Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીકરીના MBBSમાં પ્રવેશના બહાને આચાર્ય સાથે ₹22 લાખની ઠગાઈ:બી.જે. મેડિકલ કોલેજનો નકલી એલોટમેન્ટ લેટર આપી ગઠિયાઓએ પૈસા પડાવ્યાં

    10 hours ago

    અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા અને સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા 46 વર્ષીય આધેડ સાથે સાયબર ગઠિયાઓએ તેમની દીકરીને સરકારી મેડિકલ કોલેજમાં MBBSમાં પ્રવેશ અપાવવાની લાલચ આપી ₹22.75 લાખ પડાવી લીધા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. દીકરીએ ધોરણ 12 સાયન્સ અને NEETની પરીક્ષા પાસ કર્યા બાદ સોશિયલ મીડિયા પર એડમિશન અંગેની જાહેરાત જોઈ હતી, જેની પિતાને જાણ કરી હતી. ₹30 લાખનો ખર્ચ બતાવી અલગ અલગ ફીના નામે રકમ પડાવી આ જાહેરાતના આધારે આચાર્યએ સંપર્ક કરતાં ગઠિયાઓએ નકલી કન્સલ્ટન્સીના માલિક અને કર્મચારી બનીને આચાર્યનો વિશ્વાસ જીત્યો હતો. ગઠિયાઓએ સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવવા માટે કુલ ₹30 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ એડમિશન પ્રક્રિયા અને વિવિધ ફીના બહાના હેઠળ લગભગ બે મહિના દરમિયાન ટુકડે-ટુકડે કુલ ₹22.75 લાખ પડાવી લીધા હતા. બી.જે. મેડિકલ કોલેજમાં એલોટમેન્ટ લેટર બોગસ નીકળ્યો નાણાં મેળવ્યા બાદ ગઠિયાઓએ આચાર્યને એક એલોટમેન્ટ લેટર આપ્યો હતો. આચાર્યએ જ્યારે અમદાવાદ સ્થિત બી.જે. મેડિકલ કોલેજમાં જઈને આ લેટરની ખરાઈ કરી ત્યારે તે નકલી હોવાનું બહાર આવ્યું હતું. પોતાની સાથે ભારે ઠગાઈ થઈ હોવાનું માલૂમ પડતાં આચાર્યએ તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. થલતેજમાં ડિજિટલ સેવાના પોર્ટલમાંથી ₹17.45 લાખની ઓનલાઈન ચોરી જુહાપુરાના રહીશ શાહિદ મીરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ થલતેજ ખાતે ભાગીદાર સાથે મળીને મોબાઈલ અને DTH રિચાર્જ સહિતની ડિજિટલ સેવાઓ પૂરી પાડે છે. તાજેતરમાં હિસાબ મિલાવતી વખતે જાણવા મળ્યું હતું કે કંપનીના વોલેટમાંથી કરાયેલા રિચાર્જ સામે રકમ પરત જમા થઈ નહોતી. વધુ તપાસમાં કોઈ અજાણ્યા શખસે અનાધિકૃત રીતે સિસ્ટમ લોગીન કરીને ₹17.45 લાખના કુલ 496 ફેક ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું સામે આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    જંતર-મંતર પર પ્રદર્શનકારીઓનું એકઠા થવાનું શરૂ, ઘણા કસ્ટડીમાં:રસ્તાઓ પર ખીલા લગાવવામાં આવ્યા; દીપકે મુંબઈથી દિલ્હી જવા રવાના, કહ્યું- મોદીએ હાર સ્વીકારી લીધી
    Next Article
    વેરાવળ–પાટણમાં દર મહિને 250થી 300 ડોગ બાઈટના કેસ:રખડતા શ્વાનના ટોળાંથી બાળકો ડરે છે, નગરપાલિકા કામચલાઉ શેલ્ટરની વિચારણામાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment