Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં પૂરના પાણી રોકનાર ગેરકાયદે દબાણો પર બૂલડોઝર ફર્યુ:LTના પૂર્વ ચેરમેન અનિલ નાયકની નિરાલી હોસ્પિટલનું એન્ટ્રન્સ ગેટ સહિતનું દબાણ દૂર કરાયું, PM મોદીએ ઉદઘાટન કર્યુ હતું

    1 day ago

    નવસારી જિલ્લામાં તાજેતરના પૂર બાદ વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. શહેરમાં પૂરના પાણી ભરાવા પાછળ કુદરતી કાંસ અને જળપ્રવાહ પરના ગેરકાયદે દબાણો મુખ્ય કારણ હોવાનું સામે આવતા તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત નવસારી શહેર નજીક નેશનલ હાઈવે પર આવેલી નિરાલી હોસ્પિટલના પ્રવેશદ્વાર પાસેના કુદરતી કાંસ પરના પાકા દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.જેમાં હો્સ્પિટલની એન્ટ્રન્સ ગેટ અને બહાર કરાયેલું પાકું દબાણ જેસીબીની મદદથી તોડી પડાયું હતું. LTના પૂર્વ ચેરમેન અનિલ નાયક દ્વારા સંચાલિત નિરાલી હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર નીચેથી કુદરતી કાંસ પસાર થાય છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા આ કાંસ પર પાકું બાંધકામ કરીને ભવ્ય એન્ટ્રન્સ ગેટ બનાવવામાં આવ્યો હતો. આ બાંધકામને કારણે પાણીના કુદરતી નિકાલમાં મોટો અવરોધ ઊભો થતો હતો. NH-48 પાસે કાંસમાં 9 મીટર દબાણ પ્રાંત અધિકારીની સીધી દેખરેખ હેઠળ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નેશનલ હાઈવે નંબર 48ના મધ્યથી 40 મીટરના દાયરામાં અને ડ્રેનેજ ખાડી અથવા કુદરતી કાંસથી 9 મીટર અંદર સુધી આવેલા તમામ ગેરકાયદે પાકા બાંધકામોને જેસીબી અને બૂલડોઝરની મદદથી તોડી પાડી કાંસને ખુલ્લો કરવામાં આવ્યો છે. અંદાજે 1.5 લાખ લોકો પ્રભાવિત થયા હતા ગત દિવસોમાં નવસારીમાં આવેલા વિનાશક પૂરના કારણે અંદાજે 1.5 લાખ લોકો પ્રભાવિત થયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આ સ્થિતિ બાદ જિલ્લા વહીવટી તંત્ર, ચૂંટાયેલી પાંખ અને લોકપ્રતિનિધિઓ વચ્ચે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં ભવિષ્યમાં પૂરની હોનારત અટકાવવા માટે એક નક્કર નીતિ ઘડવામાં આવી હતી. પૂર નિયંત્રણના નિયમોનું ઉલ્લંધન આ નીતિ અંતર્ગત કુદરતી પાણીના વહેણ અને કાંસ પર થયેલા તમામ દબાણો સામે ઝીરો ટોલરન્સ અપનાવવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે નિરાલી હોસ્પિટલનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ઉપરાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવ્યું હતું, તેમ છતાં પૂર નિયંત્રણના નિયમોનું ઉલ્લંઘન જણાતાં તંત્રએ કોઈપણ શેહશરમ રાખ્યા વિના સીધી કાર્યવાહી હાથ ધરી છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જિલ્લામાં જળપ્રવાહ અવરોધતા અન્ય તમામ ગેરકાયદે દબાણો સામે પણ આગામી દિવસોમાં આ જ પ્રકારે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ યુવા મોરચા ઉપાધ્યક્ષ તરીકે વડોદરાના સાંસદ હેમાંગ જોશી:રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની ટીમમાં ચાર ગુજરાતી, કોંગ્રેસમાંથી અઢી વર્ષ આવેલા રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવાયા
    Next Article
    સોમનાથ-પ્રભાસપાટણમાં નાગપંચમીએ દૂધિયા નાગદેવતાને અભિષેક:શ્રદ્ધાળુઓની લાંબી કતારો, સોડશોપચાર પૂજા-હવન યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment