Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "નામ નરેન્દ્ર-કામ સરેન્ડર, મોદી જી શરમ કરો!"ના નારા લાગ્યા:સંસદમાં LPG મુદ્દે વિપક્ષનું વિરોધ પ્રદર્શન, TMC મુખ્ય ચૂંટણી કમિશનર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે

    17 hours ago

    શુક્રવારે સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો પાંચમો દિવસ છે. લોકસભામાં LPG મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો છે. વિપક્ષે " નામ નરેન્દ્ર, કામ સરેન્ડર" અને "મોદી જી શરમ કરો!"ના નારા લગાવ્યા. આ દરમિયાન રિજિજુએ કહ્યું- વિપક્ષી સાંસદો જલ્દી સુધરી જાય, નહીં તો જનતા તેમને કડક સજા કરશે. રિજિજુ બોલતા હતા ત્યારે પણ વિપક્ષે હોબાળો ચાલુ રાખ્યો. ત્યારબાદ, અધ્યક્ષ સંધ્યા રાયે ચેતવણી આપી, પરંતુ સૂત્રોચ્ચાર બંધ ન થયા. પરિણામે, કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. સવારે વિપક્ષે સંસદ સંકુલમાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને LPG સંકટ મામલે વિરોધ કર્યો. ગુરુવારે, સરકારે LPG અને તેલની અછત અને વધતી કિંમતો અંગે ગૃહમાં વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો હતો. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ની કોઈ અછત નથી. સરકારે વિપક્ષને પણ અપીલ કરી કે આ મુદ્દે અફવાઓ અને ખોટા નિવેદનો ન ફેલાવવામાં આવે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓનો જવાબ આપતા પુરીએ કહ્યું કે સરકારની પ્રથમ પ્રાથમિકતા 33 કરોડથી વધુ પરિવારો, ખાસ કરીને ગરીબ અને વંચિત વર્ગના રસોડામાં ગેસ પહોંચાડવાની છે. તેમણે કહ્યું કે રાંધણ ગેસ પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ગેસની ડિલિવરી સાયકલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. LPG અછત પર કોંગ્રેસનું ચૂલો લઈને પ્રદર્શન:MPમાં ઓનલાઈન બુકિંગ ઠપ; ગામડાઓમાં 45 દિવસ પછી બીજો ઘરેલું LPG સિલિન્ડર મળશે
    Click here to Read More
    Previous Article
    LPG અછત પર દિલ્હીમાં કોંગ્રેસનું ચૂલો લઈને પ્રદર્શન:4 દિવસથી કોમર્શિયલ સિલિન્ડરનું બુકિંગ બંધ; પંજાબમાં લાઇનમાં ઉભેલા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
    Next Article
    સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી તાપમાન:ઝાલાવાડમાં માર્ચની શરૂઆતથી જ ગરમીનો પ્રકોપ, બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment