Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ–પાટણમાં દર મહિને 250થી 300 ડોગ બાઈટના કેસ:રખડતા શ્વાનના ટોળાંથી બાળકો ડરે છે, નગરપાલિકા કામચલાઉ શેલ્ટરની વિચારણામાં

    11 घंटे पहले

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ–પાટણ જોડિયા શહેરમાં રખડતાં શ્વાનનો વધતો ત્રાસ હવે નાગરિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરી રહ્યો છે. શેરીઓમાં ટોળાંમાં ફરતાં શ્વાન, બાળકોને કરડવાનો ભય અને વારંવારની ફરિયાદો વચ્ચે નાગરિકો ત્રસ્ત બન્યા છે. બીજી તરફ, સમસ્યાના કાયમી ઉકેલની રાહ જોતા લોકો વચ્ચે નગરપાલિકા હાલ ટેમ્પરરી ડોગ શેલ્ટર બનાવવાની વિચારણા કરી રહી હોવાનું જણાવે છે. સવાલ એ છે કે નાગરિકોને રાહત આપવા માટેની વ્યવસ્થા કાગળ પરની વિચારણામાંથી બહાર ક્યારે આવશે? 10થી 15 શ્વાનનાં ટોળાં, બાળકોની સુરક્ષા સામે સવાલ પ્રભાસ પાટણની સાહીન કોલોની અને લખાતવાડી વિસ્તારમાં રહેતા મેદાસીન મુસાભાઈના જણાવ્યા મુજબ, વિસ્તારમાં 10થી 15 શ્વાનનાં ટોળાં ફરી રહ્યાં છે. કેટલાક શ્વાન આક્રમક બની જતાં લોકોમાં ભયનો માહોલ છે. બાળકો શેરીમાં રમવા માટે બહાર નીકળતાં પણ વાલીઓને ચિંતા સતાવે છે. શાળાએ જતાં બાળકોને શ્વાનથી બચાવવા વાલીઓએ સાથે જવાની ફરજ પડતી હોવાની ફરિયાદ પણ તેમણે કરી હતી. મુસાભાઈનો આક્ષેપ છે કે, નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં અસરકારક ઉકેલ આવ્યો નથી. પાલિકાની ટીમ આવે ત્યારે એકાદ શ્વાન પકડીને જતી રહે છે, પરંતુ બાકીના શ્વાન ત્યાં જ રહેતા હોવાથી સમસ્યા યથાવત્ રહે છે. શ્વાનની ગંદકીથી રહેવાસીઓને રોજ સફાઈ કરવાની પણ મુશ્કેલી પડે છે. ઘાચીવાડાથી શાળાઓ સુધી ભયનો માહોલ પ્રભાસ પાટણના ઘાંચીવાડા મોટા ફળિયાના રહેવાસી ઝુબેર કાસમ થોબતે પણ શ્વાનના ત્રાસ અંગે રજૂઆત કરી છે. તેમના જણાવ્યા મુજબ, કન્યાશાળા, આલ્ફા સ્કૂલ, ચોગાન ચોક, આસીચોરો અને ચોપટા શેરી સહિતના વિસ્તારોમાં શ્વાનની સંખ્યા વધી છે. શ્વાનનાં ટોળાંને કારણે બાળકોને બહાર મોકલવામાં પણ ડર લાગે છે. સ્થાનિકોના દાવા મુજબ, રોજ એકથી ચાર જેટલા શ્વાન કરડવાના બનાવો બને છે. દર મહિને 250થી 300 ડોગ બાઈટના કેસની માહિતી વેરાવળ–પાટણમાં દર મહિને અંદાજે 250થી 300 ડોગ બાઈટના કેસ નોંધાતા હોવાની માહિતી સામે આવી છે. પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને વેરાવળ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં શ્વાન કરડવાના કિસ્સામાં હડકવા વિરોધી રસી આપવામાં આવે છે. જોકે, આ આંકડાની સત્તાવાર પુષ્ટિ જરૂરી છે. શ્વાન કરડવાની ઘટનાઓ અંગેની ફરિયાદો નાગરિકોની ચિંતા વધારી રહી છે. પાલિકાનું આયોજન ક્યારે અમલમાં આવશે? વેરાવળ–પાટણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન વ્યાસના જણાવ્યા મુજબ, રખડતાં શ્વાન અને પશુઓ માટે સરકાર દ્વારા જગ્યા ફાળવવાની કાર્યવાહી પ્રગતિમાં છે. જગ્યા ફાળવાયા બાદ એનિમલ હોસ્ટેલ અને એબીસી (એનિમલ બર્થ કંટ્રોલ)ના નિયમો મુજબ ડોગ શેલ્ટર બનાવવાની કાર્યવાહી હાથ ધરાશે. હાલની સમસ્યાના કામચલાઉ ઉકેલ માટે ટેમ્પરરી ડોગ શેલ્ટર અંગે વિચારણા ચાલી રહી છે અને પશુપાલન વિભાગ સાથે સંકલન કરીને પ્રશ્ન ઉકેલવાનો પ્રયાસ કરાશે. હવે મુખ્ય સવાલ એ છે કે નાગરિકોની સુરક્ષા માટે કામચલાઉ વ્યવસ્થા ક્યારે અમલમાં આવશે? બાળકોને નિર્ભય બની શેરીમાં રમવાનો અધિકાર ક્યારે મળશે? અને રખડતાં શ્વાનના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા નગરપાલિકા સમયમર્યાદા સાથેનું આયોજન ક્યારે જાહેર કરશે?
    Click here to Read More
    Previous Article
    દીકરીના MBBSમાં પ્રવેશના બહાને આચાર્ય સાથે ₹22 લાખની ઠગાઈ:બી.જે. મેડિકલ કોલેજનો નકલી એલોટમેન્ટ લેટર આપી ગઠિયાઓએ પૈસા પડાવ્યાં
    Next Article
    "Indelible Stain" On Norway: Trump Calls Nobel Peace Pick "Disgraceful"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment