Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અઠવાલાઇન્સ તાપી વોક-વે પર MD ડ્રગ્સનું નેટવર્ક ઝડપાયું:52 હજારના ડ્રગ્સ સાથે કાપડ વેપારીની ધરપકડ, બારડોલીનો ગુડ્ડુ વોન્ટેડ

    1 day ago

    સુરત શહેર એન્ટી નાર્કોટીક્સ વિંગ યુનિટ-2ની ટીમે અઠવાલાઇન્સ સર્કિટ હાઉસથી હેડક્વાર્ટર તરફ જતા જિલ્લા સેવા સદન પાછળ તાપી કિનારાના વોક-વે નજીકથી એક કાપડ વેપારીને MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી ફરીદુદ્દીન બદરૂદ્દીન પઠાણ (ઉં.વ. 31, રહે. રોશન એપાર્ટમેન્ટ, ગોપીપુરા) પાસેથી ₹52,770 ની કિંમતનું 17.580 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આ મામલે ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તાપી કિનારે બનેલા વોકવે પર યુવા વર્ગમાં ડ્રગ્સનું ચલણ વધ્યું હોવાથી વેપારી ત્યાં નાની પડીકીઓ બનાવી સપ્લાય કરતો હતો. બારડોલીનો 'ગુડ્ડુ' વોન્ટેડ, મુંબઈ કનેક્શન ખુલ્યું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી આ MD ડ્રગ્સનો જથ્થો બારડોલી ખાતે રહેતા ગુડ્ડુ ઉર્ફે ગોલ્ડન શેખ પાસેથી લાવ્યો હતો. આ નેટવર્ક મુંબઈથી ડ્રગ્સ લાવી સુરતના અઠવાલાઇન્સ તાપી કિનારાના વોકવે તેમજ આસપાસના વિસ્તારોમાં વેચાણ કરતું હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે બારડોલીના ગુડ્ડુને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ છે. પોતાના નશાનો ખર્ચ કાઢવા પેડલર બન્યો વેપારી પકડાયેલો આરોપી ફરીદુદ્દીન પઠાણ પરિણીત છે અને પોતાના ભાઈ સાથે કાપડનો વેપાર કરે છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે પોતે પણ MD ડ્રગ્સના નશાની લત ધરાવે છે. પોતાના મોંઘા નશાનો ખર્ચ કાઢવા માટે તેણે ડ્રગ્સનું છૂટક વેચાણ શરૂ કર્યું હતું. ઉમરા પોલીસે આરોપી પાસેથી ₹52,770 નું ડ્રગ્સ, રોકડ રકમ, મોબાઈલ ફોન અને ₹50,000 ની કિંમતની મોપેડ મળી કુલ ₹1.12 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતોની રજૂઆત બાદ તળાવ ઊંડું કરવા ગ્રાન્ટ ફાળવાઈ:વઢવાણના ધારાસભ્યએ રૂ. 10 લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી, 15 વર્ષથી અધૂરી કેનાલના કામનો વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી
    Next Article
    આરોગ્ય વિભાગમાં સાગમટે બદલી-બઢતીના આદેશ:7 અધિકારીઓને બઢતી સાથે નવી જવાબદારી, 3ની સ્વવિનંતીથી બદલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment