Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાનથી મંગાવેલ લાખોના વિદેશી દારૂ સાથે ઝડપાયો બુટલેગર.:દિવાળીના તહેવાર ટાણે ગણેશનગર વિસ્તારમાંથી પોલીસે રૂ. 4.14 લાખના વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી,રાજસ્થાનથી ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવ્યો હતો દારુ,

    18 hours ago

    ​દિવાળીના તહેવારો આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અસામાજિક તત્વો અને બુટલેગરો સામે પોલીસ દ્વારા સકંજા વધુ કડક કરવામાં આવ્યો છે. તહેવારોની મોસમમાં શહેરમાં દારૂની હેરાફેરી કે વેચાણ ન થાય તે માટે સતત વોચ રાખવામાં આવી રહી છે, જેને લઈને પોલીસે લાખોના વિદેશી દારૂ સાથે એક બુટલેગરની ધરપકડ કરી છે. ​પોલીસે એક મકાન પર અચાનક દરોડો પાડીને ત્યાંથી વિદેશી દારૂની કુલ 128 બોટલો કબજે કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો સ્થાનિક સ્તરે નહીં પરંતુ છેક રાજસ્થાનથી ટ્રાન્સપોર્ટ મારફતે ગેરકાયદેસર રીતે મંગાવવામાં આવ્યો હતો, જેથી તહેવારો દરમિયાન તેનું વેચાણ કરી શકાય. ​આ મામલે સ્થળ પરથી દારૂનો જથ્થો જપ્ત કરવાની સાથે એક શખ્સની અટકાયત કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પકડાયેલા શખ્સ દ્વારા રાજસ્થાનથી કઈ રીતે અને કોની મદદથી આ જથ્થો મંગાવવામાં આવ્યો હતો તથા આ નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલ છે તે અંગે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ દરોડા દરમિયાન વિદેશી દારૂ અને અન્ય સામગ્રી મળીને કુલ રૂપિયા 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ​આ કેસમાં સેહવાગ ભરતભાઈ મોરી (ઉંમર વર્ષ 20, રહે. જૂનાગઢ, ગણેશનગર, ગાયના ઓટા પાસે રહેતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રાજસ્થાનના ભીલવાડા ગામના અભિષેક મીણાની સંડોવણી સામે આવતા તેને પકડવાના બાકી આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે.દિવાળીના તહેવાર ટાણે જ પોલીસે આ મોટી કાર્યવાહી કરતા બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    'હાય રે ખડગે, હાય રે રાહુલ, કોંગ્રેસ હાય હાય':ગાંધીનગરમાં કોંગ્રેસ કાર્યાલય સુધી રેલી રવાના, ખડગેના પીએમ મોદી પરના નિવેદનથી ભાજપ લાલઘૂમ
    Next Article
    લાજપોર મધ્યસ્થ જેલમાં અંડરટ્રાયલ કેદીનું મોત:જેલમાં પરસેવો વળી ગયો અને ઊલટી થઈ, સિવિલના MICUમાં ટૂંકી સારવાર બાદ તબીબોએ મૃત જાહેર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment