Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘રોક સકો તો રોક લો’:MLA યોગેશ પટેલે કહ્યું- બળવાખોરોનું શું કરવું તે પાર્ટી જોશે, વિવાદો બાબતે પૂછતા મૌન સેવ્યું

    2 days ago

    આવતીકાલે(26 એપ્રિલ) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન થવાનું છે તે પૂર્વે સરકારના સૌથી સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે નિવેદન આપ્યું છે. તેઓએ માંજલપુર વિધાનસભામાં આવતા વોર્ડને લઈ થયેલા આંતરિક વિખવાદ બાદ મોરચો ખોલી કહ્યું છે કે, રોક સકો તો રોક લો…સાથે તમામ સીટો પર ભાજપનો વિજય થશે તેવી વાત કરી છે. સાથે બળવાખોર સામે પગલાં બાબતે સવાલ કરતા કહ્યું કે તે પાર્ટી જોઈ લેશે. ‘અમારી 12માંથી 12 સીટ આવે છે’ ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, આવતીકાલે મતદાન છે અને માંજલપુરની વાત કરું તો અમારી 17, 18, 19 ત્રણ વોર્ડ છે, અમારા નીલેશ રાઠોડ, નરેન્દ્ર પટેલ, પરેશ બ્રહ્મભટ્ટ આ લોકોની આગેવાની હેઠળ અને ધારાસભ્ય તરીકે બધા જ વિસ્તારમાં મારા ત્રણે ત્રણ વોર્ડમાં સોસાયટી હોય કે નગરો હોય ગામમાં જગ્યાએ સારું કામ કર્યું છે અને માંજલપુર સારું બન્યું છે. આવતીકાલે ઇલેક્શન છે, રોક સકો તો રોક લો…અમારી 12માંથી 12 સીટ આવે છે. ભારતીય જનતા પાર્ટી પર માંજલપુરના મતદારોને વિશ્વાસ છે એટલે હું કહું છું કે રોકી શકો તો રોકી લો, કોંગ્રેસવાળાને જે કરવું હોય એ કરે પણ અમારી સીટો નક્કી છે. ‘કોઈ કોન્ટ્રાક્ટર ખોટું કામ કરે તો લોકો મને કોલ કરે તેવું સ્પષ્ટ કહ્યું છે’ વધુમાં કહ્યું કે, કોંગ્રેસ EVMને લઈ માત્ર અક્ષેપો જ કરે છે. SIR કામગીરી ઘણા સમય સુધી ચાલી છે. ત્યારે કોંગ્રેસે તે બાબતે જોઈ લેવું જોઈએ. સત્તા સામે કેમ કોઈ કઈ ન કરી શકે કોઈ પણ માણસ રોકી શકે છે. ચૂંટણીમાં ખર્ચ કરવા માટે પૈસા ન હોવાની વાતને લઈ કહ્યું કે જે ખર્ચ થયો છે તે કલેક્ટર કચેરીએ દેખાશે. અમે વિકાસ કર્યો છે, કેટલીક જગ્યાએ બૂમો પડી છે. પરંતુ અમારા વિસ્તારમાં આ વખતે અમે છાતી ઠોકીને કહીએ છીએ કે અમે કામ કરાવ્યું છે અને કામ કર્યું છે. જો કોઈ કોન્ટ્રાક્ટર ખોટું કામ કરે તો લોકો મને કોલ કરે તેવું સ્પષ્ટ કહ્યું છે. ‘લોકો વિવાદને નહીં, વિકાસને વોટ આપશે’ વધુમાં કહ્યું કે લોકો વિવાદને નહીં, પરંતુ વિકાસને વોટ આપશે. ધારાસભ્યોનો વિકાસ થયો હોય તો હું તો ઓપન છું. જે કંઈ હોય તો શોધી લાવો. મેં 38 વર્ષના ગાળામાં વિધાનસભામાંથી મેડિકલ ખર્ચનો એક પણ રૂપિયો લીધો નથી. હાર્ટના ઓપરેશનમાં મારે 30 લાખનો ખર્ચ થયો છે, પરંતુ તે મેં લીધો નથી. બળવાખોર સામે પગલાં બાબતે પૂછતાં કહ્યું કે તે તો પાર્ટીનું કામ છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જનતાને અપીલ:અમિત ચાવડાએ આપ પર કર્યા પ્રહાર,પાટીદાર સગીરાની છેડતી બાદ સ્થિતિ તંગ, ઉધના રેલવે સ્ટેશન પર ફરી ઉભરાયું,
    Next Article
    Junagadh AAP Viral Video | આપના વાયરલ વીડિયોનો મામલે તપાસ શરૂ | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment