Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ગુજરાતમાં ગેસની અછત નહીં:ઘરેલું LPG પૂરતું, એક જ ગ્રાહક માટે બે બુકિંગ વચ્ચે હવે 25 દિવસનો ગાળો

    9 hours ago

    મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિ અને વધતા ભૂ-રાજકીય તણાવ વચ્ચે ગુજરાતમાં ઘરેલું ઉપયોગ માટે એલ.પી.જી (LPG) સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે જણાવ્યું છે. રાજ્યમાં ગેસ સિલિન્ડરોના અવિરત પુરવઠા અને વિતરણ સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે. PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી રાજ્યની સ્થિતિ સ્થિર ગણાઈ રાજ્યમાં LPG સ્ટોકનું યોગ્ય પરિવહન અને કાર્યક્ષમ વિતરણ થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં લગભગ 30 ટકા ઘરેલુ ગેસ પુરવઠો PNG ગેસ પાઇપલાઇન દ્વારા કરવામાં આવે છે અને PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી રાજ્યની સ્થિતિ અન્ય રાજ્યોની તુલનાએ વધુ સ્થિર ગણાઈ રહી છે. આ સાથે ઘરેલુ LPGનો પુરવઠો દરેક જગ્યાએ પૂરતો રહે તે માટે કેન્દ્ર સરકારના સૂચન મુજબ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલ કોમર્શિયલ LPG સિલિન્ડરનું વેચાણ નિયંત્રિત કરવામાં આવ્યું હવે એક જ ગ્રાહક દ્વારા બે LPG સિલિન્ડર બુકિંગ વચ્ચે ઓછામાં ઓછો 25 દિવસનો સમયગાળો રાખવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ લોકો દ્વારા અનાવશ્યક સંગ્રહ ન થાય અને બજારમાં ગેસની ઉપલબ્ધતા સતત જળવાઈ રહે તે છે. કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ હાલ કોમર્શિયલ LPG સિલિન્ડરનું વેચાણ નિયંત્રિત કરવામાં આવ્યું છે. જોકે હોસ્પિટલ તેમજ શૈક્ષણિક સંસ્થાઓને તેમની જરૂરીયાત મુજબ LPG ફાળવણી ચાલુ રાખવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, LPGનો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નક્કી કરેલા ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ અથવા નિયત કિંમત કરતા વધુ ભાવ વસૂલવો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 તથા LPG કંટ્રોલ ઓર્ડર-2000 મુજબ કાયદેસર ગુનો છે. આવી પ્રવૃત્તિ સામે સક્ષમ અધિકારીઓ દ્વારા કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વાપી રેલવે સ્ટેશન પરથી મોબાઇલ ચોર ઝડપાયો:સૂતેલા મુસાફરના ખિસ્સામાંથી ફોન કાઢી ચાલતી પકડી; રેલવે પોલીસે ઝડપ્યો; CCTV
    Next Article
    આજથી મનપામાં વહીવટદારનું રાજ:રાજકોટ મનપાનાં વહીવટદાર તરીકે ચાર્જ સંભાળતાં રેમ્યા મોહન, મ્યુ. કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment