Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LPG ગેસ સિલિન્ડરની અછત બાટલાની ચોરી:ગોમતીપુરમાં ગેસના બાટલાની ડિલિવરી કરવા જતી વખતે લોડિંગ રિક્ષામાંથી 9 ગેસની બોટલો ચોરાઇ

    4 days ago

    મિડલ ઇસ્ટ દેશોમાં ચાલી રહેલા યુદ્ધના પરિણામે પેટ્રોલીયમ અને ગેસની અછત સર્જાઇ રહી છે. ગુજરાત શહીદ દેશભરમાં LPG ગેસની અછત વર્તતા ગેસની બોટલની કાળા બજારીએ સામાન્ય લોકોના જીવન પર ખૂબ મોટી અસર જોવા મળી રહી છે. રાંધણ ગેસની ચાલી રહેલી અછતના પગલે ગોમતીપુર વિસ્તારમાંથી 9 ભરેલા ગેસના બોટલની ચોરીના બનાવ સામે આવ્યો છે. ગેસના બાટલા ડિલિવરી કરતી જતી વખતે લોડીંગ રિક્ષામાંથી બાટલા ચોરાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ગેસ એજન્સીકર્મીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. લોડીંગ રિક્ષામાં 3 ગેસના ભરેલા બોટલ કોઈએ ચોરી કરી લીધા મળતી માહિતી મુજબ મેઘાણીનગરમાં રહેતા 60 વર્ષીય ઉમાશંકર વર્મા કેરોલ ગેસ સર્વિસમાં નોકરી કરે છે અને ગોડાઉનમાં ઇન્ડેન ગેસના બાટલાની આવક તથા જાવકનો હિસાબ રાખવાનુ કામકાજ ગોમતીપુર છીકણીવાળા ચેમ્બર ખાતેથી કરે છે. તેમના વાંચ ખાતેના ગોડાઉનમાં 17 માણસો કામ કરે છે. ફેબ્રુઆરી મહિનામાં ગોડાઉનમાં કામ કરતો ડિલિવરી બોયે તેમને જણાવ્યું કે, બપોરના સમયે ગોમતીપુરમાં ગેસના બાટલાની ડિલિવરી કરવા ગયો હતો ત્યારે લોડીંગ રિક્ષામાં 3 ગેસના ભરેલા બોટલ કોઈએ ચોરી કરી લીધા છે. એક મહિનામાં કુલ 9 ગેસના ભરેલા બોટલ ચોરાઈ ગયા 26 ફેબ્રુઆરીએ બીજા ડિલિવરી બોયે તેમને જણાવ્યું કે, ગોમતીપુરમાં ઉષા રોડ પાસે આવેલી સુવાપંખીની ચાલીમાં ગેસના બોટલની ડિલિવરી કરવા ગયો હતો ત્યારે લોડીંગ રિક્ષામાંથી ગેસના ભરેલા 4 બોટલ પણ ચોરાઈ ગયા હતા. ત્રીજો ડીલીવરી બોય ગત 13 માર્ચે ગોમતીપુર હોજવાળી મસ્જીદ ખાતે ગેસના બોટલની ડિલિવરીકરવા ગયો હતો. જે લોડીંગ રીક્ષામાં રહેલા ભરેલા ગેસના 2 બોટલ ચોરી થઇ ગયા હતા. આ અંગે કેરોલ ગેસ સર્વિસમાં છેલ્લા એક મહિનામાં કુલ 9 ગેસના ભરેલા બોટલ ચોરાઈ જતા આ અંગે ઉમાશંકરે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વર્ષ 2011ના એક કેસમાં મોરિસ ક્રિશ્ચન નિર્દોષ:છૂટાછેડાના કેસમાં સનદ ન હોવા છતાં વકીલ તરીકે પક્ષકારના કેસમાં ઉપસ્થિત થયાનો હતો આક્ષેપ, વકીલોએ હોબાળો મચાવ્યો હતો
    Next Article
    Patidar daughter's love marriage Rabari Man | પાટીદાર દીકરીના રબારી યુવક સાથે પ્રેમ લગ્નનો મામલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment