Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાજપોર મધ્યસ્થ જેલમાં અંડરટ્રાયલ કેદીનું મોત:જેલમાં પરસેવો વળી ગયો અને ઊલટી થઈ, સિવિલના MICUમાં ટૂંકી સારવાર બાદ તબીબોએ મૃત જાહેર કર્યો

    19 hours ago

    સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ કાચા કામના એક કેદીનું નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતાં જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ 32 વર્ષીય જયેશ ઉર્ફે જયલો બાબુ હળપતિની ગત રોજ અચાનક તબિયત બગડી હતી. તેને બેરેકમાં અચાનક જ ગભરામણ થવા સાથે શરીરે પરસેવો વળવા લાગ્યો હતો અને ઊલટીની તકલીફ થતાં હાલત વધુ નાજુક બની હતી. કેદીની તબિયત એકાએક લથડતાં જેલ સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવી ગયો હતો. ગંભીર હાલતમાં સિવિલના MICUમાં દાખલ કરાયો, સારવાર વેળા દમ તોડ્યો કેદીની સ્થિતિ ગંભીર જણાતાં જેલ પ્રશાસન અને પોલીસ દ્વારા જયેશને તાબડતોબ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં કેદીની નાજુક હાલતને જોતાં ફરજ પરના તબીબોએ તેને તાત્કાલિક મેડિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (MICU)માં દાખલ કરી સઘન સારવાર શરૂ કરી હતી. જોકે, તબીબોના તમામ પ્રયાસો છતાં સારવાર દરમિયાન મોડી સાંજે તેણે દમ તોડી દીધો હતો અને ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસ તપાસ શરૂ, પોસ્ટમોર્ટમ બાદ કારણ સ્પષ્ટ થશે કેદીના મોતને પગલે સચીન પોલીસ મથકમાં બનાવ સંદર્ભે એમએલસી (MLC) નોંધાવવામાં આવી છે. પોલીસે નવી સિવિલ હોસ્પિટલ પહોંચી મૃતક કેદીના પંચનામા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડ્યો હતો. 32 વર્ષીય કેદી જયેશનું મોત કયા ચોક્કસ કારણોસર થયું છે, તે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સંબંધિત તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનથી મંગાવેલ લાખોના વિદેશી દારૂ સાથે ઝડપાયો બુટલેગર.:દિવાળીના તહેવાર ટાણે ગણેશનગર વિસ્તારમાંથી પોલીસે રૂ. 4.14 લાખના વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી,રાજસ્થાનથી ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવ્યો હતો દારુ,
    Next Article
    વલસાડમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે બ્રિજ બનાવવા આવેદન:એસ.ટી. ડેપોથી કોર્ટ સુધી બ્રિજની માગ, આડેધડ પાર્કિંગ અને સાંકડા રસ્તા મુખ્ય કારણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment