Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: જેન-ઝીનો વિદ્રોહ આગ બની ભભૂક્યો:આ 'એજ ગેપ'નું વાવાઝોડું સરકારોને ઉખેડીને ફેંકી શકે, ભલભલા નેતાઓ એક ફેક્ટર સમજવામાં થાપ ખાઇ ગયા

    10 hours ago

    શું તમને ખબર છે કે તમારા ભવિષ્યનો ફેંસલો કોણ કરી રહ્યું છે? દેશના 60 ટકા યુવાનોનું ભવિષ્ય એવા લોકોના હાથમાં છે જેમને કદાચ ઈન્સ્ટાગ્રામ રીલ બનાવતા પણ નથી આવડતું, તો? ચાલો આજે મોટા સસ્પેન્સ પરથી પડદો ઉઠાવવીએ કે કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન તો સમેટાઇ ગયું, પણ યુવાઓના આક્રોશની આગ હજુ ઠરી નથી. દેશમાં આવું કેમ થઇ રહ્યું છે? નમસ્કાર... વર્ષ 2011થી 2014 નો એ સમયગાળો યાદ કરો. આખા દેશમાં ‘ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન’ની આંધી હતી. એ વખતે દેશે નવી આશા સાથે એક નવી વ્યવસ્થાને સત્તાનું સુકાન સોંપ્યું. પણ આજે, 2026માં ફરી એકવાર એવી જ પરિસ્થિતિ સામે આવી છે. પણ આ વખતે ભ્રષ્ટાચારની વ્યાખ્યા બદલાઈ ગઈ છે, અને મેદાન પણ. હવે યુવાનો રસ્તા પર લાઠીઓ ખાવાને બદલે સ્માર્ટફોનથી સિસ્ટમ સામે બંડ પોકારી રહ્યા છે. કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન ભલે અત્યારે સમેટાઇ ગયું હોય, પણ યુવાઓના આક્રોશની આગ હજુ ઠરી નથી. દેશમાં આવું કેમ થઇ રહ્યું છે? સત્તા અને યુવાનો વચ્ચેનો મોટો ખાડો છેલ્લા ઘણા દિવસથી આપણે એક જ વાત કરી રહ્યા છીએ કે, સરકાર કેમ યુવાઓ સાથે સીધી વાત કરતી નથી? આજે તેનું એક બહુ જ રસપ્રદ કારણ સમજીએ. દિલ્હીમાં બેઠેલી વર્તમાન સરકારમાં 70થી વધુ મંત્રીઓ છે. આ મંત્રીઓની સરેરાશ ઉંમર કેટલી છે ખબર છે? 60 વર્ષ! બીજી બાજુ, સરકાર સામે વિદ્રોહ કરનાર યુવાનો 30 વર્ષથી નીચેના છે. દેશમાં આજે 35 વર્ષથી નાના યુવાનોની વસતી લગભગ 60 ટકા છે. પણ દેશ ચલાવતી સરકારમાં આ યુવા પેઢીનો અવાજ બની શકે તેવો કોઈ મંત્રી જ નથી. સાંસદો ઉંમરલાયક, યુવાનો બેરોજગાર મંત્રીઓ તો ઠીક, સાંસદોની હાલત પણ આવી જ છે. ડખાનું મૂળ જ આ એજ ગેપ છે. સત્તાધીશો અને આજની યુવા પેઢી વચ્ચે વિચારોનું જબરદસ્ત અંતર આવી ગયું છે. ડિજિટલ તાકાત: એક નવી તક આ એક મોટી સમસ્યા છે, પણ આમાં જ એક બહુ મોટી તક પણ છુપાયેલી છે. તમિલનાડુ તેનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે. ત્યાં માત્ર ઇન્સ્ટાગ્રામમાં કેમ્પેઈન કરીને અને યુવાનોની નાડ પારખીને થલાપતિ વિજય મુખ્યમંત્રી બની ગયા. આ ઈન્સ્ટાગ્રામ કોણ વાપરે છે? આજની જેનઝી પેઢી. આ યુવાનો પાસે હવે એવી ડિજિટલ તાકાત આવી ગઈ છે, જે કોઈ પણ મોટી સત્તાને ઘૂંટણિયે લાવી શકે છે. વોટ્સએપથી લઈને ઈન્સ્ટા સુધીની સફર એક સમય હતો જ્યારે સત્તાધારી પક્ષના આઈટી સેલનો દબદબો હતો. 2007માં ભાજપનું IT સેલ બન્યું ત્યારે વેબસાઇટનો જમાનો હતો અને 2009માં વોટ્સએપ આવ્યું. જાણીતા પત્રકાર સ્વાતિ ચતુર્વેદીએ તેમના પુસ્તક આઈ એમ અ ટ્રોલમાં ભાજપના આ આખી સિસ્ટમ સમજાવી છે. એક ઓર્ગેનાઈઝ્ડ નેટવર્ક, વોટ્સએપ ગ્રુપ, રોજના ટાર્ગેટ, કયા મુદ્દા ટ્રેન્ડ કરાવવા, બળાત્કારની ધમકીઓ આપવી કે ટાર્ગેટ ટ્રોલિંગ કેમ કરવું. પણ, એ વોટ્સએપ-ટ્વીટરના યુનિવર્સનો જમાનો હવે ગયો! આજની પેઢી વોટ્સએપના લાંબા મેસેજ વાંચતી નથી. તેઓ ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ, મીમ્સ અને ડાર્ક હ્યુમરથી સત્તાને સવાલો પૂછે છે. આઈટી સેલ પાસે વોટ્સએપ કંટ્રોલ કરવાની ફોજ હશે, પણ ઇન્સ્ટાગ્રામના આ ઓર્ગેનિક આક્રોશ સામે તેમના ફ્યૂઝ ઊડી ગયા છે. સમયની માંગ: ડિજિટલ મંત્રી જ્યારે લડાઈનું મેદાન બદલાઈ ચૂક્યું છે, ત્યારે દેશને હવે એક એવા ડિજિટલ મંત્રીની જરૂર છે, જે આ આધુનિક યુવાઓની ભાષા સમજી શકે અને સરકારને પણ સમજાવી શકે. પણ સૌથી મોટો સવાલ એ છે કે, જે યુવાનો થોડા વર્ષો પહેલા સરકારના સમર્થનમાં હિંદુત્વના નારા લગાવતા હતા, તેમનામાં અચાનક આટલો બધો આક્રોશ ક્યાંથી આવ્યો? આ આક્રોશનું સૌથી મોટું કારણ માત્ર રાજકીય નથી, પણ સીધું તેમના પેટ અને ભવિષ્ય સાથે જોડાયેલું છે. અને એ છે બેરોજગારી! નોકરીઓમાં સેલેરી ગ્રોથ બિલકુલ નથી, અને ઉપરથી AIનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે કે ક્યાંક નોકરી છીનવાઈ ન જાય. આટલા મોટા આર્થિક ટેન્શન વચ્ચે કોઈ પણ મોટો નેતા તેમની સાથે સીધી વાત કરવા તૈયાર નથી. આંકડા જે ભલભલાને ડરાવી દેશે આજે યુવાનોનો આક્રોશ અચાનક નથી ફૂટ્યો. આની પાછળ એક ભયાનક વાસ્તવિકતા છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનો નવો રિપોર્ટ આવ્યો છે, જેના આંકડા સીધા તમારા ભવિષ્ય સાથે જોડાયેલા છે: આનો સીધો અર્થ શું? તમે જેટલું વધુ ભણો છો, એટલું બેરોજગાર રહેવાનું જોખમ નવ ગણું વધી જાય છે! અર્થશાસ્ત્રીઓ આને શૈક્ષણિક ફુગાવો કહે છે, જ્યાં ડિગ્રીઓ ખાલી કાગળના ટુકડા બની ગઈ છે. અહંકાર કચરાપેટીમાં નાખો: સંઘનો મેસેજ જ્યારે યુવાનોનો ગુસ્સો ભડક્યો, ત્યારે સરકારે તો શરૂઆતમાં ચૂપકીદી સાધી લીધી. પણ સત્તાની માતૃસંસ્થા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ડેમેજ કંટ્રોલ માટે મેદાનમાં આવ્યું. ગઈકાલે જ સંઘ પ્રમુખ મોહન ભાગવતે મુંબઈમાં 2 હજાર જેટલા જેનઝી યુવાનો સાથે ખુલ્લો અને સીધો સંવાદ કર્યો. તેમણે બહુ મોટી વાત કહી કે, આ માત્ર યુવાનોના વખાણ નહોતા. બીટવિન ધ લાઈન્સ સમજો. મોહન ભાગવતે આ નિવેદન આપીને સીધો દિલ્હીમાં બેઠેલી સરકારને કડક મેસેજ આપ્યો છે. મેસેજ એ છે કે, તમારો અહંકાર કચરા પેટીમાં નાખી દો અને દેશની ભાવિ પેઢી સાથે સીધી વાત કરો. જ્યાં સુધી તમે તેમની સમસ્યાઓ નહીં સાંભળો, ત્યાં સુધી આ આક્રોશ શાંત નહીં થાય. હવે આ બખેડો આખો કેમ થયો તેના મૂળમાં જઈએ. મે 2026નો સમય હતો. સુપ્રીમ કોર્ટમાં એક ખૂબ જ મહત્વની સુનાવણી ચાલી રહી હતી. એ સમયે કથિત રીતે બેરોજગાર યુવાનો અને સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવતા લોકો માટે કોકરોચ અને સમાજના પરોપજીવી એવો કડક શબ્દપ્રયોગ થયો. અને એ પણ દેશના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ્ટ સૂર્યકાંતે કહ્યું. ભલે પછીથી આ અંગે કાયદાકીય સ્પષ્ટતાઓ થઈ, પણ આ શબ્દોએ નિરાશ બેરોજગારોના અહંકાર પર સીધો ઘા કર્યો. અમેરિકામાં બેઠેલા અભિજીત દીપકે નામના એક ભારતીય યુવાને તાત્કાલિક ઈન્સ્ટાગ્રામ પર કોકરોચ જનતા પાર્ટી નામે એક પેજ બનાવ્યું. રાતોરાત બે કરોડ યુવાનો આમાં જોડાયા! આ કોઈ રસ્તા પરનું હિંસક આંદોલન નહોતું, આ સ્માર્ટફોન પર રચાયેલો એક બુદ્ધિશાળી બળવો હતો. સંઘનો બદલાયેલો અને આધુનિક ચહેરો એક તરફ સરકારે કાયદો બદલ્યો, તો બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પોતાનો આખો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો! ગઈકાલે આપણે જોયું કે તેમણે યુવાનોના ગુસ્સાને વાજબી ગણાવ્યો. પણ મુંબઈના એ સંવાદમાં તેમણે સામાજિક મુદ્દાઓ પર જે કહ્યું, તેણે જૂનવાણી રૂઢિચુસ્તોની ઊંઘ ઉડાડી દીધી છે. મહિલાઓ વિશે તેમણે સ્પષ્ટ કહ્યું કે તેમને માત્ર રસોડા પૂરતી સીમિત રાખવી એ બહુ જૂનો અને કાલગ્રસ્ત વિચાર છે. ઘરની જવાબદારી પુરુષોએ પણ સમાન રીતે ઉપાડવી જ પડશે. સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે તેમણે LGBTQ+ સમુદાય વિશે વાત કરી. ભાગવતે ખુલ્લા મને સ્વીકાર્યું કે આ સમુદાય આપણા જ સમાજનો હિસ્સો છે. તેમને હીન દ્રષ્ટિથી ન જોવા જોઈએ. તેમણે સમલૈંગિક જોડીઓ સન્માનપૂર્વક સાથે રહી શકે તે માટે કાનૂની માળખું બનાવવાની મોટી વકીલાત કરી છે. તેમનું કહેવું હતું કે વિવાહની સિસ્ટમ છે તે રીતે આ સમુદાય માટે પહેલા સિસ્ટમ બને પછી કંઈ થઈ શકે બાકી અત્યારે જ કંઈ થાય તો પૂરી સિસ્ટમ હલી જશે. અનામત પર જમીની હકીકત અને વિદેશ નીતિ સામાજિક ન્યાય અને અનામત પર પણ તેમણે એક પ્રેક્ટિકલ વાત કરી. તેમણે અનામતના સબ-કેટેગરાઇઝેશનને પૂરો ટેકો આપ્યો. મતલબ કે, જે પરિવારે અનામતનો લાભ લઈને પ્રગતિ કરી લીધી છે, તેમણે સામે ચાલીને પોતાની અનામત છોડી દેવી જોઈએ. જેથી સમાજના એવા છેવાડાના ગરીબ માણસને લાભ મળે જેને ખરેખર જરૂર છે. વિદેશ નીતિ પર પણ તેમણે યુવાનોને વાસ્તવિકતા બતાવી. પાકિસ્તાન કે ચીન સાથે સંબંધો તોડી શકાય, પણ કાયમી દુશ્મનાવટ એ કોઈ અંતિમ ઉકેલ નથી. એક સાચા નેતાએ લાંબા ગાળાના સંબંધો વિશે વિચારવું જ પડે છે. સંઘના આ બદલાયેલા આધુનિક વિચારો અને સરકારના કડક કાયદાઓ એક સારી શરૂઆત ચોક્કસ છે. પણ શું માત્ર કાયદા બનાવવાથી દેશમાંથી બેરોજગારી ખતમ થઈ જશે? માત્ર કાયદા નહીં, માળખાગત ક્રાંતિ જોઈએ! કલ્પના કરો... પેપર લીક રોકવાનો કાયદો બની ગયો. સંઘ પ્રમુખે યુવાનોના પક્ષમાં મીઠી વાતો પણ કરી લીધી. પણ શું તેનાથી આવતીકાલથી જ તમારા બેંક ખાતામાં પગાર જમા થવાનો શરૂ થઈ જશે? શું દેશમાંથી રાતોરાત બેરોજગારી ગાયબ થઈ જશે? બિલકુલ નહીં! અત્યારે ભારતનું શાસન મોડેલ અને સામાજિક માળખું એક એવા ઐતિહાસિક અને નિર્ણાયક વળાંક પર ઉભું છે, જ્યાં માત્ર વાતોથી કોઈનું પેટ ભરાવવાનું નથી. દેશના ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે કે આપણી યુવા શક્તિને ખરા અર્થમાં યુથ ડિવિડન્ડમાં ફેરવવી હશે, તો કેટલાક અત્યંત કઠોર નિર્ણયો લેવા જ પડશે. અર્થશાસ્ત્રીઓ અને નીતિ ઘડવૈયાઓ દેશને બચાવવા માટે કયા મોટા સુધારાઓ સૂચવી રહ્યા છે? ચાલો તેને સમજીએ. 5 મોટા નીતિગત સુધારા આ પાંચ સુધારાઓ એવા છે જે તમારા અને આવનારી પેઢીના ભવિષ્યનો પાયો નાખશે: ટોચના ભ્રષ્ટાચારને ખતમ કર્યા વિના કોઈ ઉદ્ધાર નથી પણ આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે ટોચના લેવલનો ભ્રષ્ટાચાર અટકશે. ભારતના રાજકીય બાબતોના વૈજ્ઞાનિક પ્રતાપ ભાનુ મહેતાનું એનાલિસિસ કહે છે કે, જ્યાં સુધી દિલ્હીમાં બેસીને માત્ર ગણ્યા-ગાંઠ્યા માનીતા ઉદ્યોગપતિઓની મોનોપોલી ઊભી કરવામાં આવશે, ત્યાં સુધી સિસ્ટમ પરનો વિશ્વાસ ક્યારેય પાછો નહીં ફરે. નીતિ નિર્માણમાં જવાબદારી સુનિશ્ચિત કરવી જ પડશે. નાના વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સને શ્વાસ લેવાની જગ્યા આપવી પડશે. જો નાના ઉદ્યોગો મરી જશે, તો નવી નોકરીઓ આકાશમાંથી તો પડવાની નથી! બીજી બાજુ, પરીક્ષાઓ લેવા માટે માત્ર કડક કાયદાઓ પૂરતા નથી. NTA જેવી સંસ્થાઓમાં ઝીરો-ટ્રસ્ટ આર્કિટેક્ચર અને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ડિજિટલ ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવો જ પડશે. તો જ લાખો સામાન્ય વિદ્યાર્થીઓનો સિસ્ટમ પર ભરોસો બેસશે. અને છેલ્લે... તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એક જેનઝી આંદોલન 1942માં પણ થયું હતું. જ્યારે ગાંધીજી સહિતના નેતાઓને જેલમાં પૂરી દેવાયા હતા ત્યારે સ્વતંત્રતાની ચળવળ જુવાનિયાઓએ સંભાળી હતી. આ સમયે જબલપુરમાં 10મુ ધોરણ ભણતા ગુલાબ સિંહ નામના જુવાને હસતાં-હસતાં અંગ્રેજોની ગોળી પોતાની છાતી પર ખાઈ શહીદી વહોરી હતી. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર! (રિસર્ચ: સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    મોરવા હડફ કોલેજમાં 300 કિશોરીઓને હાઇજિન કીટ અપાઈ:મહિલા કલ્યાણ દિવસ ઉજવાયો; નારી સશક્તિકરણ, મહિલા સુરક્ષા, કાનૂની અધિકારોનું માર્ગદર્શન અપાયું
    Next Article
    Surat News | સુરતમાં ભાજપ નેતાની FB પોસ્ટથી ખળભળાટ | BJP Leader | Post | Controversy | Gujarati News

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment