Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્ષ 2011ના એક કેસમાં મોરિસ ક્રિશ્ચન નિર્દોષ:છૂટાછેડાના કેસમાં સનદ ન હોવા છતાં વકીલ તરીકે પક્ષકારના કેસમાં ઉપસ્થિત થયાનો હતો આક્ષેપ, વકીલોએ હોબાળો મચાવ્યો હતો

    2 days ago

    નકલી લવાદ તરીકે હુકમો કરનાર મોરીસ ક્રિશ્ચન સામે વર્ષ 2011માં વકીલ ન હોવા છતાં એક પક્ષકાર તરફે વકીલના ડ્રેસમાં ઉપસ્થિત થવાના આરોપમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જોકે, સાહેદો ફરી જતા અને પુરાવાના અભાવે તેને નિર્દોષ છોડવામાં આવ્યો છે. ફેમિલી કોર્ટમાં સનદ વગર જ છુટાછેડાના કેસમાં વકીલ તરીકે હાજરી આપી કેસની વિગતો જોતા 9 સપ્ટેમ્બર, 2011ના રોજ નવરંગપુરા ખાતે આવેલી જૂની હાઇકોર્ટ બિલ્ડીંગની ફેમિલી કોર્ટમાં સનદ વગર જ છુટાછેડાના એક કેસમાં મોરિસ પક્ષકાર તરફે વકીલ તરીકે ઉપસ્થિત થયો હતો. જેને લઈને વકીલોએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસ બોલાવવામાં આવી હતી. વકીલોને ગેરસમજ થતા હોબાળો મચ્યો આરોપી તરફ રજૂઆત કરાઈ હતી કે, મોરિસ ક્રિશ્ચન ઇન્કમટેક્સ બાર એસોસિએશનનો સભ્ય હતો. તે તેના કામ અર્થે જ ઇન્કમટેક્સ ગયો હતો પરંતુ, વકીલોને ગેરસમજ થતા હોબાળો મચ્યો હતો. સરકારી વકીલે દલીલ કરી હતી કે, મોરિસ પાસે સનદ ન હોવા છત્તા તે વકીલ તરીકે હાજર થયો હતો. બાર કાઉન્સિલમાં તે વકીલ તરીકે નોંધાયેલો પણ ન હતો. તેને વકીલાત પત્ર પણ રજૂ કર્યું નહોતું. સાહેદો ફરી જતા અને પુરાવા ન મળતા નિર્દોષ જાહેર કર્યો જોકે, આ કેસમાં સાહેદો ફરી ગયા હતા તેમજ યોગ્ય પુરાવાનું એકત્રીકરણ ન કરાયું નહોતું. તેને અસીલ સાથે ઠગાઈ કરી હોવાનું પુરવાર થયું ન હતું. આથી ગુનો સાબિત ન થતા તેને મેટ્રો કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો:રાજકોટનાં નાગેશ્વરમાં રેઢી પડેલી અર્ટિગા કારની તપાસ કરતા 720 બોટલ મળી, 6.87 લાખનો મુદ્દામાલ કબજે લઈ પોલીસે માલિકની શોધખોળ હાથ ધરી
    Next Article
    LPG ગેસ સિલિન્ડરની અછત બાટલાની ચોરી:ગોમતીપુરમાં ગેસના બાટલાની ડિલિવરી કરવા જતી વખતે લોડિંગ રિક્ષામાંથી 9 ગેસની બોટલો ચોરાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment