયાર આપ્યાની કબૂલાત આપતા બન્ને આરોપીઓ પાસેથી કુલ 4 હથિયાર કબ્જે કરી ધરપકડ કરવામાં આવી હતી. 9 દિવસમાં 20 શખ્સો પાસેથી 38 હથિયારો જપ્ત આ પછી સકીલ મન્સૂરીએ વધુ ત્રણ હથિયાર અંગે બાતમી આપતા પોલીસે ચોટીલા તાલુકાના બે અને રાજકોટના એક મળી કુલ 3 આરોપીઓની ત્રણ ગેરકાયદે હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી હતી. આમ અત્યાર સુધી ગેરકાયદેસર હથિયારોનું વેંચાણ કરતી 'વેપન કાર્ટેલ'ના કેસમાં તપાસ દરમિયાન 9 દિવસમાં કુલ 20 શખ્સોને દેશી બનાવટના 38 હથિયારો તથા જીવતા 32 કાર્ટીસ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પવન અને રાહુલની પણ પોલીસે શોધખોળ હાથ ધરી ઉલ્લેખનીય છે કે, પોલીસ પુછપરછમાં મુખ્ય આરોપી સકીલ મન્સૂરી મધ્યપ્રદેશમાં અન્ય બે શખસો પવન અને રાહુલ પાસેથી 5થી 7 હજારમાં હથિયાર ખરીદ કરી અહીંયા 25થી 50 હજાર સુધી કિંમતમાં વેચાણ કરતો હોવાનું સામે આવતા પવન અને રાહુલની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સોનગઢના બુટવેલ ગામમાં ઈમાનદારીનું એક પ્રેરણાદાયક ઉદાહરણ:એકાઉન્ટમાં ભૂલથી આવેલા 30,000 રૂપિયા મૂળ માલિકને પોલીસની હાજરીમાં પરત કર્યા
    Next Article
    સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસમાં વધારો:રાજકોટ જિલ્લાના 6 શંકાસ્પદ કેસ પૈકી 3 સારવાર હેઠળ, સિવિલમાં 10 બેડનો વોર્ડ તૈયાર; 2085 ઘરમાં મલેથિયોન પાવડરનો છંટકાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment