Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંસદમાં LPG મુદ્દે વિપક્ષનું વિરોધ પ્રદર્શન:વધતા ભાવ અંગે હોબાળો, ગઈકાલે સરકારે કહ્યું- દેશમાં ઇંધણની અછત નથી

    2 days ago

    શુક્રવારે સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો પાંચમો દિવસ છે. લોકસભામાં હોબાળાને કારણે કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આ દરમિયાન, વિપક્ષે સંસદ સંકુલમાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને LPG સંકટ મામલે વિરોધ કર્યો. ગુરુવારે, સરકારે LPG અને તેલની અછત અને વધતી કિંમતો અંગે ગૃહમાં વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો હતો. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ની કોઈ અછત નથી. સરકારે વિપક્ષને પણ અપીલ કરી કે આ મુદ્દે અફવાઓ અને ખોટા નિવેદનો ન ફેલાવવામાં આવે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓનો જવાબ આપતા પુરીએ કહ્યું કે સરકારની પ્રથમ પ્રાથમિકતા 33 કરોડથી વધુ પરિવારો, ખાસ કરીને ગરીબ અને વંચિત વર્ગના રસોડામાં ગેસ પહોંચાડવાની છે. તેમણે કહ્યું કે રાંધણ ગેસ પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ગેસની ડિલિવરી સાયકલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
    Click here to Read More
    Previous Article
    કુલવંશના લગ્નઃ યુઝવેન્દ્ર ચહલ, કૈલાશ ખેર, કુણાલ કપૂર પહોંચ્યા:સિરાજ અને ધોની રસ્તામાં, મસૂરીમાં હલ્દી સેરેમની શરૂ; સાંજે કોકટેલ પાર્ટી
    Next Article
    ‘દાદા ભણી શકે તો અમે કેમ નહીં?’:યોગીચોકની સ્કૂલમાં 65 વર્ષીય દાદાએ આપી પરીક્ષા, વિદ્યાર્થીઓ માટે બન્યા મિસાલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment