Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસમાં વધારો:રાજકોટ જિલ્લાના 6 શંકાસ્પદ કેસ પૈકી 3 સારવાર હેઠળ, સિવિલમાં 10 બેડનો વોર્ડ તૈયાર; 2085 ઘરમાં મલેથિયોન પાવડરનો છંટકાવ

    13 hours ago

    સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે. અગાઉ ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં ચાંદીપુરા વાયરસના પોઝિટિવ રિપોર્ટ બાદ 1 બાળકનું મોત થયું હતું, તેમજ જામનગરમાં પણ 1 શંકાસ્પદ બાળકનું મોત થયું હતું. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગઈકાલે ગીર સોમનાથના ઉનામાં પણ શંકાસ્પદ લક્ષણોથી 1 બાળકનું મોત થયું છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં નોંધાયેલા 3 શંકાસ્પદ કેસમાંથી 2 બાળકો હાલ સારવાર હેઠળ છે. રાજકોટ જિલ્લામાંથી અત્યાર સુધી સામે આવેલા 6 શંકાસ્પદ કેસમાંથી 3 બાળકો હાલ જનાના હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. આ સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી આરોગ્ય તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં ચાંદીપુરાના 3 શંકાસ્પદ કેસ રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસનો ભય સતત વધી રહ્યો છે. રાજકોટ સ્થિત જનાના હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા 3 નવા શંકાસ્પદ દર્દીઓ સારવાર માટે દાખલ થતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. જુલાઈ મહિનાથી અત્યાર સુધીમાં અહીં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા 6 શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ અગાઉ દાખલ કરાયેલા 3 બાળકોના લેબોરેટરી રિપોર્ટ નેગેટિવ આવતા તે બાળકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જોકે, તાજેતરમાં અન્ય 3 બાળ દર્દીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્ર દ્વારા જરૂરી તમામ સારવાર હાથ ધરવામાં આવી છે. જુલાઈમાં અત્યાર સુધીમાં 6 શંકાસ્પદ કેસ નોંધાયા, 3 નેગેટિવ જનાના હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.આરતી મકવાણાએ જણાવ્યું હતું કે, 1 જુલાઈથી અત્યાર સુધીમાં 6 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં 3 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપી દેવામાં આવી છે. હાલમાં સારવાર હેઠળ 3 શંકાસ્પદ બાળ દર્દીઓમાં એક બાળક ગોંડલ, એક બાળક મેટોડા અને એક બાળક માંગરોળથી સારવાર અર્થે સિવિલમાં લાવવામાં આવ્યું છે. હાલના ત્રણ બાળ દર્દીના સેમ્પલ ગાંધીનગર મોકલાયા આરોગ્ય વિભાગના પ્રોટોકોલ અનુસાર આ ત્રણેય બાળ દર્દીઓના લોહી અને બ્લડ સેમ્પલ તાત્કાલિક ધોરણે ગાંધીનગરમાં સ્ટેટ રિસર્ચ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. હાલમાં આ ત્રણેય બાળકોના રિપોર્ટ આવવાના બાકી છે. અને તેમના પર તબીબી નિષ્ણાતો દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. ત્રણેય બાળકોની તબિયત હાલ સ્થિર છે. સિવિલમાં 10 બેડનો સ્પે. બેડ સાથે સુવિધા સજ્જ ડો. આરતી મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે, સંભવિત ઈમરજન્સી અને ચાંદીપુરા વાયરસના વધતા જોખમને ધ્યાનમાં રાખી સિવિલ અને જનાના હોસ્પિટલ તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓની યોગ્ય સારવાર માટે ચાંદીપુરા વાયરસ સ્પેશિયલ 10 બેડનો આઇસોલેશન વોર્ડ વેન્ટિલેટર અને સઘન સારવારની સુવિધાઓ સાથે અલગ રાખવામાં આવ્યો છે. આ સિવાય ગંભીર બાળ દર્દીઓ માટે 25 બેડ ધરાવતું ચાઈલ્ડ આઇસીયુ (ICU) પણ તૈયાર રાખવામાં આવ્યું છે. વોર્ડને લગતો તમામ સ્ટાફ સ્ટેન્ડબાય મોડ પર હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર, જો ભવિષ્યમાં શંકાસ્પદ કેસોની સંખ્યામાં વધારો થશે તો તુરંત જ આ આઇસોલેશન અને સારવાર બેડની સંખ્યા 25થી વધીને 30 સુધી પહોંચાડવાની તમામ વહીવટી તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. ચોમાસાની ઋતુ દરમિયાન ખાસ કરીને સેન્ડફ્લાય (રેતીની માખી) દ્વારા ફેલાતા આ સંક્રમણને રોકવા હોસ્પિટલ પરિસરમાં મચ્છર અને માખી મુક્ત વાતાવરણ જાળવવા સેનિટેશન કામગીરી પણ કડક બનાવવામાં આવી છે. તબીબી વહીવટીતંત્ર દ્વારા તમામ સ્ટાફને સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે 2085 ઘરમાં મલેથિયોન પાવડરનો છંટકાવ કર્યો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024 અને 2025 દરમિયાન કણકોટ રોડ અને ભગવતી પરા જેવા વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના 1-1 કેસ નોંધાયા હતા. આ ભૂતકાળના બનાવોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય (રેતીની માખી) દ્વારા ફેલાય છે, જે ખાસ કરીને માટીના અને ગાર-લીંપણવાળા કાચા ઘરોમાં રહેવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે આ માખી બાળકોને કરડવાથી ચાંદીપુરા વાયરસનો ચેપ લાગે છે. 2085 ઘરની ઓળખ કરી મલેથિયોન પાવડરનો છંટકાવ આ બાબતને ધ્યાનમાં રાખીને રોગનો ફેલાવો અટકાવવા આરોગ્ય તંત્ર દ્વારા કણકોટ, ભગવતી પરા અને અન્ય કાચા મકાનો ધરાવતા વિસ્તારોમાં સરવે હાથ ધરવામાં આવ્યો છે. આ કામગીરી હેઠળ અત્યાર સુધીમાં 2085 ઘરની ઓળખ કરીને ત્યાં મલેથિયોન પાવડરનું ડસ્ટિંગ (છંટકાવ) કરવામાં આવ્યું છે. વાયરસના વહેલા નિદાન અને ઝડપી સારવાર માટે આરોગ્ય વિભાગે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA), ઈન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ (IAP), પીડીયુ મેડિકલ કોલેજ અને એસોસિએશન ઓફ ફિઝિશિયન્સના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ઓફિસરો માટે ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન પણ કર્યું હતું. લોકોને પોતાના ઘર અને આસપાસનાં વિસ્તારોમાં સ્વચ્છતા રાખવાની અપીલ પણ તેમણે કરી છે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્રની સૌથી મોટી ગેરકાયદે હથિયારની સિન્ડિકેટનો પર્દાફાશ:MPના મુખ્ય સપ્લાયર સહિત 9 દિવસમાં 20 આરોપીઓ પાસેથી 38 હથિયાર જપ્ત; 7000નું વેપન 50 હજાર સુધીમાં વેચાતું
    Next Article
    CJP Protest में पहुंची NCP नेता Supriya Sule, और कौन-कौन दिखा?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment