Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થેલેસેમિયાનાં દર્દીઓ માટે દવાનો પૂરતો જથ્થો છે:રાજકોટમાં પૂરતી માત્રામાં LR બેગ પણ ઉપલબ્ધ, કોઈ ચોક્કસ બ્રાન્ડની દવાનો આગ્રહ રાખવાને બદલે દર્દીઓ ડોક્ટર પર ભરોસો રાખે : ડો. કમલ ડોડીયા

    17 hours ago

    રાજકોટ સિવિલ હોસ્પિટમાં થેલેસેમિયા પીડિત દર્દીઓ અને તેમના પરિજનો દ્વારા તાજેતરમાં દવાઓની અછત સહિતના મુદ્દે ચાર્લી ચેપ્લિન બની વિરોધ કરવામાં આવ્યો હતો. દર્દીઓના આ વિરોધ પ્રદર્શનને પગલે આજરોજ સિવિલ હોસ્પિટલનાં મીડિયા કો-ઓર્ડીનેટર ડો. કમલ ડોડીયાએ સ્પષ્ટતા કરી હતી. જેમાં તેમણે થેલેસેમિયાનાં દર્દીઓ માટે દવાનો પૂરતો જથ્થો હોવાનો દાવો કર્યો છે. તેમજ પૂરતી માત્રામાં LR બેગ પણ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. સાથે દર્દીઓને કોઈપણ ચોક્કસ બ્રાન્ડની દવાનો આગ્રહ રાખવાને બદલે ડોક્ટર પર ભરોસો રાખવા અપીલ કરી હતી. ડો. કમલ ડોડીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલ સમગ્ર સૌરાષ્ટ્રનું એક મુખ્ય સારવાર કેન્દ્ર છે. અહીં થેલેસેમિયાથી પીડાતા પીડિયાટ્રિક (બાળ દર્દીઓ) અને એડલ્ટ (મોટી ઉંમરના દર્દીઓ) મળીને કુલ 520 થી 530 જેટલા રજિસ્ટર્ડ દર્દીઓ નિયમિત ધોરણે સારવાર અને બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે આવે છે. હોસ્પિટલ તંત્ર દ્વારા આટલી મોટી સંખ્યામાં નોંધાયેલા તમામ દર્દીઓની સારવાર સુચારુ રૂપે ચાલે, દવાનો યોગ્ય જથ્થો સળંગ જળવાઈ રહે અને કોઈને તકલીફ ન પડે તે માટે સતત દેખરેખ રાખવામાં આવે છે. થેલેસેમિયાના દર્દીઓ માટે જરૂરી એવી પાયાની તમામ દવાઓનો પૂરતો સ્ટોક હાલમાં હોસ્પિટલના ફાર્મસી વિભાગમાં ઉપલબ્ધ છે. દર્દીઓ દ્વારા કરવામાં આવેલા દવાની અછતના આક્ષેપો અંગે તેમણે જણાવ્યું હતું કે, ઘણીવાર દર્દીઓ અથવા તેમના સ્વજનો કોઈ ચોક્કસ બ્રાન્ડની દવા જ આપવાનો આગ્રહ રાખતા હોય છે. આવી ચોક્કસ બ્રાન્ડની દવા પૂરવઠો ન મળવાને કારણે કે અન્ય પ્રક્રિયાગત કારણોસર ઉપલબ્ધ ન હોય, ત્યારે હોસ્પિટલમાં તેના જ સમાન ગુણધર્મો ધરાવતી અને તે જ કેમિકલ કોમ્પોઝિશન ધરાવતી અન્ય બ્રાન્ડની વૈકલ્પિક દવા આપવામાં આવે છે. જેની કોઈ આડઅસર હોતી નથી. જો સેન્ટ્રલ સ્ટોર કે જીએમએસસીએલ (GMSCL) મારફતે દવાનો પુરવઠો પહોંચવામાં કોઈ વિલંબ થાય, તો હોસ્પિટલ તંત્ર દ્વારા માર્કેટમાંથી ખરીદી કરીને દર્દીઓને સમયસર દવાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત, દર્દીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ એવી LR (લ્યુકોડિપ્લેટેડ) બેગની અછત અંગે ચાલી રહેલી ચર્ચા અંગે તેમણે સ્વીકાર્યું હતું કે ભૂતકાળમાં થોડા દિવસો માટે LR બેગની આંશિક અછત જેવી સ્થિતિ ઊભી થઈ હતી. પરંતુ હાલ આગોતરું આયોજન કરીને વિશાળ માત્રામાં LR બેગનો જથ્થો મંગાવી લેવામાં આવ્યો છે અને તેનો ઓવરસ્ટોક (જરૂરિયાત કરતાં વધુ સ્ટોક) તૈયાર રાખવામાં આવ્યો છે. આથી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં LR બેગની કોઈ જ અછત નથી. ત્યારે થેલેસેમિયાનાં દર્દીઓને કોઈપણ પ્રકારે મુશ્કેલી પડશે નહીં.
    Click here to Read More
    Previous Article
    મકાન અને પુત્રીના લગ્નની લાલચ આપી આધેડ સાથે છેતરપિંડી:ક્રિપ્ટોમાં રોકાણના નામે રૂ.11.71 લાખ પડાવ્યા બાદ મુંબઈ હાઈકોર્ટમાં કેસ કરવાની ધમકી
    Next Article
    વડોદરામાં પાર્કિંગ મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી, CCTV:4 શખ્સોએ મળીને જીમ સંચાલક અને તેના ભાઈને માર માર્યો, ડંડાથી હુમલો કરતા જીમ સંચાલક ઇજાગ્રસ્ત, એક શખ્સ તીક્ષણ હથિયાર લઈ આવ્યો, સામસામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment