Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ ક્રિકેટર-MP યુસુફે દીદીની 'મમતા' છોડતા જમીનની 'ભેટ':પહેલા 500 ચો.મી પ્લોટ માટે મામલો હાઇકોર્ટ ગયો, હવે વડોદરા મનપા સામેથી ફાળવશે, સ્ટેન્ડિગમાં મંજૂરી માટે દરખાસ્ત

    1 day ago

    પ.બંગાળના બહેરામપુરના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને તાંદલજા સ્થિત નિવાસ સ્થાન પાસેનો પાલિકાનો પ્લોટ ફાળવવાની કવાયત 14 વર્ષ બાદ ફરી શરૂ થઈ છે. તાંદલજા TP-22ના ફાઇનલ પ્લોટ નં.90ના 978 ચો. મીટર પ્લોટની કિંમત રૂા. 2.10 લાખ પ્રતિ ચો.મી. લેખે રૂા.20.53 કરોડ આંકવામાં આવી હતી. અગાઉ કાયદેસર ફાળવણી વિના કબજો કરવા મુદ્દે વિવાદ થયો હતો. રાજ્ય સરકારની મંજૂરી ન મળતાં અટકેલી ફાળવણીની પ્રક્રિયા હવે આગળ વધશે. ભાજપ કાઉન્સિલર નીતિન દોંગા, પૂર્વ કાઉન્સિલર વિજય પવાર અને એડવોકેટ શૈલેષ અમીને પ્લોટ ખાલી કરાવવા રજૂઆત કરી હતી. હાઇકોર્ટ પિટિશન બાદ હવે ફાળવણીની પ્રક્રિયા આગળ વધશે. યુસુફ પઠાણને 500 ચોરસ મીટર જમીન ભેટમાં મળવાનો માર્ગ લગભગ મોકળો થઈ ચૂક્યો છે. 478 ચોરસ મીટર જમીન વેલ્યુએશનના 55 ટકા લઇ આપવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર તરફથી સ્ટેન્ડિગ કમિટીમાં મંજૂરી માટે દરખાસ્ત કરવામાં આવી છે. વર્ષ 2012માં યુસુફ પઠાણે પ્લોટની માગણી કરી હતી. વર્ષ 2014માં ગુજરાત સરકારે પ્લોટની ફાળવણીની દરખાસ્ત નામંજૂર કરી હતી. વર્ષ 2024માં મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. ઓગસ્ટ 2026માં હાઇકોર્ટમાંથી અપીલ પાછી ખેંચાઈ હતી. આગામી શુક્રવારે મળનારી સ્થાયી દરખાસ્ત મંજૂર કરશે કે નહીં તે જોવું રહ્યું. યુસુફ પઠાણ તૃણમૂલ કોંગ્રેસથી અલગ થઈ NCPIમાં જોડાયા બાદ NDAને સમર્થનની ચર્ચાથી રાજકીય સમીકરણ બદલાયાં હોવાની અટકળ તેજ બની છે. પાલિકાએ જૂનમાં 7 પ્લોટની હરાજી માટે વિવાદિત પ્લોટની મિનિમમ અપસેટ વેલ્યૂ નક્કી કરાઇ હતી. વધુમાં ઓગસ્ટના અંતે પઠાણે હાઈકોર્ટમાંથી અપીલ પાછી ખેંચી લેતાં નવા વળાંકના સંકેત મળ્યા હતા. રાજકીય વિશ્લેષકો મુજબ એનડીએ સાથેની નિકટતાથી પઠાણ તરફે દરખાસ્તની તૈયારી પૂર્ણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. 3 માર્ચ, 2012 : યુસુફ પઠાણે પ્લોટ માગ્યો યુસુફ પઠાણે મ્યુ.કમિશનરને પત્ર લખી પોતાના બંગલાની બાજુના 978 ચો. મીટરના પ્લોટની ફાળવણી કરવા માગ કરી હતી.30 માર્ચ અને 8 જૂન, 2012ના રોજ સભામાં પ્લોટની ફાળવણીની દરખાસ્ત આગળ વધારાઈ હતી. પ્લોટની જાહેર હરાજી વિના 99 વર્ષના ભાડાપટે ફાળવણી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 9 જૂન, 2014: સરકારે દરખાસ્ત નામંજૂર કરી રાજ્ય સરકારે જાહેર હરાજી વિના પ્લોટની ફાળવણીની દરખાસ્તને મંજૂરી આપી ન હતી. 6 જૂન, 2024: મામલો કોર્ટમાં પહોંચ્યો પાલિકાએ પ્લોટની ફાળવણીની દરખાસ્ત નામંજૂર થયેલી હોવાનો ઉલ્લેખ કરી કથિત દબાણ દૂર કરવા તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. યુસુફ પઠાણે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. 21 ઑગસ્ટ, 2025ના રોજ ગુજરાત હાઇકોર્ટે યુસુફ પઠાણની અરજી ફગાવી દીધી હતી. 4 ફેબ્રુઆરી, 2026: સિંગલ જજના ચુકાદા સામે અપીલ સિંગલ જજના ચુકાદાને પડકારવા યુસુફ પઠાણે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી હતી. 8 જૂન, 2026ના રોજ હાઇકોર્ટે જમીનની કાયદેસરની ફાળવણી થઈ ન હોય અને રકમ ચૂકવાઈ ન હોય તો સરકારી જમીન પર કબજો કેવી રીતે મેળવ્યો? કોર્ટે પાલિકાના અધિકારીઓની ભૂમિકા અંગે સવાલ ઉઠાવ્યા હતા. 15 જૂન, 2026: સમય માગવાની કાર્યવાહી પઠાણના વકીલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને જમીન ફાળવણી અંગેની રાજ્ય સરકારની નીતિનો આધાર લઈને રજૂઆત આગળ વધારવા સમય માગ્યો હતો. 18 જૂન, 2026: પાલિકાએ પ્લોટની હરાજીની તૈયારી કરી પાલિકાએ શહેરના 7 પ્લોટની હરાજી માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મૂકી હતી. તેમાં તાંદલજાનો 978 ચો.મીટરનો પ્લોટ પણ સામેલ હતો. આ પ્લોટ માટે અંદાજિત અપસેટ વેલ્યૂ પ્રતિ ચો. મીટર 2.10 લાખ દર્શાવાઈ હતી. આ પ્રમાણે કુલ કિંમત આશરે 20.53 કરોડ થતી હતી. 31 ઑગસ્ટ, 2026: યુસુફ પઠાણે હાઈકોર્ટમાંથી અપીલ પાછી ખેંચી આ કેસનો સૌથી મહત્ત્વનો વળાંક 31 ઑગસ્ટ, 2026ના રોજ આવ્યો હતો. જેમાં યુસુફ પઠાણે કોર્ટમાં કરેલી અપીલ પાછી ખેંચી હતી. પઠાણે 2012માં પ્લોટ માગ્યો હતો, ઓગસ્ટ-2026માં હાઇકોર્ટમાંથી અપીલ પાછી ખેંચી હતી. શું છે જમીન વિવાદ? TMC સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનું ઘર વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલું છે. આખો વિવાદ શુભમ પાર્ટી પ્લોટ પાસે 978 ચો.મી.ના પ્લોટ સાથે સંબંધિત છે. યુસુફ પઠાણે વર્ષ 2012માં જમીનની માલિકીની અરજી કરી હતી જેને કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ બાદમાં રાજ્ય સરકારે તેને ફગાવી દીધી હતી. આ પછી તે જગ્યાએ કથિત રીતે બાઉન્ડ્રી વોલ અને પશુઓ માટે શેડ બનાવવામાં આવ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નોટિસ મળ્યા બાદ યુસુફ પઠાણ હાઈકોર્ટ પહોંચ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર પોલીસ ગરબીમાં નાની દીકરીઓને લાણી-ઇનામ અપાયા:SP પ્રેમસુખ ડેલૂના હસ્તે રૂ. 501નું રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરાઈ
    Next Article
    મોરબી જિલ્લા પોલીસે વિજયાદશમી પર્વે શસ્ત્રપૂજન કર્યું:તાલુકા પોલીસ લાઇન ખાતે પરંપરાગત વિધિ-વિધાન સાથે કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment