Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 સેકન્ડમાં મોતનો હચમચાવતો VIDEO:હિંમતનગરમાં GIDC ફેક્ટરીમાં ધડાકાભેર લિફ્ટ તૂટી માથા પર પડી, કામ કરતો યુવક દબાયો, સાથીઓ દોડ્યા પણ બચાવી ન શક્યા

    1 day ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર GIDC વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. અહીં આવેલી પ્રમુખ ઇન્ડસ્ટ્રીઝમાં ગઈકાલે મોડી સાંજે કામ દરમિયાન અચાનક લિફ્ટ તૂટી પડી હતી. જેથી માત્ર 3 સેકન્ડમાં જ એક શ્રમિક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર દુર્ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. લિફ્ટ સીધી માથા પર પડતાં ઘટનાસ્થળે જ તોડ્યો દમ પ્રાપ્ત વિગતો અનુસાર, ફેક્ટરીમાં રોજબરોજની જેમ કામકાજ ચાલી રહ્યું હતું, ત્યારે શ્રમિક દેવરાજસિંહ પરમાર પોતાનું કામ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક કોઈ કારણોસર લિફ્ટ ધડાકાભેર નીચે તૂટી પડી હતી. કમનસીબે શ્રમિક દેવરાજસિંહ લિફ્ટની બરાબર નીચે આવી ગયા હતા અને લિફ્ટ સીધી તેમના માથાના ભાગે અથડાતાં તેમને ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચી હતી. લિફ્ટ એટલી ઝડપથી અને વજન સાથે પડી હતી કે યુવકને ત્યાંથી હટવાનો એક સેકન્ડનો પણ મોકો મળ્યો ન હતો અને તે લિફ્ટની નીચે જ દબાઈ ગયો હતો. જેથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સાથી શ્રમિકોમાં દોડધામ, પોલીસ તપાસ શરૂ અચાનક બનેલી આ ઘટનાના પગલે કારખાનામાં કામ કરતા અન્ય શ્રમિકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને તાત્કાલિક યુવકને બચાવવા માટે દોડી આવ્યાં હતા, જોકે, યુવકને બચાવી શક્યા ન હતા. કારખાનામાં સામાન્ય દિવસની જેમ જ કામકાજ ચાલી રહ્યું હતું, પરંતુ એક ક્ષણમાં બનેલી આ દુર્ઘટનાએ ત્યાં હાજર અન્ય શ્રમિકોના પણ હોશ ઉડાવી દીધા હતા. આ સમગ્ર મામલે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત (AD) નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સિંહોના ભેદી મોત અને બીમારી બાદ સાસણ લાયન હોસ્પિટલ એલર્ટ:હાઈટેક સાધનો, આધુનિક લેબ અને સ્પેશિયલ હાઇડ્રોલિક વાન સાથે સજ્જ હોવાના દાવા
    Next Article
    શૂટ સ્પેસ ડિજિટલના કૌભાંડી MD ઉત્પલ પટેલની પત્નીની ધરપકડ:ભૂમિ પટેલ એરપોર્ટ પરથી ઝડપાઈ, સાળો હાથ લાગતા નવા ખુલાસા થશે; ગિફ્ટ સિટીના કરોડોના કૌભાંડમાં SITનો સકંજો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment