Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તારા-તારિણી પોષણ શક્તિનું સ્વરૂપ:બાળકોની બાબરી અહીં ઉતરાવવાની પરંપરા, 16 દિવસ ચાલે છે દુર્ગા-પૂજા; મંદિરથી પ્રેરિત INSV તારિણી નૌકામાં રચાયો ઇતિહાસ

    9 hours ago

    ઓડિશાના તારા તારિણી મંદિરમાં એક નહીં, બે દેવીઓની પૂજા થાય છે. તેમના નામ તારા અને તારિણી છે, પરંતુ બંનેને એક જ શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. ગર્ભગૃહમાં બે પથ્થરોને સોના-ચાંદીના આભૂષણોથી ચહેરાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. માન્યતા છે કે, આ જ સ્થળે દેવી સતીનાં બંને સ્તન પડ્યાં હતાં. તેથી તેને માતૃત્વ અને પોષણ શક્તિનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીં બાળકોની રક્ષા માટેની કામના સાથે તેમના પ્રથમ વાળ દેવીને અર્પણ કરવાની પરંપરા છે. તારા તારિણીને દરિયાઈ મુસાફરોની રક્ષક દેવી પણ માનવામાં આવે છે. ભારતીય નૌસેનાએ તેમના નામથી પ્રેરાઈને પોતાની સઢવાળી નૌકાનું નામ INSV તારિણી રાખ્યું હતું. આ નૌકાથી છ મહિલા અધિકારીઓએ 2018માં વિશ્વની દરિયાઈ પરિક્રમા પૂર્ણ કરી હતી. મે 2025માં બે મહિલા અધિકારીઓએ પણ આ જ નૌકાથી વિશ્વ પરિક્રમા કરી હતી. બે દેવીઓના ચહેરા પથ્થરો પર બનાવવામાં આવ્યા, વચ્ચે પિત્તળની બે ચલંત પ્રતિમાઓ તારા તારિણી મંદિર ઓડિશાના ગંજામ જિલ્લામાં ઋષિકુલ્યા નદીના કિનારે કુમારી પર્વત પર આવેલું છે. અહીં દેવીના બે સ્વરૂપોની એકસાથે પૂજા કરવામાં આવે છે. એકનું નામ તારા અને બીજાનું તારિણી છે. બંનેને આદિ શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં બે કુદરતી પથ્થરો છે. તેમના પર સોના-ચાંદીના આભૂષણો અને અન્ય શૃંગાર સામગ્રી લગાવીને માનવ ચહેરા બનાવવામાં આવે છે. આ જ બંને દેવીઓના મૂળ સ્વરૂપો છે. આ બંનેની વચ્ચે પિત્તળના બે મુખ પણ રાખવામાં આવે છે. તેમને ચલંત પ્રતિમા કહેવામાં આવે છે. ચલંત પ્રતિમાનો અર્થ દેવીનું એવું સ્વરૂપ છે, જે મૂળ સ્થાનથી અલગ ધાર્મિક અનુષ્ઠાનોમાં ઉપયોગ કરી શકાય. આ મંદિરમાં બે નામ અને બે સ્વરૂપ છે, પરંતુ આરાધના એક જ શક્તિની થાય છે. તારા અને તારિણીને દક્ષિણ ઓડિશા, ખાસ કરીને ગંજામ વિસ્તારની આરાધ્ય દેવીઓ માનવામાં આવે છે. બાળકોનું પ્રથમ મુંડન: દેવીની રક્ષા મેળવવાની કામનાથી વાળ અર્પણ કરે છે તારા તારિણી મંદિરની સૌથી ખાસ પરંપરાઓમાં બાળકોના પ્રથમ વાળ દેવીને અર્પણ કરવાનો સમાવેશ થાય છે. તેને મુંડન સંસ્કાર કહેવામાં આવે છે. માતા-પિતા પોતાના નાના બાળકોને લઈને મંદિરે પહોંચે છે. અહીં બાળકોના માથાના વાળ ઉતારવામાં આવે છે. ત્યારબાદ આ વાળ દેવીને સમર્પિત કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે, આવું કરવાથી બાળકને દેવીનું રક્ષણ અને આશીર્વાદ મળે છે. બાળકોના પ્રથમ વાળ અર્પણ કરવાની આ પરંપરા આખું વર્ષ નિભાવવામાં આવે છે, પરંતુ ચૈત્ર મહિનામાં તેનું મહત્વ સૌથી વધુ હોય છે. નવરાત્રિના 8 દિવસ પહેલાં જ શરૂ થઈ જાય છે દુર્ગાપૂજા, 16 દિવસ સુધી ચાલે છે ઉત્સવ તારા તારિણી મંદિરમાં શારદીય દુર્ગાપૂજા નવરાત્રિના નવ દિવસ પહેલાં જ શરૂ થઈ જાય છે. ઓડિશાની પરંપરામાં તેને ષોડશ પૂજા કહેવામાં આવે છે. તેમાં ભાદરવાના વદ પક્ષની અષ્ટમીથી આસો માસના સુદ પક્ષની નોમ સુધી દેવીની વિશેષ આરાધના કરવાની પરંપરા છે. આ દરમિયાન દેવીની પૂજા સાથે ચંડી પાઠ અને ચંડી યજ્ઞ કરવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસ આ લાંબી પૂજા પરંપરાનો જ એક ભાગ હોય છે. આ દિવસોમાં દેવીના વિવિધ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. તારા તારિણીમાં દેવીના સ્નાનની પણ ખાસ પરંપરા છે. આ માટે પહાડીની નીચે વહેતી ઋષિકુલ્યા નદીમાંથી પાણી લાવવામાં આવે છે. આ સ્નાનને સ્થાનિક પૂજા વ્યવસ્થામાં 'મજના' કહેવામાં આવે છે. સામાન્ય દિવસોમાં સવારે અને સાંજે, બંને સમયે આ અનુષ્ઠાન થાય છે. સૌપ્રથમ સેવાયત દેવીઓના મૂળ સ્વરૂપને સાફ કરે છે. ત્યારબાદ નદીમાંથી લાવવામાં આવેલા પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ દેવીઓને સાડી અને અન્ય વસ્ત્રો પહેરાવવામાં આવે છે. સોના-ચાંદીના આભૂષણોથી શૃંગાર કરવામાં આવે છે. હળદર અને ચંદનનો લેપ લગાવવામાં આવે છે. પછી ફૂલ, ધૂપ અને દીવાથી પૂજા કરવામાં આવે છે. સ્નાન અને શૃંગાર બાદ મંગળ આરતી તથા ભોગનો ક્રમ શરૂ થાય છે. સવારે દેવીને ખીચડી, ફળ અને મીઠાઈ અર્પણ કરવામાં આવે છે. બપોર અને રાત્રિના ભોગમાં ખીચડી, દાળ, શાકભાજી અને મીઠાઈઓ પણ સામેલ હોય છે. નાવિકોની રક્ષક દેવી: નૌસેનાએ તેમના નામ પરથી સેઇલબોટનું નામ તારિણી રાખ્યું તારા તારિણીની આરાધના માત્ર માતૃત્વ શક્તિ સાથે જ જોડાયેલી નથી. કલિંગની પ્રાચીન દરિયાઈ વેપાર પરંપરામાં પણ આ દેવીઓનું મહત્વ રહ્યું છે. ઋષિકુલ્યા નદીની આસપાસના વિસ્તારનો વેપારીઓની દરિયાઈ યાત્રાઓ સાથે સંબંધ રહ્યો છે. માન્યતા છે કે યાત્રા શરૂ કરતાં પહેલાં નાવિકો દેવી તારાની પૂજા કરતા હતા. દેવીને સમુદ્રમાં રક્ષણ અને સુરક્ષિત યાત્રાનું આશીર્વાદ આપનારી શક્તિ માનવામાં આવતી હતી. આ જ પરંપરાને કારણે ભારતીય નૌકાદળે પોતાની સમુદ્રી નૌકાનું નામ INSV Tarini રાખ્યું. 17 ફેબ્રુઆરી 2017ના રોજ રક્ષા મંત્રાલયે આ નૌકા વિશે જાહેર કરેલી અખબારી નોંધમાં જણાવ્યું હતું કે તેનું નામ ગંજામના તારા તારિણી મંદિરથી પ્રેરિત છે. તેમાં તારિણીનો અર્થ નૌકા અને રક્ષક એવો જણાવાયો છે. આ નૌકા ગોવામાં બનાવવામાં આવી હતી. 18 ફેબ્રુઆરી 2017ના રોજ તેને નૌકાદળમાં સામેલ કરવામાં આવી. આ જ નૌકાથી ભારતીય નૌકાદળની છ મહિલા અધિકારીઓએ વિશ્વની સમુદ્રી પરિક્રમા કરી હતી. આ અભિયાનનું નામ 'નાવિકા સાગર પરિક્રમા' હતું. તારા તારિણીમાં બૌદ્ધ અને આદિવાસી પરંપરાઓનો પણ પ્રભાવ દેવી તારાનું નામ મહાયાન બૌદ્ધ પરંપરામાં પણ મળે છે. બૌદ્ધ ધર્મમાં તારાને કરુણા અને રક્ષા સાથે જોડાયેલી દેવી માનવામાં આવે છે. ઇતિહાસકારો આ સમાનતાને તારા તારિણીની પૂજા પર બૌદ્ધ પ્રભાવની એક સંભાવના માને છે. મંદિર વિકાસ બોર્ડ અનુસાર ગર્ભગૃહમાં બુદ્ધની એક નાની ધ્યાનમગ્ન પ્રતિમા પણ છે. તેને અહીં બૌદ્ધ પરંપરા સાથે જોડીને જોવામાં આવે છે. જોકે, તારા તારિણીની પૂજા ક્યારે શરૂ થઈ, તેની કોઈ ચોક્કસ પ્રાચીન નિર્માણ તારીખ ઉપલબ્ધ નથી. અહીંની આરાધના પરંપરા પ્રાચીન છે, પરંતુ વર્તમાન મંદિરમાં સમયાંતરે નિર્માણ અને ફેરફારો થયા છે.
    Click here to Read More
    Previous Article
    Abhijeet Dipke ने Gyanesh Kumar का नाम लेकर Modi Sarkar से पूछे बड़े सवाल | Jantar Mantar Protest
    Next Article
    MLA જીગ્નેશ મેવાણી સહિતના ટોળા સામે 2 FIR:પેથાપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવવા અને ફરજમાં રૂકાવટનો ગુનો, સેક્ટર 7માં આચારસંહિતા ભંગની ફરિયાદ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment