Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MLA જીગ્નેશ મેવાણી સહિતના ટોળા સામે 2 FIR:પેથાપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવવા અને ફરજમાં રૂકાવટનો ગુનો, સેક્ટર 7માં આચારસંહિતા ભંગની ફરિયાદ

    11 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના મતદાનના માત્ર બે દિવસ પહેલાં પેથાપુર પોલીસ સ્ટેશનમાં ઘૂસીને હોબાળો મચાવવા અંગે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને વોર્ડ નંબર 2ના કોંગ્રેસ ઉમેદવાર સુર્યસિંહ ડાભી સહિતના સમર્થકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનના રાઇટર રૂમમાં હોબાળો મચાવી પોલીસ કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રુકાવટ ઊભી કરવા બદલ પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. જિગ્નેશ મેવાણી તથા તેમના સાથીદારો અને સમર્થકોના સાતેક માણસોના ટોળા સામે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં પણ સરકારી ફરજમાં રુકાવટ, ધાકધમકી, વિવાદસ્પદ નિવેદનો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા તેમજ આદર્શ આચારસંહિતા અને જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. પેથાપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો કરતાં ફરિયાદ મહાનગરપાલિકા ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલી બોલાચાલી અને ધમકી અંગેની અરજીના અનુસંધાને પોલીસે કોંગ્રેસના વોર્ડ નંબર 4ના ઉમેદવાર યુનુસ પરમારને પૂછપરછ માટે પેથાપુર પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. પીઆઈ દ્વારા પૂછપરછની કામગીરી ચાલુ હતી ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આશરે 20 લોકોના ટોળા સાથે ગેરકાયદેસર મંડળી રચીને પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યા હતા અને કામગીરીમાં અડચણ ઊભી કરી હતી. પોલીસ વિરુદ્ધ ઉશ્કેરણી અને સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ કર્યો જીગ્નેશ મેવાણી અને સૂર્યસિંહ ડાભી સહિતના લોકોએ પોલીસ સ્ટેશન બહાર બેસીને ઠાકોર સમાજને પોલીસ વિરુદ્ધ ઉશ્કેરવાના અને શાંતિ ડહોળવાના હેતુથી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સમગ્ર ઘટનાનું મોબાઈલથી રેકોર્ડિંગ કરીને વીડિયો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર વાયરલ પણ કરવામાં આવ્યા હતા. મનપા ચૂંટણી ટાણે જાહેરનામાનો ભંગ કરી પોલીસ પર દબાણ લાવવાના પ્રયાસ બદલ પોલીસે જીગ્નેશ મેવાણી, સૂર્યસિંહ ડાભી, અજયસિંહ ડાભી, અનોપસિંહ ડાભી, પ્રવીણસિંહ ડાભી, વિપુલસિંહ ડાભી અને મુલચંદભાઇ સહિત અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં પણ આચારસંહિતા ભંગ બદલ ફરિયાદ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના વોર્ડ નં. 4ના કોંગ્રેસ ઉમેદવાર યુનુસ પરમારના સમર્થક મુનાફ હબીબભાઈ પઠાણે અન્ય ઉમેદવારના પ્રચારક નિલેષ વિષ્ણુ પંચાલને 'આ અમારો વિસ્તાર છે, અહીં પ્રચાર કરવો નહીં નહીંતર હાથ-પગ નહીં રહે' તેવી ધમકી આપી હતી. આ અંગે નિલેષ પંચાલે પેથાપુર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી. મુનાફને બળજબરીથી પોલીસ ચોકી બહાર લઈ ગયા ચૂંટણીના માહોલ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સેક્ટર-7 પોલીસ સ્ટેશન દ્વારા મુનાફ પઠાણને સેક્ટર-13 પોલીસ ચોકી ખાતે પૂછપરછ અર્થે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન મોડી રાત્રે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સાકીર રાઠોડ, નાસીર ઉર્ફે પિન્ટુ મેમણ અને અજાણ્યા સમર્થકોનું ટોળું ગેરકાયદે મંડળી રચી સેક્ટર-13 પોલીસ ચોકીમાં ધસી આવ્યું હતું. તેઓએ અહીંનો ઈન્ચાર્જ કોણ છે, મુનાફને કેમ લાવ્યા છો, તમારી દાદાગીરી કાઢી નાખીશ તેમ કહી બૂમાબૂમ કરી સરકારી ફરજમાં રુકાવટ કરી હતી અને પૂછપરછ ચાલુ હોવા છતાં મુનાફને બળજબરીથી પોલીસ ચોકી બહાર લઈ ગયા હતા. મેવાણીએ કોંગ્રેસ ઉમેદવારનો જાહેર પ્રચાર કરી આચારસંહિતાનો ભંગ કર્યો આ ઉપરાંત ચૂંટણીનો જાહેર પ્રચાર પૂર્ણ થઈ ગયો હોવા છતાં અને બહારના વિસ્તારના વ્યક્તિઓએ મતદાન વિસ્તાર છોડી દેવાનો નિયમ હોવા છતાં MLA જિગ્નેશ મેવાણીએ મોડી રાત્રે પેથાપુર કસ્બા વિસ્તારમાં કોંગ્રેસ ઉમેદવારનો જાહેર પ્રચાર કરી આચારસંહિતાનો ભંગ કર્યો હતો. પેટ્રોલીંગમાં રહેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેમને પ્રચાર કરતા અટકાવતા જિગ્નેશ મેવાણીએ પેથાપુર સંજરી પાર્ક ખાતે કોંગ્રેસ કાર્યાલય આગળ જઈ એક વીડિયો શૂટ કરાવ્યો હતો. સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ આ વીડિયોમાં તેમણે ઉચ્ચ અધિકારીઓ અને નીચલા દરજ્જાના પોલીસ કર્મચારીઓ વચ્ચે હોદ્દાના આધારે વિખવાદ, ધિક્કાર અને દ્વેષ ફેલાય તેવા કથનો કર્યા હતા. એટલું જ નહીં તેમણે પોલીસ વિશે વિવાદસ્પદ ટિપ્પણીઓ કરી તે વિડિયો પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી વાયરલ કર્યો હતો. આ સમગ્ર ઘટના અંગે પેથાપુર બાદ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં પણ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સાકીર રાઠોડ, નાસીર ઉર્ફે પિન્ટુ મેમણ અને સાતેક અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    તારા-તારિણી પોષણ શક્તિનું સ્વરૂપ:બાળકોની બાબરી અહીં ઉતરાવવાની પરંપરા, 16 દિવસ ચાલે છે દુર્ગા-પૂજા; મંદિરથી પ્રેરિત INSV તારિણી નૌકામાં રચાયો ઇતિહાસ
    Next Article
    કુમકુમ મંદિરમાં શ્રી મુક્તજીવન સ્વામીબાપાની 119મી જયંતી ઉજવાઈ:'યુગપુરુષ શ્રી મુક્તજીવન સ્વામીબાપા' ડોક્યુમેન્ટરી દર્શાવાઈ, જીવનને ચાલતી-ફરતી યુનિવર્સિટી ગણાવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment