Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિફ્ટ સિટીમાં હાઇબ્રિડ ગાંજાનું દુબઈ થાઇલેન્ડ કનેક્શન ખૂલ્યું:MBA થયેલા અંકિતે 54 ગ્રામ ગાંજો વેચી માર્યો, ઇન્ટરનેશનલ સિન્ડિકેટ ને સોશિયલ મીડિયા દ્વારા નશાનો કાળો કારોબાર

    10 hours ago

    પાટનગર ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીના પોશ ગણાતા શોભા ડ્રીમ હાઈટ્સ ટાવરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે દરોડો પાડીને 26 લાખની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કરી અંકિત કક્કડની ધરપકડ કરી રિમાન્ડ મેળવામાં આવ્યા હતાં. ત્યારે રિમાન્ડ દરમ્યાન અંકિત MBA ડિગ્રી ધારક ઉપરાંત સમગ્ર નશાના કારોબારના તાર દુબઈ અને થાઈલેન્ડ જેવા દેશો સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ એક ચોક્કસ ઇન્ટરનેશનલ સિન્ડિકેટ દ્વારા સોશિયલ મીડિયાથી નેટવર્ક ચાલતું હોવાનો એસઓજી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. ગિફ્ટ સિટીના લકઝુરિયસ ફલેટમાંથી કાળો કારોબાર ચલાવતો તાજેતરમાં ગાંધીનગર SOGના પી.આઈ. એચ.આઈ. ભાટી અને તેમની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે ગિફ્ટ સિટીના શોભા ડ્રીમ હાઈટ્સ ટાવરના 23મા માળે આવેલા ફ્લેટ નંબર 1235માં દરોડો પાડવામાં આવ્યો હતો. આ હાઈપ્રોફાઈલ ફલેટમાં પોલીસ ત્રાટકતા ચકચાર મચી ગઈ હતી. તપાસ દરમિયાન બેડરૂમમાં રાખેલી બ્રાન્ડેડ બેગમાંથી 0.746 કિલોગ્રામ લીલાશ પડતો વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો. સોશિયલ મીડિયાનું માધ્યમ, દુબઈ અને થાઈલેન્ડથી નેટવર્ક ઓપરેટ ત્યારે FSLના સાયન્ટિફિક ઓફિસર દ્વારા સ્થળ પર કરવામાં આવેલા પરીક્ષણમાં આ પદાર્થ હાઈડ્રોપોનિક ગાંજો હોવાનું સાબિત થયું હતું, જેની બજાર કિંમત અંદાજે 26.11 લાખથી વધુ છે. પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આ રેકેટ માત્ર સ્થાનિક સ્તરે નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું છે. ઝડપાયેલા આરોપી અંકિત રાજેશભાઈ કક્કડ (રહે. રાજકોટ/મોરબી) ની તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર નેટવર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી દુબઈ અને થાઈલેન્ડથી ઓપરેટ કરવામાં આવતું હતું. MBA કરેલો અંકિત 10 મહિનાથી નેટવર્ક ચલાવતો હતો આ હાઈડ્રોપોનિક ગાંજાના મોંઘા નશાના સોદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતા હતા. અંકિત છેલ્લા 10 મહિનાથી આ નેટવર્કમાં સક્રિય હતો અને સુરતથી માલ મંગાવી વડોદરામાં પણ વેચાણ કરતો હતો. આરોપી અંકિત કક્કડ MBA સુધીનો અભ્યાસ કરેલો છે. પરંતુ તે નશાના કાળા કારોબારમાં ગળાડૂબ હતો. 90,000થી વધુના તોતિંગ ભાડે ફ્લેટ રાખ્યો હતો તેણે પોલીસની નજરથી બચવા માટે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ કંપની Airbnb એપ્લિકેશન દ્વારા માસિક 90,000થી વધુના તોતિંગ ભાડે ફ્લેટ રાખ્યો હતો. તે રોજના 3,000 ભાડું ચૂકવતો હતો અને તેનું પેમેન્ટ ગૂગલ પે દ્વારા ઓનલાઇન કરતો હતો. પોલીસે આરોપી પાસેથી બે મોંઘા આઇફોન, ડિજિટલ વજન કાંટો અને રોકડ સહિત કુલ 26.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 54 ગ્રામ જેટલો ગાંજો પડીકીઓ બનાવીને વેચ્યો ત્યારે પ્રાથમિક પૂછતાછમાં અંકિતે કબૂલાત કરી હતી કે, તેણે આ જથ્થો વડોદરાના તાંદલજા વિસ્તારમાં અનિકેત રબારી નામના શખ્સ પાસેથી મેળવ્યો હતો. જેમાંથી 54 ગ્રામ જેટલો ગાંજો પડીકીઓ બનાવીને વેચાણ પણ નાખ્યો હતો. એકાઉન્ટ્સના ટેકનિકલ એનાલિસિસથી ગ્રાહકો સુધી તપાસ આ નેટવર્ક કેટલું ઊંડું છે તે જાણવા માટે એસઓજી પોલીસે હવે સુરત, વડોદરા અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી પણ વિગતો મંગાવી છે. આરોપી અંકિતના મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના ટેકનિકલ એનાલિસિસ દ્વારા તેના ગ્રાહકો સુધી પહોંચવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ફિયાન્સીએ અંકિતને જામીન મુક્ત કરાવી લીધો બીજી તરફ અંકિત કક્કડની કરતૂતોથી ત્રસ્ત તેના પરિવારે પણ છેડો ફાડી દીધો છે. જેને બરોડાની યુવતી સાથે ગાઢ પ્રેમ સંબંધ છે. જેની સાથે તેણે સગાઈ પણ કરી લીધી છે. આ પ્રકરણમાં અંકિતની ફિયાન્સી અને મિત્રો એજ વકીલ સહિતની ગોઠવણ કરી છે. આજે ​રિમાન્ડ પૂરા થતા અંકિતને તેની ફિયાન્સીએ વકીલ મારફત જામીન મુક્ત પણ કરાવી લીધો છે. મોટા નામો અને પેડલર્સની ધરપકડ થાય તેવી સંભાવના પરંતુ SOG પી.આઈ. ભાટી આ ઇન્ટરનેશનલ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા માટે સીડીઆર અને સોશિયલ મીડિયા ડેટાની ગહન તપાસ કરી રહ્યા છે. આ કેસમાં આગામી દિવસોમાં અનેક મોટા નામો અને પેડલર્સની ધરપકડ થાય તેવી સંભાવના છે. શું હોય છે હાઇડ્રોપોનિક્સ ગાંજો હાઇડ્રોપોનિક્સ ગાંજાની કિંમત સામાન્ય ગાંજા કરતા અનેકગણી વધારે હોય છે. તેનું મુખ્ય કારણ તેની ખેતી પાછળનો ખર્ચ અને તેમાં રહેલો નશાનો ઊંચો ડોઝ છે.સામાન્ય રીતે ખેતરોમાં ઉગતો ગાંજો 2,000થી 5,000 પ્રતિ કિલો મળી રહેતો હોય છે. જ્યારે હાઇડ્રોપોનિક્સ ગાંજાની કિંમત પ્રતિ ગ્રામમાં ગણાય છે. દેશના બજારમાં 1 ગ્રામ હાઇડ્રોપોનિક્સ ગાંજાની કિંમત 2,000થી વધુ સુધીની હોય છે. વૈજ્ઞાનિક રીતે ઉગાડવામાં આવતા આ ગાંજામાં THC નું પ્રમાણ ઘણું વધારે હોય છે જે તેને સામાન્ય ગાંજા કરતા વધુ નશીલો બનાવે છે. જેની ખેતી મોટાભાગે બંધ રૂમમાં કરવામાં આવે છે, જ્યાં તાપમાન, ભેજ અને પ્રકાશને કૃત્રિમ રીતે નિયંત્રિત કરવામાં આવે છે. આ ખેતીમાં માટી ન હોવાથી મૂળિયાં પોષક તત્વોને વધુ ઝડપથી શોષી શકે છે, જેનાથી છોડનો વિકાસ સામાન્ય ખેતી કરતા 30-50% વધુ ઝડપી થાય છે. સામાન્ય ગાંજામાં THC નશાકારક તત્વ 3%થી 5% હોય છે. જ્યારે હાઇડ્રોપોનિક્સમાં તે 25થી 30% સુધી હોઈ શકે છે. તેથી જ તેનો એક કિલોનો ભાવ 35 લાખથી વધુનો હોતો હોય છે. ગિફ્ટ સિટીમાં ગમે ત્યાં દારૂ પીવાની છૂટ ગિફ્ટ સિટીમાં માત્ર ઓળખપત્ર બતાવી શરાબ પી શકશો, ગુજરાત બહારના લોકોને પરમિટમાંથી મુક્તિ. ગાંધીનગરના ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (GIFT CITY)માં દારૂના સેવનના નિયમોમાં રાજ્ય સરકાર દ્વારા મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. ગુજરાત બહારના પ્રવાસી અને વિદેશી નાગરિકો માટે ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે કામચલાઉ પરમિટ ફરજિયાત હતી, જે હવે નાબૂદ કરવામાં આવી છે. હવે આવા પ્રવાસીઓ ફક્ત પોતાનું ઓળખપત્ર બતાવી દારૂ મેળવી શકશે. મહેમાનોની યજમાની કરવા માટે ટેમ્પરરી પરમિટ લેવાની રહેશે અને જે-તે કર્મચારીએ તેની સાથે હાજર રહેવાનું રહેશે. આ લોકોને ગાર્ડન એરિયા, પુલ સાઇડ અને ટેરેસ પર પીવાની છૂટ આપી છે. 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે. એે પહેલાં રાજ્ય સરકાર ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી છૂટછાટનો વ્યાપ વધારી શકે છે અને અમદાવાદમાં પણ છૂટ આપી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    ગિરનારના અંબાજી મંદિરમાં દારૂ પાર્ટી અને દાનચોરીનો વિવાદ વકર્યો:આક્ષેપો પાયા વિહોણા: દુષ્યંતગીરી, એમને પૂજાનો હક નથી-કુંદનગીરી; પૂજારીઓ વચ્ચે આંતરિંક જંગ ને તંત્રનો તપાસનો દાવો
    Next Article
    2% કેસમાં એસિડ એટેક જરૂરી, ડોક્ટર પાસેથી મળી સનસનીખેજ ચિઠ્ઠીઓ:સુરત કોર્ટમાં પત્ની પર એસિડ ફેંકનાર વૃદ્ધે લખ્યું- 'પત્ની માનસિક રોગી, દીકરીઓ મને દુશ્મન ગણે છે’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment