Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિફ્ટ સિટીમાં રોકાણના નામે રોકાણકારોને રોવાનો વારો આવ્યો:શૂટ સ્પેસનો MD ઉત્પલ પટેલ પરિવાર સાથે ભૂગર્ભમાં, 32 રોકાણકારોની લેખિત અરજી, બે લોકોએ નિવેદન નોંધાવ્યા

    8 hours ago

    ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં 'શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપની ટેરાબાઇટ ડેટા સ્પેસમાં રોકાણના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી રાતોરાત ઉઠી ગઈ છે. કંપનીના એમડી ઉત્પલ પટેલ એકાએક પરિવાર ભૂગર્ભમાં ઉતરી જતાં ગુજરાત, હરિયાણા અને ગોવા સહિતના સેંકડો રોકાણકારોને રાતા પાણીને રોવાનો વખત આવ્યો છે. આ મામલે ડભોડા પોલીસ મથકે 35 જેટલા ઈન્વેસ્ટરોએ કરોડોની ઠગાઈ અંગે લેખિત-મૌખિક રજૂઆત કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઊંચા વળતરની લાલચ આપી કરોડોનું રોકાણ કરાવ્યું કંપનીએ રોકાણકારોને આકર્ષવા માટે ટેરાબાઇટ ડેટા સ્પેસ ખરીદવાની સ્કીમ અમલમાં મૂકી હતી, જેમાં દર મહિને 5 ટકા જેટલું માતબર વળતર ચૂકવવાનો વાયદો કર્યો હતો. શરૂઆતના તબક્કે સમયસર વળતર આપી રોકાણકારોનો વિશ્વાસ જીત્યા બાદ, લોકોએ પોતાની આજીવનની જમાપુંજી, દાગીના વેચીને કે લોન લઈને કરોડો રૂપિયાનું આંધળું રોકાણ કર્યું હતું. અધિકારીઓ જવાબ ન આપતા રોકાણકારોના માથે આભ તૂટી પડ્યું રોકાણકારોના આક્ષેપ મુજબ કંપનીએ પ્રોફેશનલ કોર્પોરેટ જૂથ જેવી છાપ ઊભી કરવા માટે મોટા પાયે ભૂમિ પૂજન જેવા જાહેર કાર્યક્રમો યોજ્યા હતા. ગિફ્ટ સિટી જેવી જગ્યાએ આલીશાન ઓફિસ હોવાને કારણે રોકાણ માટે લોકોએ કંપનીને ભરોસાપાત્ર માની લીધી હતી. બે મહિનાથી વળતર બંધ થતા અને કંપનીની ઓફિસ પર કોઈ જવાબદાર વ્યક્તિ હાજર ન હોવાથી રોકાણકારોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ પણ વાંચો: મેડિકલ સ્ટોર ચલાવનાર ઉત્પલ પટેલનું ગિફ્ટ સિટીના નામે કરોડોનું ફુલેકું કૌભાંડનો આંકડો 400 કરોડને પાર જવાની ભીતિ પ્રાથમિક અંદાજ મુજબ આ કૌભાંડમાં આશરે 33,000થી વધુ ગ્રાહકો ફસાયા હોવાની શક્યતા છે અને કુલ રકમ 400 કરોડ રૂપિયાને પાર કરી શકે છે. કેટલાક રોકાણકારોએ 5 લાખથી લઈ 3 કરોડ સુધીની રકમ ગુમાવી હોવાની ફરિયાદ ઉઠી છે. પોલીસ દ્વારા રોકાણકારો પાસે જરૂરી પુરાવાઓની માંગ ડભોડા પોલીસ મથકના સૂત્રો મુજબ, હાલ 32 અરજદારોએ લેખિત અરજી આપી છે, જે પૈકી બે લોકોએ જ નિવેદન નોંધાવ્યા છે. એકના 85 લાખ અને બીજાના 45 લાખ આમ બંને રોકાણકારો કુલ 1.30 કરોડ રૂપિયા ફસાયા છે. પોલીસે અન્ય રોકાણકારો પાસે જરૂરી પુરાવાઓની માંગણી કરી છે. કંપનીનો માલિક વિદેશ ભાગી ગયો હોવાની પણ ચર્ચાઓ છે. હાલ પોલીસે પુરાવા એકઠા કરી કાયદેસરનો ગુનો દાખલ કરવાની તૈયારી દર્શાવી છે. ઝૂમ મિટિંગમાં 312 કરોડના ટર્ન ઓવરનો દાવો કર્યો હતો આ મામલે એક ઇન્વેસ્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે ઓન કેમેરા સામે આવવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, ઉત્પલ પટેલે ભૂતકાળમાં ઝૂમ મિટિંગ કરીને 312 કરોડનું ટર્ન ઓવર થયું હોવાનો દાવો કરી બે મહિનામાં પૈસા ચૂકવી દેવાની બાહેંધરી આપી હતી. યુદ્ધના કારણે પૈસા અટકી ગયા હોવાનું કારણ આપ્યું હતું. આ પણ વાંચો: મહિને 5% રિટર્નની લાલચમાં 33 હજાર રોકાણકારોના નાણાં ડૂબ્યાની આશંકા જોકે, સમય વીતી ગયો પછી પણ પૈસા ન મળતા બધાની ધીરજ ખૂટી ગઈ છે. કંપનીને પણ તાળા વાગી ગયા છે. મેં પોતે 15 ટેરા બાઈટમાં રોકાણ કર્યું છે. અમે બધા ભેગા મળીને મીડિયા સમક્ષ આવીશું. જો કંપની પૈસા ચૂકવી આપે તો કશું કરવાની જરૂર નથી. પોલીસે ગુનો દાખલ કરવાની તૈયારી દર્શાવી ઉચ્ચ કક્ષાએથી આ મામલે ઝીણવટપૂર્વક તપાસના આદેશો મળતા જ પોલીસે મજબૂત પૂરતા પુરાવા એકઠા કરી આગામી દિવસોમાં ગુનો દાખલ કરવાની પણ તૈયારી દર્શાવી છે. હવે જોવું રહ્યું કે, પોલીસ સ્ટેશન પહોંચેલા ભોગ બનેલા ઇન્વેસ્ટરો પૈકી કેટલા લોકો પોલીસ તપાસમાં ખુલીને સહયોગ આપે છે.
    Click here to Read More
    Previous Article
    'હવે પછી ક્યારેય રીલ નહીં બનાવું, લુખ્ખાગીરી નહીં કરું':SOGએ સુરતના ડ્રગ માફિયા શિવા ઝાલાના સીન-સપાટા ઉતાર્યા, કાન પકડાવી માફી મંગાવી
    Next Article
    Gujarati Fatafat News LIVE | ગુજરાતના સૌથી મોટા સમાચાર | Weather Updates | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment