Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મલાવીના હાઈ કમિશનર વડોદરાની મુલાકાતે:‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને બિરદાવી, મલાવી સરકાર સાથે ઇલેક્ટ્રિક વ્હીકલ માટેના MOU થશે, હવે વડોદરાથી મલાવીમાં EVની નિકાસ કરવામાં આવશે

    11 hours ago

    રિપબ્લિક ઓફ મલાવીના હાઈ કમિશનર હિઝ એક્સેલન્સી લિયોનાર્ડ સેન્ઝા મેગેંઝીએ વડોદરાની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે વડોદરા પાસે આવેલ પોર ખાતે આવેલી મરક્યુરી ઈવી ટેકની વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની મુલાકાત લીધી હતી. તેઓએ કંપનીની ઉત્પાદન ક્ષમતા, આધુનિક ટેકનોલોજી અને ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને બિરદાવી હતી. મુલાકાત દરમિયાન તેમણે ભવિષ્યમાં મલાવીમાં પણ મરક્યુરી ઈવી ટેકના ઇલેક્ટ્રિક વાહનોનો વ્યાપ વધે તેવી આશા વ્યક્ત કરી હતી. હવે વડોદરાથી મલાવીમાં ઇલેક્ટ્રિક વ્હીકલની નિકાસ કરવામાં આવશે. તેના માટે MOU કરવામાં આવશે. વધતા પ્રદૂષણ અને ઈંધણના ખર્ચ વચ્ચે ઇલેક્ટ્રિક વાહનો પર્યાવરણમૈત્રી અને આર્થિક વિકલ્પ તરીકે ઉભરી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ગ્રીન મોબિલિટી અને ઇલેક્ટ્રિક વાહનોને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આવા સમયમાં આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતી ગુજરાતની અગ્રણી કંપની મરક્યુરી ઈવી ટેક દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે. વડોદરાની મુલાકાત દરમિયાન મલાવીના હાઈ કમિશનરે કંપની દ્વારા ઉત્પાદિત વિવિધ ઇલેક્ટ્રિક વાહનોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વાહનોની ગુણવત્તા, અદ્યતન ટેકનોલોજી અને ઉત્પાદન પ્રક્રિયાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, મલાવીમાં પણ આવા આધુનિક અને પર્યાવરણમૈત્રી વાહનોની માંગ વધવાની સંભાવના છે. આ પ્રસંગને માત્ર મરક્યુરી ઈવી ટેક અથવા વડોદરા માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ તરીકે જોવામાં આવી રહ્યો છે. મરક્યુરી ઈવી ટેકના ચેરમેન જયેશ ઠક્કરે જણાવ્યું હતું કે મલાવી સરકાર સાથે એમઓયુ (MOU) કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને આગામી સમયમાં કંપનીના ઇલેક્ટ્રિક વાહનો મલાવીમાં નિકાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, “આ માત્ર અમારી કંપની માટે જ નહીં, પરંતુ ભારત માટે પણ ગર્વની વાત છે.”
    Click here to Read More
    Previous Article
    1.19 કરોડની દારૂની પેટીઓના થપ્પા ને થપ્પા:ઉદયપુરથી બરોડા જતો હતો, દાસ્તાન સર્કલ પાસેથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું; ડ્રાઈવરની ધરપકડ
    Next Article
    અરવલ્લી-મહીસાગરમાં ધોધમાર વરસાદ, 6 દિવસ વાતાવરણ તોફાની રહેશે:આજે 11 જિલ્લામાં આગાહી, રાજકોટના તાપમાનમાં એકઝાટકે 3.7°નો ઘટાડો; ખેડૂતો પાક-ઘાસચારો સાચવી લેજો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment