Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઈ સુદર્શનની સદી, પડિકલ સાથે 181 રન જોડ્યા:ઈન્ડિયા-Aનું બીજા દિવસે કમબેક, 247/1 રન બનાવ્યા; શ્રીલંકા-Aથી 119 રન પાછળ

    1 day ago

    ઈન્ડિયા-A એ શ્રીલંકા-A સામેની બીજી અનઓફિશિયલ ટેસ્ટમાં કમબેક કર્યું છે. બીજા દિવસની રમત સમાપ્ત થઈ ત્યાં સુધીમાં ઈન્ડિયા-Aએ પહેલી ઇનિંગમાં 1 વિકેટે 247 રન બનાવ્યા છે. સાઈ સુદર્શન 104 અને દેવદત્ત પડિકલ 94 રન બનાવીને અણનમ છે. બંને વચ્ચે બીજી વિકેટ માટે 181 રનની ભાગીદારી થઈ ચૂકી છે. ઈન્ડિયા-A હજુ શ્રીલંકા-Aના પ્રથમ દાવના સ્કોરથી 119 રન પાછળ છે. આ પહેલા ગૉલમાં શ્રીલંકા-Aએ પોતાની પહેલી ઇનિંગ્સમાં 366 રન બનાવ્યા. કેપ્ટન સહાન અરાચિગેએ શાનદાર 127 રનની ઇનિંગ્સ રમી. ઈન્ડિયા-A તરફથી ગુરનૂર બરાર અને સારાંશ જૈને 4-4 વિકેટ લીધી, જ્યારે યશ ઠાકુરને 2 સફળતા મળી. સુદર્શનના બેટિંગની તસવીરો… સુદર્શન-પડિકલે મેચનું પાસું પલટ્યું ઈન્ડિયા-Aની શરૂઆત સારી રહી. અમન મોખાડે અને સાઈ સુદર્શને પ્રથમ વિકેટ માટે 66 રન જોડ્યા. મોખાડે 48 બોલમાં 38 રન બનાવીને કેશરા નુવાંથાનો શિકાર બન્યો. આ પછી સુદર્શને દેવદત્ત પડિકલ સાથે ઇનિંગ્સ સંભાળી. બંને બેટર્સે બીજી વિકેટ માટે 181 રનની અણનમ ભાગીદારી કરી. સાઈ સુદર્શને 13 ચોગ્ગાની મદદથી અણનમ 104 રન બનાવ્યા. દેવદત્ત પડિક્કકલ 11 ચોગ્ગાના સહારે 94 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. કેપ્ટન સહાનની સદીથી શ્રીલંકા-Aએ 366 રન બનાવ્યા આ પહેલા શ્રીલંકા-Aએ પોતાની પ્રથમ ઇનિંગમાં 110 ઓવરમાં 366 રન બનાવ્યા. કેપ્ટન સહાન અરાચિગેએ 127 રનની ઇનિંગ રમી. તેણે 13 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. વિકેટકીપર અંજલા બંડારાએ 42 રન, નુવાનિડુ ફર્નાન્ડોએ 44 રન, પવંથા વીરાસિંઘેએ 39 અને અશેન બંડારાએ 34 રનનું યોગદાન આપ્યું. બરાર-જૈને 4-4 વિકેટ ઝડપી ઈન્ડિયા-A તરફથી ફાસ્ટ બોલર ગુરનૂર બરાર અને સારાંશ જૈન સૌથી સફળ બોલર રહ્યા. બંનેએ 4-4 વિકેટ લીધી. બરારે 77 રન આપીને ચાર વિકેટ લીધી. સારાંશે 92 રન આપીને ચાર બેટર્સને આઉટ કર્યા. યશ ઠાકુરે કરકસરભરી બોલિંગ કરતા 20 ઓવરમાં માત્ર 46 રન આપીને 2 વિકેટ લીધી.
    Click here to Read More
    Previous Article
    The Daily Catch-Up | How India’s temples safeguard devotees’ offerings, and other top news
    Next Article
    વોટ્સએપ બાદ હવે ઇન્સ્ટાગ્રામ પર સરકારની લાલ આંખ:બાળ યૌન શોષણવાળી જાહેરાત પર METAને સમન પાઠવ્યું, કહ્યું- 'બાળકો વિરુદ્ધનું કન્ટેન્ટ સહન નહીં થાય'

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment