Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મકાન અને પુત્રીના લગ્નની લાલચ આપી આધેડ સાથે છેતરપિંડી:ક્રિપ્ટોમાં રોકાણના નામે રૂ.11.71 લાખ પડાવ્યા બાદ મુંબઈ હાઈકોર્ટમાં કેસ કરવાની ધમકી

    18 hours ago

    વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા નીલકંઠ મોરે નામના આધેડને બિટકોઇનમાં રોકાણ કરી તગડો નફો મેળવવાની લાલચ આપી રૂ. 11,71,912ની છેતરપિંડી આચરવામાં આવી છે. આરોપી જોસેફ સેમ્યુઅલ પરમારે સારું મકાન અને દીકરીના ધામધૂમથી લગ્ન કરાવવાની પારિવારિક લાલચ આપી નાણાં પડાવી લીધા હતા. પૈસા પરત માગતાં ધમકી આપનાર આરોપી સામે માંજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોટા સ્વપ્ન બતાવી જાળમાં ફસાવ્યો ખાનગી કંપનીમાં નોકરી કરતા નીલકંઠ મોરેનો સંપર્ક આરોપી જોસેફ સેમ્યુઅલ પરમાર સાથે થયો હતો. આરોપીએ નીલકંઠભાઈનો વિશ્વાસ કેળવી બિટકોઇનમાં નાણાં રોકવાથી ટૂંક સમયમાં મોટો નફો મળશે તેવી લાલચ આપી હતી. આ વળતરથી દીકરીના સારા લગ્ન થશે અને ભવિષ્યમાં સુંદર મકાન ખરીદી શકશો તેવા દિવાસ્વપ્નો બતાવીને આરોપીએ તેમને પોતાની જાળમાં ફસાવ્યા હતા. રૂ. 11.71 લાખ પડાવ્યા બાદ ધમકી આપી આરોપીની વાતોમાં આવીને નીલકંઠભાઈએ વર્ષ 2020થી 2021 દરમિયાન પોતાની બચતના તબક્કાવાર કુલ રૂ. 11,71,912 બિટકોઇન ખરીદવા માટે આપ્યા હતા. લાંબો સમય વીત્યા છતાં કોઈ વળતર ન મળતાં, તેમણે પોતાના મૂળ નાણાં પરત માગ્યા હતા. જોકે, આરોપીએ પૈસા આપવાને બદલે મુંબઈ હાઈકોર્ટમાં કેસ કરવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. માંજલપુર પોલીસ મથકે ફરિયાદ સતત ધમકીઓથી કંટાળીને નીલકંઠભાઈએ આખરે માંજલપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે પીડિતની ફરિયાદના આધારે આરોપી જોસેફ સેમ્યુઅલ પરમાર સામે છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાંચી- કાંટાળા તારના બેરિકેડિંગ પર ચઢ્યા વિદ્યાર્થીઓ:પોલીસે બેરિકેડિંગથી રોક્યા, ભૂખ હડતાળ પર બેઠેલા દેવેન્દ્ર પણ સામેલ; CM હાઉસ બહાર BJPના ધરણાં
    Next Article
    થેલેસેમિયાનાં દર્દીઓ માટે દવાનો પૂરતો જથ્થો છે:રાજકોટમાં પૂરતી માત્રામાં LR બેગ પણ ઉપલબ્ધ, કોઈ ચોક્કસ બ્રાન્ડની દવાનો આગ્રહ રાખવાને બદલે દર્દીઓ ડોક્ટર પર ભરોસો રાખે : ડો. કમલ ડોડીયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment