Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાપાસ MBBS વિદ્યાર્થી રાજદીપની જામીન અરજી ફગાવી:પાટણ સેશન્સ કોર્ટે રૂ. 50,000 આપી નવી ઉત્તરવહી લખાવનારને પેરીટીનો લાભ આપવાનો ઇનકાર કર્યો

    11 hours ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) પાટણના બોગસ ઉત્તરવહી કૌભાંડ કેસમાં નાપાસ MBBS વિદ્યાર્થી રાજદીપ નાનજીભાઈ કોડીયાતરની જામીન અરજી પાટણ સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. રાજદીપ આ કેસમાં અટકાયત હેઠળ છે. પાટણ સેશન્સ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી દરમિયાન કેટલીક વિગતો સામે આવી હતી. આરોપી રાજદીપ કોડીયાતર અને અન્ય નાપાસ વિદ્યાર્થીઓએ સીનિયર વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના કર્મચારીઓ સાથે મળીને ગુનાહિત કાવતરું રચ્યું હતું. MBBSના પહેલા વર્ષમાં નાપાસ થયેલા આ વિદ્યાર્થીઓની અસલી ઉત્તરવહીઓ ગાયબ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તેમને પરીક્ષા ખંડ સિવાય પાટણના સુભાષચોક વિસ્તારમાં લઈ જવામાં આવ્યા. ત્યાં રૂ. 50,000ના ખર્ચે નવી ઉત્તરવહીઓ લખાવવામાં આવી હતી. આ રીતે ખોટા માર્ક્સ વધારીને અને બોગસ રીએસેસમેન્ટ કાર્ડ બનાવીને નાપાસ વિદ્યાર્થીઓને પાસ જાહેર કરવામાં આવ્યા. આ કૌભાંડ દ્વારા યુનિવર્સિટી સાથે ગંભીર છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. આરોપીના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે ઘટના સમયે રાજદીપ માત્ર વિદ્યાર્થી હતો. આ કૌભાંડમાં સીનિયર વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના કર્મચારીઓની મુખ્ય ભૂમિકા હતી. વકીલે એમ પણ જણાવ્યું કે આ કેસમાં ફરિયાદ દાખલ કરવામાં 6 વર્ષનો વિલંબ થયો છે. ગુજરાત હાઈકોર્ટે આ કેસના અન્ય સહ-આરોપીને જામીન પર છોડ્યા છે, તેથી સમાનતાના સિદ્ધાંત મુજબ રાજદીપને પણ જામીન મળવા જોઈએ. સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ S.H. ઠક્કરે જામીન અરજીનો સખત વિરોધ કર્યો. તેમણે કહ્યું કે આ એક અત્યંત ગંભીર અને સંગઠિત ગુનો છે. આરોપી પોતે નાપાસ થઈને ગેરરીતિ કરીને પાસ થયો છે, એટલે કે તેણે આ કૌભાંડનો સીધો લાભ લીધો છે. વકીલે વધુમાં જણાવ્યું કે આરોપીએ જાતે જઈને નવી ઉત્તરવહીઓ લખવામાં સક્રિય ભૂમિકા ભજવી છે. હજુ તપાસ ચાલુ હોવાથી તેને જામીન આપી શકાય નહીં. પાટણના સેશન્સ જજ H.S. મુલીયાએ બંને પક્ષોની દલીલો અને તપાસ અધિકારીના સોગંદનામાને ધ્યાનમાં લીધા. ત્યારબાદ તેમણે જામીન અરજી નામંજૂર કરી દીધી. કોર્ટે નોંધ્યું કે અરજદાર પોતે MBBSમાં ફેઈલ થયેલા ત્રણ વિદ્યાર્થીઓમાંથી એક છે. તેણે ખોટી ઉત્તરવહીઓ બનાવીને ગેરકાયદેસર રીતે પાસ થવાનો સીધો લાભ મેળવ્યો છે. સોગંદનામા મુજબ, આરોપી રાજદીપ અન્ય આરોપીઓના સંપર્કમાં હતો. તે પાટણના સુભાષચોક પાસે ગયો હતો અને રૂ. 50,000 આપીને નવી ઉત્તરવહીઓ લખવામાં સક્રિય રીતે સામેલ હતો. પેરીટી (સમાનતા)ના મુદ્દે કોર્ટે સ્પષ્ટતા કરી હતી. હાઈકોર્ટમાંથી જે સહ-આરોપીને જામીન મળ્યા હતા, તેમની સામે ચાર્જશીટ દાખલ થઈ ગઈ હતી. તેમનો રોલ માત્ર ઉત્તરવહી બદલવાનો હતો. જ્યારે વર્તમાન અરજદાર રાજદીપ સામે હજુ તપાસ ચાલુ છે. તે પોતે કૌભાંડનો લાભ લેનાર મુખ્ય વિદ્યાર્થી હોવાથી તેને પેરીટીનો લાભ મળી શકે નહીં. આરોપી વિરુદ્ધ પૂરતા પ્રાથમિક પુરાવા ઉપલબ્ધ છે. ગુનાની ગંભીરતા અને તબીબી શિક્ષણ ક્ષેત્રે થયેલી આ ગંભીર ગેરરીતિને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી રાજદીપ કોડીયાતરની જામીન અરજી ફગાવી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં રાતભર ધોધમાર વરસાદથી જળબંબાકાર:પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી, 8 કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
    Next Article
    Stock Market LIVE Updates, Sensex Today: Sensex, Nifty Trade Flat, Tech Stocks In Focus

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment