Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોટ્સએપ બાદ હવે ઇન્સ્ટાગ્રામ પર સરકારની લાલ આંખ:બાળ યૌન શોષણવાળી જાહેરાત પર METAને સમન પાઠવ્યું, કહ્યું- 'બાળકો વિરુદ્ધનું કન્ટેન્ટ સહન નહીં થાય'

    1 day ago

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર બાળકોના જાતીય શોષણ સંબંધિત કન્ટેન્ટને પ્રોત્સાહન આપતી જાહેરાતોને લઈને સરકારે પેરેન્ટ કંપની મેટા (Meta)ને સમન્સ પાઠવ્યા છે. મંત્રાલય મેટા પાસેથી આ સમગ્ર મામલે જવાબ માંગશે. સાથે જ એ પણ પૂછવામાં આવશે કે, બાળકોના જાતીય શોષણ સંબંધિત કન્ટેન્ટને પ્રોત્સાહન આપતી જાહેરાતોની દેખરેખ અને રોકથામ માટે કંપનીની શું નીતિઓ અને સુરક્ષા વ્યવસ્થા છે. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મામલાને ગંભીર ગણાવતા કહ્યું કે, 'બાળકોની સુરક્ષા સંબંધિત કોઈપણ પ્રકારના વાંધાજનક કે ગેરકાયદેસર કન્ટેન્ટને કોઈપણ ભોગે સહન કરવામાં આવશે નહીં.' સરકાર આ બાબતની તપાસ કરશે કે ઇન્સ્ટાગ્રામ પર આવી જાહેરાતો કેવી રીતે પ્રસારિત થઈ અને તેમને રોકવા માટે પ્લેટફોર્મ દ્વારા શું પગલાં લેવામાં આવ્યા? કેન્દ્ર સરકારનું માનવું છે કે સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી છે કે, તેઓ તેમના પ્લેટફોર્મ પર ગેરકાયદેસર, વાંધાજનક અને બાળકો વિરુદ્ધના અપરાધ સંબંધિત કન્ટેન્ટને તાત્કાલિક દૂર કરે અને આવા કિસ્સાઓને રોકવા માટે પગલાં ભરે. BBCના એક ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટમાં ખુલાસો, Meta કન્ટેન્ટ સસ્તું વેચી રહ્યું હતું 25 ફેબ્રુઆરી: સરકારે અશ્લીલ કન્ટેન્ટ બતાવવા બદલ 5 OTT પ્લેટફોર્મને બ્લોક કર્યા હતા આ પહેલા સરકારે 5 ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ (OTT) ને બ્લોક કર્યા હતા. આ પ્લેટફોર્મ પર અશ્લીલ અને વાંધાજનક કન્ટેન્ટ બતાવવામાં આવી રહ્યું હતું. જે પ્લેટફોર્મ પર કાર્યવાહી થઈ તેમાં મૂડએક્સવીઆઈપી, કોયલ પ્લેપ્રો, ડિઝી મૂવીપ્લેક્સ, ફીલ અને જુગ્નુનો સમાવેશ થાય છે. સરકારનું કહેવું છે કે, આ પ્લેટફોર્મ પર અશ્લીલ અને વાંધાજનક કન્ટેન્ટ બતાવવામાં આવી રહ્યું હતું. આ કન્ટેન્ટ આઈટી એક્ટ 2000, આઈટી નિયમ 2021, આઈપીસીની કલમ 292 અને મહિલાઓને ખોટી રીતે દર્શાવવા સંબંધિત કાયદાઓનું ઉલ્લંઘન કરતું જણાયું હતું. આ પહેલીવાર નહોતું, જ્યારે સરકારે OTT પ્લેટફોર્મને બ્લોક કર્યા હોય. ગયા વર્ષે જુલાઈમાં Ullu-ALTT સહિત 25 OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ALTT એપ એપ્રિલ 2017માં ફિલ્મ અને ટીવી પ્રોડ્યુસર એકતા કપૂરે લોન્ચ કરી હતી. જ્યારે ULLu એપ IIT કાનપુરથી ગ્રેજ્યુએટ વિભુ અગ્રવાલે 2018માં બનાવી હતી. આ પહેલા માર્ચ 2024માં સરકારે અશ્લીલ કન્ટેન્ટને લઈને 18 OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવ્યો હતો. સાથે જ 19 વેબસાઈટ્સ, 10 એપ્સ અને 57 સોશિયલ મીડિયા હેન્ડલ્સ પણ બ્લોક કરી દીધા હતા. ચાર કાયદા હેઠળ OTT એપ્સ પર પ્રતિબંધ લોકડાઉનમાં ALTT અને Ullu એપના દર્શકો વધ્યા 2020ના લોકડાઉન દરમિયાન જ્યારે OTT પ્લેટફોર્મ્સને પ્રોત્સાહન આપવામાં આવ્યું, ત્યારે ALTT અને Ullu એપ જેવા OTT પ્લેટફોર્મ્સ પર અશ્લીલ કન્ટેન્ટ વધુ પ્રસારિત થવા લાગ્યું. મીડિયા રિપોર્ટ અનુસાર, જુલાઈ 2020માં એક એડલ્ટ કોમેડી શો માટે સૌથી વધુ સ્ટ્રીમિંગ (1.1 કરોડ) એક દિવસમાં ઓનલાઈન OTT પ્લેટફોર્મ MX પ્લેયર પર કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટ અનુસાર, ALTTની મે 2020ની વ્યુઅરશિપમાં 2019ની સરખામણીમાં 60%નો વધારો થયો. 2020માં તેના માસિક સક્રિય યુઝર્સ પણ 21% વધ્યા. આ OTT પર એડલ્ટ કન્ટેન્ટ વધુ છે. ઓનલાઈન કન્ટેન્ટને લઈને સરકારની વર્તમાન ગાઈડલાઈન ભારત સરકારે 2021માં 'ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) રૂલ્સ' બનાવ્યા હતા. તેને 6 એપ્રિલ, 2023ના રોજ અપડેટ કરવામાં આવ્યું. 30 પાનાની ગાઇડલાઇનમાં સોશિયલ મીડિયા, ફિલ્મ અને વેબ સિરીઝ માટેના નિયમો જણાવવામાં આવ્યા છે. પેજ નંબર-28 પર ફિલ્મ, વેબ સિરીઝ અને એન્ટરટેઇનમેન્ટ પ્રોગ્રામ માટે જનરલ ગાઇડલાઇન્સ છે. તેમાં ટાર્ગેટ ઓડિયન્સના આધારે કેટેગરી નક્કી કરવી જરૂરી છે. એ ચેતવણી આપવી પણ જરૂરી છે કે તમે કઈ કન્ટેન્ટ બતાવી રહ્યા છો. ગાઇડલાઇન્સ મુજબ, OTT અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ગ્રીવન્સ ઓફિસર રાખવા પડશે. કન્ટેન્ટ કાયદા મુજબ હોવી જોઈએ. તેમાં સેક્સ ન હોય, એન્ટી નેશનલ ન હોય અને બાળકો-મહિલાઓને નુકસાન પહોંચાડનારું ન હોય. , સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સરકારની કાર્યવાહી સંબંધિત આ સમાચાર પણ વાંચો… યુઝરનેમ ફીચર પર વોટ્સએપ પછી ટેલિગ્રામને નોટિસ:સરકારે પૂછ્યું- આનાથી સાયબર અપરાધોનો ખતરો, રોકવા માટે શું પગલાં લઈ રહ્યા છો દાવો- સરકારે વોટ્સએપને યુઝરનેમ ફીચર રોકવા કહ્યું:મેટાને નોટિસ, 3 દિવસમાં જવાબ માંગ્યો; કહ્યું- ટેલિગ્રામની જેમ ખોટા ઉપયોગની આશંકા વોટ્સએપ પર 'યુઝરનેમ કી' વિના મેસેજ નહીં થાય:સરકારની નોટિસ બાદ કંપનીએ ગાઈડલાઈન જાહેર કરી, નવા ફીચર સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ જાણો
    Click here to Read More
    Previous Article
    સાઈ સુદર્શનની સદી, પડિકલ સાથે 181 રન જોડ્યા:ઈન્ડિયા-Aનું બીજા દિવસે કમબેક, 247/1 રન બનાવ્યા; શ્રીલંકા-Aથી 119 રન પાછળ
    Next Article
    ઓપ્પો રેનો 16 સિરીઝ ભારતમાં લોન્ચ:50MP ટેલિફોટો કેમેરા સાથે 7000mAh બેટરી, દેશમાં પહેલીવાર સ્માર્ટફોનમાં હોલોવર્સ 3D ડિઝાઇન; કિંમત ₹46,999થી શરૂ

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment