Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MBBS ગુણ કૌભાંડ: ડો. કનુ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર:સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન રદ કરતા આરોપી પોલીસ સમક્ષ હાજર થયો

    12 hours ago

    પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) માં 2018 માં થયેલા કથિત MBBS ગુણ કૌભાંડમાં મહત્વની સફળતા મળી છે. સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અરજી રદ કર્યા બાદ આરોપી ડોક્ટર કનુ ચૌધરીએ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. પાટણ કોર્ટે ડોક્ટર ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કૌભાંડમાં MBBS ના વિદ્યાર્થીઓના ગુણ સુધારવા બાબતે ગેરરીતિ થઈ હોવાનો આરોપ છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે 1 ઓગસ્ટ, 2019 ના રોજ પ્રથમવાર આ અંગે રજૂઆત કરી તપાસની માંગણી કરી હતી. આ મામલે કુલ ચાર અલગ-અલગ સમિતિઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રથમ તપાસ સમિતિએ 23 માર્ચ, 2021 ના રોજ પોતાનો રિપોર્ટ સોંપી પુનઃમૂલ્યાંકનમાં ગેરરીતિ થઈ હોવાનું સ્પષ્ટ કર્યું હતું. ત્યારબાદ ગૃહ વિભાગના અગ્ર સચિવ પંકજ કુમાર અને સીઆઈડી ક્રાઈમ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. હાઈકોર્ટના કડક વલણ બાદ 17 માર્ચ, 2025 ના રોજ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલસચિવ રોહિત દેસાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ ફરિયાદમાં ડોક્ટર કનુ ચૌધરી સહિત છ લોકો સામે નામજોગ ગુનો નોંધાયો હતો. પોતાની ધરપકડથી બચવા માટે કનુ ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જે 8 ઓક્ટોબર, 2025 ના રોજ રદ થઈ હતી. ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે પણ 16 એપ્રિલ, 2026 ના રોજ તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી અને બે સપ્તાહમાં સરન્ડર થવાનો આદેશ કર્યો હતો. કોર્ટના આદેશને પગલે 29 એપ્રિલ, 2026 ના રોજ ડોક્ટર કનુ ચૌધરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા પાટણ કોર્ટે 30 એપ્રિલ, 2026 ના રોજ ડોક્ટર કનુ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કૌભાંડમાં પૂર્વ કુલપતિ જે.જે. વોરા સહિત અન્યની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આ ગુણ કૌભાંડના મૂળ સુધી પહોંચવા અને અન્ય પુરાવા એકત્ર કરવા માટે તપાસ તેજ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સાંવલિયાજીને 34 વર્ષમાં પહેલીવાર 337 કરોડનું દાન:200 લોકોનો સ્ટાફ, મશીનથી ગણતરી, એવી શ્રદ્ધા કે ભક્તો સ્ટેમ્પ પર રકમ લખીને લાવે છે
    Next Article
    ગુજરાત સ્થાપના દિવસે ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા:અરોમા સર્કલ પર રિક્ષા, ટ્રક અને બસમાં મુસાફરી કરતાં 3 હજાર લોકોને છાશ પીવડાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment