Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શૂટ સ્પેસ ડિજિટલના કૌભાંડી MD ઉત્પલ પટેલની પત્નીની ધરપકડ:ભૂમિ પટેલ એરપોર્ટ પરથી ઝડપાઈ, સાળો હાથ લાગતા નવા ખુલાસા થશે; ગિફ્ટ સિટીના કરોડોના કૌભાંડમાં SITનો સકંજો

    1 day ago

    ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કાર્યરત 'શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ' કંપની દ્વારા ડેટા સ્ટોરેજ સ્પેસ ભાડે આપવાના નામે આચરેલા કરોડો રૂપિયાના મહાકૌભાંડમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ને મોટી સફળતા મળી છે. SIT દ્વારા ઇસ્યૂ કરાયેલી રેડ કોર્નર નોટિસના આધારે આજે દુબઈથી પરત ફરેલી મુખ્ય સૂત્રધાર ઉત્પલ પટેલની પત્ની ભૂમિ પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત કુટુંબી સાળા અને ક્લાઉડ કંપનીના ડાયરેક્ટર ધ્રુવ ચૌધરીને પણ દબોચી લેવાયો છે. પ્રાથમિક તબક્કે ₹5 કરોડની છેતરપિંડીથી શરૂ થયેલી આ તપાસનો આંકડો ₹300 કરોડ સુધી વિસ્તરેલો હોવાની આશંકા વચ્ચે એએસપી આયુષના નેતૃત્વમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. વાસ્તવિક સર્વર વગર માત્ર મોટું વળતર આપી આચરી ઠગાઈ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગુનાહિત ષડયંત્રનો મુખ્ય ખેલાડી ઉત્પલ રામાભાઈ પટેલ છે. કંપની દ્વારા કોઈ પણ પ્રકારના વાસ્તવિક સર્વર કે ડેટા સ્ટોરેજની ભૌતિક સુવિધા ઊભી કરવામાં આવી નહોતી. કંપની માત્ર રોકાણકારોને મોટું વળતર આપવાની લાલચ આપીને બનાવટી દસ્તાવેજો અને ફેક ઇનવોઇસના આધારે નાણાં પડાવતી હતી. રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે ઉત્પલે લોકોના પૈસે જ સરકારમાં ₹54 કરોડ જેટલો માતબર ટેક્સ ભર્યો હતો, જેથી કોઈને શંકા ન જાય. રોકાણકારો પાસેથી એકત્રિત કરેલી આ રકમને ક્લાઉડ-G ટેકનોલોજી લિમિટેડ અને હેરી હોસ્પિટાલિટી જેવી પોતાની જ અન્ય કંપનીઓમાં ડાયવર્ટ કરવામાં આવી હતી, જેમાં તેણે પત્ની ભૂમિ પટેલને બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે રાખી હતી. દુબઈના વિઝા પુરા થતાં પરત ફરતા જ એરપોર્ટ પર ધરપકડ પોલીસના સકંજાથી બચવા માટે ઉત્પલ અને તેની પત્ની ભૂમિ પટેલ દુબઇ ફરાર થઈ ગયા હતા. જોકે, ગત 27 મેના રોજ તેઓના દુબઈના વિઝા પુરા થઈ ગયા હોવાથી ભૂમિ પટેલ દીકરાના અભ્યાસનું બહાનું ધરીને અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ ઇમિગ્રેશન અને SITની ટીમે તેને ઝડપી લીધી હતી. ભૂમિની ધરપકડ થવાથી હવે મુખ્ય સૂત્રધાર ઉત્પલ પટેલ સુધી પહોંચવાનો અને રોકાણકારોના ડૂબેલા નાણાં ક્યાં છુપાવવામાં આવ્યા છે તેની કડીઓ મેળવવાનો માર્ગ મોકળો બન્યો છે. કોંગ્રેસ પ્રમુખ સહિતના આરોપીઓ રિમાન્ડ પર ગાંધીનગર પોલીસ વડા દ્વારા રચવામાં આવેલી SIT એ આ કૌભાંડમાં અત્યાર સુધીમાં કંપનીના ડિરેક્ટર અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ તેમજ કંપનીના ઝોનલ મેનેજર સચિન પટેલની અગાઉ ધરપકડ કરીને આગામી બીજી જૂન સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આજે પકડાયેલા ક્લાઉડ કંપનીના ડાયરેક્ટર ધ્રુવ ચૌધરીને આવતીકાલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે, જેથી અન્ય રાજ્યોમાં ફેલાયેલા નેટવર્કની પૂછપરછ કરી શકાય. રાજકીય મોટા માથાઓની સંડોવણીની આશંકા હવે પત્ની ભૂમિ પટેલની ધરપકડ બાદ SITની ટીમ આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા મથામણ કરી રહી છે. આ આંતરરાજ્ય કૌભાંડમાં આગામી દિવસોમાં અન્ય કેટલાક રાજકીય મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. શું છે મામલો? 5 મે, 2026ના રોજ શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ટેરાબાઇટ ડેટા સ્પેસમાં રોકાણ કરાવી ઊંચા વળતરની લાલચ આપી કરોડોનો ચૂનો લગાવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતો. રોકાણકારો કંપનીની ઓફિસે ન્યાયની માંગ સાથે ઉમટી પડતા ગિફ્ટ સિટીમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે જાણ થતા ડભોડા પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. ત્યાર બાદ કંપનીના સંચાલકોની શોધખોળ હાથ ધરી કાયદેસરની તપાસ શરૂ કરી છે. ઉત્પલ પટેલે શૂટ સ્પેસ ડિજિટલની ઓળખ ડેટા સેન્ટર ભાડે આપતી કંપની તરીકે આપી. લોકોને લાલચ આપી કે ગિફ્ટ સિટીમાં આવેલી આ કંપનીમાં તમે રૂપિયા રોકો અને તમને TB એટલે કે ટેરાબાઇટમાં સ્ટોરેજ મળશે. આ સ્ટોરેજ વિવિધ કંપનીઓને ભાડે આપવામાં આવશે. એટલે તમને દરમહિને ભાડા પેટે આવક થતી રહેશે. આ રોકાણ માટે ભાડા કરાર પણ કરવામાં આવતા હતા. સરળ ઉદહરણની રીતે સમજીએ તો એક કોમ્લેક્સમાં 100 દુકાનો હોય. તો ઇન્વેસ્ટર પાસેથી દુકાનના નામે રૂપિયા લેવાના અને જે તે દુકાન અન્ય કોઈ વ્યક્તિને ભાડે આપી દેવાની. જે ભાડું મળે એમાં કંપની અને ઇન્વેસ્ટરને આવક થાય. આવી જ ફોર્મ્યૂલા ઉત્પલ પટેલે અપનાવી. શૂટ સ્પેસ ડિજિટલમાં રોકાણ ટેરાબાઇટ પર ચાલતું હતું. એટલે ઓછામાં ઓછું એક ટેરાબાઈટનું રોકાણ કોઈ વ્યક્તિ કરી શકે. જો એક ટેરાબાઈટના નામે GST સહિત 38,940 રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો મહિનાના અંતે ભાડા પેટા 1650 રૂપિયાની આવક થતી. જેમ-જેમ રોકાણ વધે એમ-એમ ભાડાની આવક પણ વધતી જાય.
    Click here to Read More
    Previous Article
    3 સેકન્ડમાં મોતનો હચમચાવતો VIDEO:હિંમતનગરમાં GIDC ફેક્ટરીમાં ધડાકાભેર લિફ્ટ તૂટી માથા પર પડી, કામ કરતો યુવક દબાયો, સાથીઓ દોડ્યા પણ બચાવી ન શક્યા
    Next Article
    PSI હડીયાએ છ રાઉન્ડ ફાયરીંગ કર્યા'તા:રાજકોટમાં બુટલેગરે પોલીસને આઇસર ટ્રક હેઠળ કચડી મારવા કરેલ પ્રયાસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment