Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવરકુંડલામાં MLA મહેશ કસવાલાએ વિજય યાત્રા યોજી:ફૂલહાર, ઢોલ-નગારા સાથે કાર્યકરો અને સ્થાનિકોએ યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો

    9 hours ago

    અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ ધારાસભ્ય મહેશ કસવાલાએ વિજય યાત્રા યોજી હતી. આ યાત્રા દરમિયાન તેમણે મતદારો અને કાર્યકરોનો જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો. શહેરમાં યોજાયેલી આ વિજય યાત્રાનું વિવિધ વિસ્તારોમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલહાર, ઢોલ-નગારા સાથે કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ધારાસભ્ય કસવાલા ઉમેદવારો સાથે શહેરના બજારોમાં વેપારીઓને રૂબરૂ મળ્યા હતા અને તેમનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે, આ જીત માત્ર પક્ષની નહીં, પરંતુ સાવરકુંડલાના દરેક નાગરિકની જીત છે. તેમણે મતદારો, કાર્યકરો અને આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કસવાલાએ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વધુ ગતિથી કામ કરવાની ખાતરી આપી હતી. તેમણે ઉમેર્યું કે લોકો દ્વારા દર્શાવાયેલ વિશ્વાસને જાળવી રાખવો એ તેમની પ્રથમ જવાબદારી છે અને વિકાસના દરેક કાર્યમાં પારદર્શિતા તથા પ્રામાણિકતા જાળવીને વિસ્તારને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં આવશે. આ વિજય યાત્રામાં મોટી સંખ્યામાં પક્ષના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર સાવરકુંડલા વિસ્તારમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    66માં ગુજરાત ગૌરવ દિવસે પોલીસના આધુનિક શસ્ત્રોનો જમાવડો:સુરતમાં ત્રિ-દિવસીય મેગા શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મૂકાયું, અત્યાધુનિક રાઈફલ્સ અને ટેકનોલોજી આકર્ષણનું કેન્દ્ર
    Next Article
    Archana Puran Singh's Son Ayushmaan Sethi Recovers Rs 87,000 Lost In Online Scam: "Ab Main T-Shirt Khareed Sakta Hoon"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment