Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ડૉ.હર્ષ પંડ્યા SC હોવાની જાણ થતાં સિનિયરોએ ટાર્ગેટ કર્યો':'વધુ કામ સોંપતા, વારંવાર અપમાનિત કરી માનસિક તોડી પાડ્યો'; પિતાએ રેગિંગ કરનાર 4 ડૉક્ટર સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી

    1 day ago

    સુરત સિવિલ સરકારી મેડિકલ કોલેજમાં MD માઇક્રોબાયોલોજીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 30 વર્ષીય રેસિડન્ટ ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત મામલે પિતાએ ખટોદરા પોલીસ મથકે ચાર સિનિયર રેસિડન્ટ ડૉક્ટરો વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા, એટ્રોસિટી એક્ટ સહિતની ફરિયાદ નોંધાવી છે. મૃતકના પિતા સુભાષચંદ્રએ આક્ષેપ કર્યો છે કે, સિનિયરોને SC હોવાની જાણ થતાં ટાર્ગેટ કર્યો, વધુ કામ સોંપતા, સતત જાતિગત ટિપ્પણીઓ કરતાં, અપમાનજનક વર્તન અને અસહ્ય કામનું ભારણ આપીને પુત્રને આત્મહત્યા કરવા મજબૂર કર્યો હતો. હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈ સુસાઈડ કર્યું હતું અરવલ્લીના મોડાસા ખાતે કુષ્ણપ્રિયા પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત ડોક્ટર સુભાષચંદ્ર વાલજીભાઈ પંડ્યાના પુત્ર ડૉ. હર્ષે સુરત સરકારી મેડિકલ કોલેજમાં માર્ચ 2026માં MD માઇક્રોબાયોલોજીમાં એડમિશન લીધું હતું. ડૉ. હર્ષ નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ન્યૂ પી.જી. હોસ્ટેલના ‘બી’ બ્લોકના રૂમ નંબર 1005માં રહેતા હતા. ગત 9 ઓગસ્ટના રોજ સવારે હોસ્ટેલના રૂમમાં પંખા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. 4 સિનિયર ડૉક્ટરો સામે દુષ્પ્રેરણ, એટ્રોસિટી એક્ટની ફરિયાદ મૃતકના પિતાની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે માઇક્રોબાયોલોજી વિભાગના બીજા વર્ષના રેસિડન્ટ (R-2) એવા ચાર સિનિયર તબીબો ડૉ. નીરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દિક્ષીતા ગેવરીયા અને ડૉ. હીના ભૂત વિરુદ્ધ BNSની કલમ 108(આત્મહત્યાનું દુષ્પ્રેરણ), 127(2), 352, 54 તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (Atrocity Act)ની કલમ 3(2)(v) હેઠળ ગુનો દાખલ કર્યો છે. જાતિ જાણીને ખાસ ટાર્ગેટ કરવાનો ગંભીર આક્ષેપ ડૉ. હર્ષ અનુસૂચિત જાતિ (SC)માંથી આવતા હોવાની જાણ સિનિયર રેસિડન્ટ્સને થઈ ગઈ હતી. ત્યારબાદ ચારેય આરોપી સિનિયરોએ ભેગા મળીને તેને ખાસ ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું. ડૉ. હર્ષને અન્ય વિદ્યાર્થીઓ કરતાં વધુ પડતું કામ સોંપવામાં આવતું હતું અને જાહેરમાં વારંવાર અપમાનિત કરી માનસિક રીતે તોડી પાડવામાં આવ્યા હતા. ડૉ. હર્ષે અગાઉ પિતા સાથે ફોન પર વાતચીતમાં સિનિયરોના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ પોતે મિત્રો સાથે મળીને પરિસ્થિતિ સંભાળી લેશે તેમ કહી પરિવારને આશ્વાસન આપ્યું હતું. સાથી જુનિયર તબીબોની ડીન અને સુપરિન્ટેન્ડેન્ટ સમક્ષ ગંભીર રજૂઆત ઘટના બાદ મૃતક ડૉ. હર્ષના સાથી 7 જુનિયર રેસિડન્ટ ડૉક્ટરોએ મેડિકલ કોલેજના ડીન, સુપરિન્ટેન્ડેન્ટ અને વિભાગીય વડા સમક્ષ સિનિયરોની દાદાગીરીની વિગતો વર્ણવી હતી કે, સિરોલોજી લેબ સહિતના વિભાગોમાં જુનિયર્સને એકથી દોઢ કલાક સુધી ઊભા રાખી બિનજરૂરી ખખડાવવામાં આવતા અને અપશબ્દો બોલી અપમાનિત કરાતા. ઓપીડી અને વોર્ડમાં દર્દીઓ તેમજ અન્ય સહકર્મચારીઓની હાજરીમાં જુનિયર તબીબોનું મોરલ તોડવામાં આવતું હતું. લેબ ટેકનિશિયનોની સ્લાઇડ બનાવવાની કામગીરી અને સફાઈ કર્મચારીઓના કામ પણ જુનિયર રેસિડન્ટ્સ પાસે દબાણપૂર્વક કરાવતા હતા. કોઈ અન્ય નામ જોગ પાણીનો ગ્લાસ મંગાવે તો 'તે જ ગ્લાસ કેમ ન આપ્યો' જેવી બાબતોમાં પણ કનડગત કરવામાં આવતી હતી. પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો પીડિત વિદ્યાર્થીઓના લેખિત નિવેદનો અને પરિવારજનોના આક્ષેપોને આધારે ખટોદરા પોલીસ સ્ટેશનના PIએ તપાસ શરૂ કરી છે. હોસ્ટેલ પરિસર, મેડિકલ કોલેજ સ્ટાફ અને એન્ટિ-રેગિંગ કમિટીના દસ્તાવેજો એકત્ર કરી ચારેય સિનિયર ડૉક્ટરો સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો: રેગિંગ કરનાર 4 ડૉક્ટર સસ્પેન્ડ આ પણ વાંચો: દરવાજો તોડ્યો ને રેસિડેન્ટ ડોક્ટર પંખે લટકતા મળ્યા, સર્જન પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો, 6 મહિના પહેલાં સગાઈ થઈ હતી આ પણ વાંચો: ‘અમે તમારા બોસ, તમે અમારા સ્લેવ’:સુરત સિવિલમાં સૌથી વધુ રેગિંગ ડૉ.દીક્ષિતા કરતી
    Click here to Read More
    Previous Article
    'Explain Vimal Ad In 15 Days': Tukaram Mundhe's Notice To Shah Rukh Khan, Ajay Devgn, Tiger Shroff
    Next Article
    'She Fell From Roof': Border Force Jawan Tells Family After Killing Wife In Punjab

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment