Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિ.નો છબરડો, M.Ed. સેમ.2નું પેપર કાઢતા ભૂલાઈ ગયું:155 વિદ્યાર્થીઓની એક કલાક મોડી પરીક્ષા શરૂ થઈ, અલગ અલગ ડીપાર્ટમેન્ટના 51836 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ

    18 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાઓના અંડર ગ્રેજ્યુએશન (UG) અને પોસ્ટ ગ્રેજ્યુએશન (PG) ના કુલ 25 કોર્સની પરીક્ષાઓનો આજ તા. 21 એપ્રિલથી વિધિવત પ્રારંભ થયો છે. રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગરના વિવિધ 125 કેન્દ્રો પરથી 51,836 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં શિસ્તબદ્ધ રીતે જોડાઈ રહ્યા છે. યુનિવર્સિટીનો વધુ એક છબરડો, M.EDનું પેપર કાઢતા જ ભૂલાઈ ગયું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે. આજથી એમ.એડ. સેમેસ્ટર 4ની પરીક્ષાના પ્રારંભે જ પ્રથમ પેપર મોકલતા જ યુનિવર્સિટી ભૂલી ગઈ હતી. જેને કારણે 155 વિદ્યાર્થીઓને હેરાનગતિ ભોગવવી પડી હતી. આજે ટેક્નિકલ એજ્યુકેશન -2 નું પેપર હતું. યુનિવર્સિટી દ્વારા પેપર ઈ મેઈલમાં મોડું મોકલવામાં આવ્યું હતું. જેને લીધે 2.30 વાગ્યાના બદલે 3.30 વાગ્યે પેપર શરૂ થયુ હતુ. જેને કારણે વિદ્યાર્થીઓને પેપર આપવા માટે એક કલાક વધુ આપવામાં આવી હતી. 3.30 વાગ્યે શરૂ થયેલું પેપર 6 વાગ્યે પૂરું થયું હતુ. પરીક્ષાની પારદર્શિતા જાળવવા ચુસ્ત બંદોબસ્ત યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પરીક્ષાની પારદર્શિતા જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 95 પરીક્ષા કેન્દ્રો પર ખાસ ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે તમામ કેન્દ્રો પર CCTV કેમેરાની દેખરેખ હેઠળ સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. B.A.ના 17,948 વિદ્યાર્થીઓ, B.Com.ના 16,595 વિદ્યાર્થીઓ, B.C.A.ના 5,990 વિદ્યાર્થીઓ, B.B.A.ના 5,295 વિદ્યાર્થીઓ, BSCve 1861 અને MAના 1024 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષાઓ 30 એપ્રિલ સુધી ચાલશે. નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે તા. 25, 26 અને 27 એપ્રિલના રોજ ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. ગ્રેજ્યુએશન પછી સરકારી નોકરી મેળવવાની ઈચ્છા વિદ્યાર્થિની રશ્મિ રાવલે જણાવ્યું હતું કે, હું કણસાગરા કોલેજમાં એફ.વાય.બી.કોમ.માં અભ્યાસ કરું છું. વખતે પરીક્ષાની તૈયારી ખૂબ જ સારી થઈ છે ગત વર્ષે ઉનાળુ વેકેશન પછી પરીક્ષા લેવામાં આવી હતી જેને કારણે વેકેશનમાં પરીક્ષાની ચિંતા હતી, પરંતુ આ વર્ષે વેકેશન પૂર્વે પરીક્ષા લેવામાં આવી રહી છે જેથી ખૂબ જ આનંદ સાથે પરીક્ષા આપી રહ્યાં છીએ. ગ્રેજ્યુએશન પછી સરકારી નોકરી મેળવવાની ઈચ્છા છે. વેકેશન પૂર્વે પરીક્ષા યોજાતા ઉત્સાહ અન્ય વિદ્યાર્થિની જાનવી વિરડીયાએ જણાવ્યું હતું કે, હું FY બી.કોમ.માં અભ્યાસ કરું છું. પરીક્ષાની તૈયારી સારી થઈ છે. ગ્રેજ્યુએશન પછી સારી જોબ મેળવવાનું સ્વપ્ન છે. વેકેશન પહેલા પરીક્ષા લેવાઈ રહી છે તે ખૂબ જ સારું છે અને તેનાથી આખું વેકેશન પરીક્ષાની ચિંતા તો ન રહે. કણસાગરા કોલેજના 235 વિદ્યાર્થિની બી.કોમ. સેમેસ્ટર-2 ની પરીક્ષા આપી રહી છે. CCTV અને ચુસ્ત સુપરવિઝન હેઠળ આ પરીક્ષા લેવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ધરમપુરમાં શ્રી રામકૃષ્ણ મંદિરનું ઉદ્ઘાટન અને લોકાર્પણ:સ્વામી નિખિલેશ્વરાનંદએ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા કેન્દ્ર ગણાવ્યું
    Next Article
    રાહી ફાઉન્ડેશને મનોદિવ્યાંગ બાળકોને નાસ્તો કરાવ્યો:પાલડીની લર્નિંગ ક્લિનિક સ્કૂલમાં ઇડલી-સંભારનું ભોજન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment