Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાશી વારાણસીથી આવેલા પંડિતો દ્વારા મહાઆરતી યોજાશે:ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે MLA શૈલેષ મહેતા દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન; મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરશે

    1 week ago

    સંસ્કારી નગરી વડોદરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આગામી 19 એપ્રિલ 2026ના રોજ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ચિરંજીવી ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે શહેરમાં એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટા)ના માર્ગદર્શન હેઠળ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા આ ભવ્ય શોભાયાત્રા યોજાશે. આ શોભાયાત્રાનો પ્રારંભ પૂર્વ વિસ્તારમાં આવેલા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી લઈ અમદાવાદી પોળ ખાતે આવેલા શ્રી પંચમુખી મહાદેવ મંદિર સુધી યોજાશે. આ શોભાયાત્રાની એક ખાસ વિશેષતા એ છે કે, આયુર્વેદિક ચાર રસ્તાથી લઈને માંડવી ગેટ સુધીના માર્ગ પર મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, જે વડોદરાની સાંસ્કૃતિક એકતાનો પરિચય કરાવશે. આ ભવ્ય શોભાયાત્રામાં ભગવાન પરશુરામજીની એક વિશાળ અને ભવ્ય મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બનશે. શહેરના હાર્દ સમાન લહેરીપુરા ગેટ પાસે કાશીના વિદ્વાન પંડિતો દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને શોભાયાત્રાનો સમય સાંજે 5 થી રાત્રે 9 કલાક સુધી રાખવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ નગરજનો જોડાઈ શકે. ધારાસભ્ય શૈલેષ મહેતાએ વડોદરા શહેર અને જિલ્લાના તમામ હિંદુઓ અને સનાતન પ્રેમીઓને આ ભવ્ય શોભાયાત્રામાં જોડાવવા અને મહાઆરતીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. આ વર્ષે પણ બાઇક રેલી સાથે ભવ્ય શોભાયાત્રા યોજાશે. સાથે માંડવી ખાતે ભવ્ય ઇમારતને નુકસાન ન પોહચે તે માટે અહીંયા કોઈ પણ પ્રકારની મ્યુઝિક સિસ્ટમ વગાડવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    પવન ખેડાની ટ્રાન્ઝિટ આગોતરા જામીન વધારવાની માગ ફગાવી:SCએ કહ્યું- આસામ કોર્ટમાં જાઓ; ખેડા બોલ્યા- શું હું કોઈ ગુનેગાર છું?
    Next Article
    ટીપી સ્કીમ નંબર 5 સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ.:જૂડાની ટીપી સ્કીમ-5 વિવાદના વમળમાં: 40% જમીન મફત આપવા સાથે 900 કરોડના ડેવલપમેન્ટ ચાર્જ મુદ્દે ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવી.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment