Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધ વચ્ચે આજે ભારત પહોંચશે બે અન્ય જહાજ:‘નંદા દેવી’ અને ‘જગ લાડકી’ ક્રૂડ ઓઇલ અને LPG લઈને આવશે; શિવાલિક જહાજ ગઈકાલે પહોંચ્યું હતું

    2 days ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 18મો દિવસ છે. આ યુદ્ધ વચ્ચે આજે ભારતના બે જહાજ ‘નંદા દેવી’ કંડલા પોર્ટ (ગુજરાત) અને ‘જગ લાડકી’ મુંદ્રા પોર્ટ (ગુજરાત) પહોંચશે. આ જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી ઓઈલ અને ગેસ લઈને ભારત આવી રહ્યા છે. નંદા દેવી જહાજ પર લગભગ 46 હજાર મેટ્રિક ટન LPG ભરેલું છે, જ્યારે જગ લાડકી જહાજ લગભગ 81 હજાર ટન ક્રૂડ ઓઇલ લઈને ભારત આવી રહ્યું છે. આ પહેલા ભારતીય જહાજ શિવાલિક સોમવારે LPG લઈને ‘મુંદ્રા પોર્ટ’ પહોંચી ચૂક્યું છે. આ જહાજ પર લગભગ 46 હજાર મેટ્રિક ટન LPG છે, જે લગભગ 32.4 લાખ ઘરેલુ ગેસ સિલિન્ડર બરાબર છે. શિવાલિક જહાજના ભારત પહોંચવાનો વીડિયો… ભારતે હોર્મુઝ સ્ટ્રેટ નજીક બે યુદ્ધ જહાજ તૈનાત કર્યા ભારતે ઈરાન નજીક આવેલા વિશ્વના મહત્વના દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ પાસે પોતાના બે યુદ્ધ જહાજ તૈનાત કર્યા છે. ANI એ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે ભારતીય નૌકાદળના આ ટાસ્ક ફોર્સ જહાજો ઓઈલ અને ગેસ લઈને ભારત આવતા વ્યાપારી જહાજો અને ટેન્કરોને સુરક્ષા આપશે. સાથે જ જરૂર પડ્યે તેમને દરેક પ્રકારની સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા ખતરા વચ્ચે ભારત પોતાના ઉર્જા સપ્લાય માર્ગ અને દરિયાઈ વેપારની સુરક્ષાને લઈને સતર્ક છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    ‘Dispute over pay, leave’: Bank manager shot dead in Ghaziabad; guard arrested
    Next Article
    ઘઉં દળવા માટે ખોલ્યો કોથળો, 15 લાખના દાગીના નીકળ્યા:ખેડૂત પાસેથી અનાજ ખરીદેલું, કરિયાણાના વેપારીએ ઘરેણાં પરત કર્યા; મુસ્લિમ વેપારીએ કહ્યું- રમઝાનમાં સારું કામ થયું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment