Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MBBS અને BDS માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ:વિદ્યાર્થીઓ 12 ઓગસ્ટ સુધી ઓનલાઇન પિન ખરીરી અને રજિસ્ટ્રેશન કરાવી શકશે, 8,755 બેઠકો પર પ્રવેશ અપાશે

    9 hours ago

    રાજ્યમાં ધોરણ-12 સાયન્સ પછી મેડિકલ (MBBS) અને ડેન્ટલ (BDS) કોર્સીસમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રથમ વર્ષની બેઠકો પર પ્રવેશ માટેની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ઓનલાઈન PIN ખરીદી, રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. 12 ઓગસ્ટ સુધી PIN ખરીદી અને રજિસ્ટ્રેશન મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ મેળવવા આતુર વિદ્યાર્થીઓ 12 ઓગસ્ટ સુધી ઓનલાઈન PIN ની ખરીદી કરી શકશે તેમજ પ્રવેશ સમિતિની પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકશે. રજિસ્ટ્રેશન બાદ 3 ઓગસ્ટથી 13 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં નિયત કરાયેલા હેલ્પ સેન્ટરો પર દસ્તાવેજોની ચકાસણી (Document Verification) અને પ્રમાણિત નકલ જમા કરાવવાની રહેશે. પ્રવેશ સમિતિએ તમામ ઉમેદવારોને સમયમર્યાદામાં પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપી છે. રાજ્યમાં કુલ 8755 બેઠકો પર અપાશે પ્રવેશ આ વર્ષે રાજ્યની કુલ 54 કોલેજોની 8755 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે: ફીનું માળખું અને હેલ્પ સેન્ટરની કામગીરી ઓનલાઈન PIN મેળવવા માટે વિદ્યાર્થીઓએ ₹1000 (નોન-રિફંડેબલ) અને ₹10,000 (રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ) એમ મળીને કુલ ₹11,000 ચૂકવવાના રહેશે. રજિસ્ટ્રેશન બાદ હેલ્પ સેન્ટર પર જતાં પહેલાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર સહિત રાજ્યભરમાં કુલ 28 હેલ્પ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે. લોકલ ક્વોટા અને દિવ્યાંગ ઉમેદવારો માટે નિયમો
    Click here to Read More
    Previous Article
    વરસાદે આગાહીકારોનો દાવ કરી નાખ્યો:અધિકારી ભરાયા, વિદેશ ના જવાયું; વડોદરામાં નેતાઓની ફોજ મતદાન ના કરાવી શકી!
    Next Article
    બેંક કર્મચારીઓ ફ્રોડ માટે ખાતા ખોલી રહ્યા છે:50 હજારમાં સેવિંગ અને કરંટ એકાઉન્ટ, ફ્રીઝ થતા જ ખોલાવી આપવાનો દાવો, 35 બેંકો સાથે કનેક્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment