Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા-દાહોદ હાઈવે પર બાઈક, એક્ટિવા-આઈસર ટક્કર:MLA નિમિષાબેન સુથાર મદદે દોડી ગયા, ટ્રિપલ અકસ્માતમાં બાળક સહિત પાંચને ઈજા,108માં સિવિલ ખસેડાયા

    8 hours ago

    ગોધરા-દાહોદ હાઈવે પર આવેલા ગઢ ગામ નજીક એક્ટિવા બાઈક અને આઈસર ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 વર્ષના બાળક અને દંપતી સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાસ્થળેથી પસાર થઈ રહેલા મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને આસપાસના સ્થાનિક લોકો તુરંત મદદ માટે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત મહિલા ભાવનાબેન વિજયકુમાર પટેલની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત ગોધરાથી સાંકલી તરફ જઈ રહેલા એક્ટિવા અને ગોંડલથી દાહોદ તરફ સિમેન્ટ બ્લોક ભરીને જઈ રહેલા આઈસર ટેમ્પો વચ્ચે થયો હતો. અકસ્માતના પગલે હાઈવે પર થોડા સમય માટે વાહનોની લાંબી કતારો સાથે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. ઘટના અંગેની માહિતી મળતાં જ ગોધરા તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક હળવો કરાવી અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં મીઠીખાડી નજીક મગોબમાં જળબંબાકાર:રસ્તાઓ પાણીમાં ગરકાવ, BRTS સ્ટેન્ડ નજીક અડધાથી એક ફૂટ જેટલા પાણી ભરાયા
    Next Article
    Ghar se salon tak: TV news turns ‘investigative’ reporter and language police over CJP protest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment