Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાંથી લેબર રિલેશન્સનો આંતરરાષ્ટ્રીય ડિપ્લોમા કોર્સ કરી શકશો:આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન સાથે MGLIનો MoU, ગુજરાતમાં શ્રમિક-માલિક સંબંધોને વૈશ્વિક દિશા

    9 hours ago

    ગુજરાતમાં શ્રમિક-માલિક સંબંધો અને ઔદ્યોગિક શાંતિને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ (MGLI) અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO)ના આંતરરાષ્ટ્રીય તાલીમ કેન્દ્ર (ITC-ILO)ના સંયુક્ત ઉપક્રમે "ડિપ્લોમા પ્રોગ્રામ ઓન લેબર રિલેશન્સ એન્ડ સોશિયલ ડાયલોગ"નો ગાંધીનગર ખાતે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે બંને સંસ્થાઓ વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા, જેના થકી ગુજરાતમાં લેબર રિલેશન્સ ક્ષેત્રે વૈશ્વિક સ્તરની તાલીમ અને સંશોધનને નવી ગતિ મળશે. ILOના ડિરેક્ટર અને MGLIના મહાનિદેશક MoU પર હસ્તાક્ષર કર્યા કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયા વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા, જ્યારે રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. ILOના દક્ષિણ એશિયા અને ભારત કચેરીના ડિરેક્ટર મિચિકો મિયામોટો અને MGLIના મહાનિદેશક પ્રવિણ સોલંકીએ સત્તાવાર MoU પર હસ્તાક્ષર કર્યા હતા. 'મહાત્મા ગાંધીના શ્રમ સન્માનના વિચારોને વૈશ્વિક સ્તરે લઈ જતો પ્રયાસ' શ્રમ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, આ ભાગીદારી માત્ર બે સંસ્થાઓ વચ્ચેનો કરાર નથી, પરંતુ જ્ઞાન, અનુભવ અને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાન-પ્રદાન માટેનું મજબૂત મંચ છે. મહાત્મા ગાંધીના શ્રમ સન્માનના વિચારોને વૈશ્વિક સ્તરે લઈ જતો આ પ્રયાસ 'આત્મનિર્ભર ભારત' અને 'વિકસિત ભારત-2047'ના વિઝનને વધુ મજબૂત બનાવશે. તેમણે જણાવ્યું કે ભારત સરકારની ચાર નવી શ્રમ સંહિતાઓ શ્રમિકોની સામાજિક સુરક્ષા, પારદર્શિતા અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે સંતુલન સ્થાપિત કરે છે. શ્રમિકો રાષ્ટ્ર નિર્માણની સૌથી મોટી શક્તિ છે અને તેઓ વધુ કૌશલ્યયુક્ત બનશે ત્યારે જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. 'શ્રમિકોના હિતોનું વધુ અસરકારક રીતે રક્ષણ થઈ શકશે' મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, આ પ્રકારના આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમોથી ગુજરાતના શ્રમ વિભાગની કાર્યક્ષમતામાં વધારો થશે અને શ્રમિકોના હિતોનું વધુ અસરકારક રીતે રક્ષણ થઈ શકશે. તેમણે અધિકારીઓને ઉદ્યોગો સાથે વધુ સંકલન સાધી યુવાનોને રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરાવવા આહવાન કર્યું. કાર્યક્રમની શરૂઆતમાં MGLIના મહાનિદેશક પ્રવિણ સોલંકીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મિશા વ્યાસે સંસ્થાની સ્થાપના, ઉદ્દેશ્યો અને શ્રમ કલ્યાણ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. ILOના ડિરેક્ટર મિચિકો મિયામોટોએ વિચારો રજૂ કર્યા હતા પ્રાસંગિક સંબોધન સત્રમાં CIIના સ્વાતિ પંજવાણી, ભારતીય મઝદૂર સંઘના રાષ્ટ્રીય પ્રમુખ હિરણ્મય પંડ્યા તેમજ ILOના ડિરેક્ટર મિચિકો મિયામોટોએ શ્રમિક-માલિક સંબંધો અને સોશિયલ ડાયલોગના મહત્વ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ઇટાલીથી ITC-ILOના એસોસિએટ પ્રોગ્રામ ઓફિસર ડેરીન ડુકીએ ડિપ્લોમા કોર્સની શૈક્ષણિક રૂપરેખા રજૂ કરી હતી, જ્યારે ITC-ILOના ડેપ્યુટી ડિરેક્ટર જ્યુસેપ ઝેફોલાએ પણ વર્ચ્યુઅલ માધ્યમથી આ સંયુક્ત પહેલને આવકારી હતી. કાર્યક્રમના અંતે આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સુમન વૈષ્ણવે આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં શ્રમ ક્ષેત્રના અગ્રણીઓ, ઉદ્યોગકારો, અધિકારીઓ અને તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં લાયન્સ-લીઓ ક્લબનો 49મો પદગ્રહણ સમારોહ:નવા હોદ્દેદારોએ સેવાકાર્યો માટે શપથ લીધા
    Next Article
    ​જુલાઈની શરૂઆતમાં ભારે વરસાદની આગાહી:'જૂનાગઢમાં જૂન મહિનામાં 10 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો', 4થી 6 જુલાઈ ગુજરાતમાં મેઘમહેર થશે: ડૉ.ધીમંત વઘાસિયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment