Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MLA હીરા સોલંકીએ રાજુલામાં નવી ST બસ ચલાવી:લીલી ઝંડી બતાવી પોતે જ સ્ટિયરિંગ સંભાળ્યું; ડેપોને 4 બસ ફાળવાઈ, કાર્યકરો સાથે વીડિયો વાયરલ

    5 days ago

    અમરેલી જિલ્લાના રાજુલા ST ડેપોને રાજ્ય સરકાર દ્વારા 4 નવી બસો ફાળવવામાં આવી છે. આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતી વખતે ધારાસભ્ય હીરા સોલંકીએ પોતે ડ્રાઈવર સીટ પર બેસીને લગભગ 1 કિલોમીટર સુધી બસ ચલાવી હતી. રાજ્ય સરકાર અને વાહન વ્યવહાર મંત્રાલય વિભાગ દ્વારા જૂની અને ખખડધજ બસોને બદલીને નવા ડેપોમાં નવી બસો ફાળવવામાં આવી રહી છે. આ પહેલના ભાગરૂપે રાજુલા ડેપોને આ 4 નવી બસો મળી છે. ધારાસભ્ય હીરા સોલંકીએ બસને લીલી ઝંડી બતાવ્યા બાદ જાતે જ બસનું સ્ટિયરિંગ સંભાળ્યું હતું. તેમણે નગરપાલિકા પ્રમુખ, કાર્યકરો અને વેપારીઓને બસમાં બેસાડીને રાજુલા ડેપોથી બાયપાસ રોડ સુધી બસ ચલાવી હતી. આ દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને લોકોએ ઉત્સાહપૂર્વક નિહાળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી ચેતનભાઈ શિયાળ, ગુજરાત નિયંત્રણ બજાર સંઘના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ, રાજુલા નગરપાલિકા પ્રમુખ મયુરભાઈ દવે, પૂર્વ પ્રમુખો, સદસ્યો, શહેર ભાજપ પ્રમુખ સહિતના અનેક હોદ્દેદારો, કાર્યકરો અને મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ઇરાનમાં 180 માસૂમ વિદ્યાર્થીઓના મોતનો વડોદરામાં શાંતિપૂર્ણ વિરોધ:રમઝાન ઈદના પર્વે શિયા સમુદાય દ્વારા કાળી પટ્ટી બાંધી મૌન રોષ વ્યક્ત કર્યો, કહ્યું: અન્યાય સામે અવાજ ઉઠાવવો અને હંમેશા સત્યનો સાથ આપવો એ જ
    Next Article
    Badrinath Snowfall News | બદ્રીનાથમાં ભારે હિમવર્ષાને કારણે 200થી વધુ લોકો ફસાયા | Chaar Dham News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment