Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાણીલીમડામાં ભાડે મકાન રાખી MD ડ્રગ્સ વેચતો:ક્રાઈમ બ્રાન્ચે 14 લાખના ડ્રગ્સ સાથે પેડલરને ઝડપી પાડ્યો, રાજસ્થાનના સપ્લાયર પાસેથી જથ્થો મંગાવતો

    2 days ago

    અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાણીલીમડામાં ભાડે મકાન રાખી એમડી ડ્રગ્સનો વેપાર કરતો પેડલરને ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે 14 લાખના 468.640 ગ્રામ ડ્રગ્સ સાથે પેડલરને ઝડપી લીધો છે. રાજસ્થાનનો સપ્લાયર લાલાખાન અમદાવાદના નોમાનને ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલના એક ગુનામાં વોન્ટેડ નોમાન આખરે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલના ગુનામાં વોન્ટેડ હોવા છતાં તે સ્થાનિક વિસ્તારમાં બેખૌફ ડ્રગ્સ વેચતો હતો. પોલીસને 468.640 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ નીખિલ બ્રહ્મભટ્ટની ટીમને બાતમી મળી હતી કે, જુહાપુરાનો નોમાન શેખ દાણીલીમડામાં ભાડે મકાન રાખીને બેખૌફ ડ્રગ્સ વેચી રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે તરત જ પંચને સાથે રાખી દાણીલીમડા બેરલ માર્કેટ ખાતેના અલ ફલાહ એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા હતા. જ્યાં ફ્લેટમાંથી નોમાન હબીબમિયા શેખ (રહે. સંકલિતનગર, જુહાપુરા) ઝડપાયો હતો. પોલીસે તેની તપાસ કરતાં તેની પાસેથી 14 લાખ રૂપિયાનો 468.640 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. રાજસ્થાનના સપ્લાયર પાસેથી ડ્રગ્સ મંગાવ્યું પોલીસે આ ડ્રગ્સ કબજે લઈ નોમાનની ધરપકડ કરી પૂછપરછ કરતાં તે આ જથ્થો રાજસ્થાનના સપ્લાયર લાલાખાન પાસેથી મંગાવતો હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત તે કોને ડ્રગ્સ આપતો હતો તેની તપાસ ચાલી રહી છે.નોમાન સ્ટેટ મોનિટરિંગ સેલના એક એનડીપીએસ કેસમાં વોન્ટેડ હતો.
    Click here to Read More
    Previous Article
    Editor's View : કૈલાસ માનસરોવર યાત્રામાં વિઘ્ન:નેપાળ આડું ફાટ્યું, લિપુલેખના રસ્તા માટે બાલેનનો બફાટ, ભારતે જડબાતોડ જવાબ આપ્યો, જાણો વિવાદની અસલી કહાની
    Next Article
    રખડતા શ્વાનોનો આતંક:વર્ધમાનનગરમાં રાહદારીઓની પાછળ દોડતા શ્વાનોનો વીડિયો સામે આવ્યો, સ્થાનિકોમાં ભારે ફફડાટનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment