Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધ વચ્ચે પહેલું ભારતીય જહાજ LPG લઈને મુન્દ્રા પોર્ટ પહોંચ્યું:તેમાં 32.4 લાખ સિલિન્ડર જેટલો ગેસ, આવતીકાલે ‘નંદા દેવી’ અને ‘જગ લાડકી’ જહાજ પહોંચશે

    4 days ago

    અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે LPG કેરિયર જહાજ 'શિવાલિક' કતારથી ગેસ લઈને ભારત પહોંચી ગયું છે. આ જહાજ સોમવારે સાંજે 5 વાગ્યે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું હતું. 'શિવાલિક' જહાજ પર લગભગ 46,000 મેટ્રિક ટન LPG લોડ થયેલું છે, જે આશરે 32.4 લાખ ઘરેલુ ગેસ સિલિન્ડર બરાબર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ જહાજ 14 માર્ચના રોજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત તરફ રવાના થયું હતું. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત પહોંચનારું આ પ્રથમ LPG જહાજ છે. શિપિંગ મંત્રાલયના જણાવ્યા મુજબ, 'નંદા દેવી' નામનું જહાજ પણ આશરે 46,000 ટન LPG લઈને ભારત આવી રહ્યું છે અને તેના આવતીકાલે પહોંચવાની શક્યતા છે. બીજી તરફ, 'જગ લાડકી' જહાજ લગભગ 81,000 ટન ક્રૂડ ઓઈલ લઈને ભારત તરફ આવી રહ્યું છે અને તેના પણ આવતીકાલે મુન્દ્રા પહોંચવાની અપેક્ષા છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Harish Rana Case Story : 13 साल बाद अंत के करीब? Harish Rana की कहानी | Harish Rana Euthanasia
    Next Article
    કુહાડી-પાઈપના આડેધડ ઘા મારી યુવકની હત્યા:રાજકોટમાં PM રૂમની બહાર દલિત સમાજના ધરણાં; સુદ્ધબુદ્ધ ખોઈ બેસેલી પત્નીએ કહ્યું-હું મરી જઈશ, મને મારો ભાવલો જોઈએ છે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment