Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલો, LPG ભરેલા બે જહાજ ભારત આવવા રવાના; 23મીથી સરકાર 20% ગેસ વધારે આપશે

    1 week ago

    નમસ્તે, કાલના મોટા સમાચારોમાં જોઈએ તો ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલો થયો છે. જોકે ઈઝરાયલે હાથ ઊંચા કરી દીધા છે કે અમને નથી ખબર કે આ હુમલો કોણે કર્યો છે. બીજી તરફ ગેસ ભરેલા બે જહાજને ઈરાનની નેવીએ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરાવી રવાના કર્યા છે. ભારત સરકારે દરેક રાજ્યોને 20% ગેસ આપવા નિર્ણય કર્યો છે અને હોટેલ-રેસ્ટોરન્ટને પ્રાથમિકતા આપવા કહ્યું છે. સોનું-ચાંદી સસ્તા થઈ રહ્યા છે તો એરલાઈન્સની ટિકિટના ભાવમાં વધારો કરવો પડે તેવી સ્થિતિ છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ઈરાન- ઈઝરાયલ યુદ્ધના દરેક એપડેટ પર નજર રહેશે 2. જેલમાંથી છૂટ્યા બાદ સોનમ વાંગચૂક પહેલીવાર લેહ પહોંચશે. તેઓએ કુલ 170 દિવસનો જેલવાસો ભોગવ્યો હતો. 3. IPLની ચેન્નઇ સુપર કિંગ ટીમનું સાજે 7 વાગે ચેપોર્ક સ્ટેડિયમમાં રી-યુનિયન થશે. જેમાં ભૂતપૂર્વ ખેલાડીઓ પણ ભાગ લેશે. 📰 કાલના મોટા સમાચારો 1. ઈરાની નેવીએ LPG ભરેલા ભારતીય જહાજને હોર્મુઝ પાર કરાવ્યું:દાવો- હુમલાથી બચવા ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરી, હજુ 22 જહાજો ફસાયેલા છે અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 22મો દિવસ છે. ઈરાની નેવીએ 13 માર્ચની રાત્રે એક ભારતીય જહાજને સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરાવ્યું હતું. LPG લઈને આવી રહેલું આ જહાજ 10 દિવસથી ફારસની ખાડીમાં ફસાયેલું હતું. આ સમાચાર બ્લૂમબર્ગ દ્વારા આપવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, આ કામ ભારત અને ઈરાન વચ્ચેની વાતચીત બાદ થયું હતું. જહાજને અગાઉથી નક્કી કરેલા રસ્તા પરથી પસાર કરવામાં આવ્યું હતું જેથી તે હુમલાઓથી બચી શકે. આ દરમિયાન જહાજની ટ્રેકિંગ સિસ્ટમ (AIS) બંધ કરી દેવામાં આવી હતી. ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલો, ઈઝરાયલે કહ્યું- અમે નથી કર્યો ઇઝરાયલી આર્મીએ ઈરાનના નતાંઝ ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલાનો ઈનકાર કર્યો છે. IDF એ કહ્યું કે અમે આ હુમલો કર્યો નથી અને અમને ખબર નથી કે આ કોણે કર્યો છે. અમે અમેરિકી કાર્યવાહી પર કોઈ ટિપ્પણી કરતા નથી. બીજી તરફ, ઈરાનની ન્યૂઝ એજન્સી તસનીમ મુજબ, જે જગ્યા પર હુમલો થયો તેનું નામ 'અહમદી રોશન' છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલા બાદ કોઈ પણ પ્રકારનું ખતરનાક ગળતર થયું નથી અને આસપાસ રહેતા લોકોને કોઈ ખતરો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. LPG સંકટ: રાજ્યોને 23 માર્ચથી 20% વધુ ગેસ મળશે:કેન્દ્ર સરકારે કહ્યું- રેસ્ટોરન્ટ-હોટલોને પ્રાથમિકતા મળે, પ્રવાસી મજૂરોને 5 કિલોના સિલિન્ડર આપવામાં આવે કેન્દ્રએ દેશમાં ચાલી રહેલા ગેસ સંકટ વચ્ચે રાજ્યોને LPG સપ્લાય વધારવાનો નિર્દેશ આપ્યો છે. 23 માર્ચથી રાજ્યોને હવે પહેલા કરતા 20% વધુ ગેસ આપવામાં આવશે. આ પછી રાજ્યોને મળતી કુલ સપ્લાય સંકટ પહેલાના સ્તર (પ્રી-ક્રાઇસિસ લેવલ)ના 50% સુધી પહોંચી જશે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સચિવ ડો. નીરજ મિત્તલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને તેની જાણકારી આપી. તેમાં કહેવામાં આવ્યું કે સામુદાયિક રસોડા, રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ અને ઇન્ડસ્ટ્રિયલ કેન્ટીનને પ્રાથમિકતા આપવામાં આવે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પાકિસ્તાનમાં શિયા-સુન્ની અંદરો-અંદર બાખડ્યા:આસિમ મુનીરે શિયા ધર્મગુરુઓને ધમકી આપી, કહ્યું- ઈરાનથી આટલો પ્રેમ હોય તો ત્યાં જ જતા રહો પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીરે ગુરુવારે શિયા ધર્મગુરુઓને કહ્યું કે જે લોકો ઈરાનથી આટલો પ્રેમ કરે છે, તેઓ ત્યાં ચાલ્યા જાય. તેમના આ નિવેદનને શિયા સમુદાયના નેતાઓએ અપમાનજનક અને ઉશ્કેરણીજનક ગણાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુનીરે રાવલપિંડીમાં શિયા સમુદાયની એક ઇફ્તાર પાર્ટીમાં આ વાત કહી. તેમણે કહ્યું કે તેઓ કોઈને પણ, કોઈ બીજા દેશ પ્રત્યેની તેમની વફાદારીને કારણે, પાકિસ્તાનમાં અફરાતફરી ફેલાવવાની મંજૂરી નહીં આપે. આ પહેલા તેમણે એ પણ ચેતવણી આપી હતી કે કોઈ બીજા દેશની ઘટનાઓના આધારે પાકિસ્તાનમાં હિંસા સહન કરવામાં આવશે નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર 4. એરલાઈન્સ કંપનીઓ ભાડું વધારે તેવી શક્યતા:કહ્યું- મજબૂરીમાં પણ ભાડું વધારવું પડે તેવી સ્થિતિ ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટ દ્વારા ફ્લાઇટ્સની 60% સીટો પર વધારાનો ચાર્જ ન વસૂલવાના સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. એરલાઇન્સનું કહેવું છે કે આ પગલાથી તેમને પોતાની ગુમાવેલી કમાણીની ભરપાઈ કરવા માટે હવાઈ ભાડું વધારવા પર મજબૂર થવું પડશે. ત્રણેય એરલાઇન્સનું પ્રતિનિધિત્વ કરતી ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (FIA) એ સિવિલ એવિએશન મંત્રાલયને આ નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. આ અઠવાડિયે સોના-ચાંદીમાં કડાકો:સોનું 11 હજાર સસ્તું થઈ 1.47 લાખ પર આવ્યું, ચાંદી 28 હજાર ઘટીને ₹2.32 પર આવી; ડોલરની ડિમાન્ડ વધવાથી ભાવ ઘટ્યા આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. સોનું 11 હજાર રૂપિયા ઘટીને 1.47 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. આ પહેલા તે ગયા અઠવાડિયે એટલે કે 13 માર્ચ, શુક્રવારે 1.58 લાખ રૂપિયા પર હતું. જ્યારે ચાંદી 2.60 લાખ રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 2.32 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. એટલે કે તેની કિંમત 28 હજાર રૂપિયા ઓછી થઈ. અમેરિકા-ઇઝરાયલની ઇરાન સાથે ચાલી રહેલી જંગને કારણે રોકાણકારો પોતાની 'ગોલ્ડ હોલ્ડિંગ્સ' વેચીને રોકડ (ડોલર) એકઠા કરી રહ્યા છે, જેથી બજારની અસ્થિરતાનો સામનો કરી શકે. આનાથી ડોલરની માગ વધી રહી છે અને સોના-ચાંદીના ભાવ ઘટી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ‘નીકળ લુખ્ખા, મારું પો.સ્ટેશન છે, અહીં મારું ચાલશે’:હોશિયારી નીકળી જશે હમણાં; અમદાવાદમાં ફરિયાદ લખાવવા આવેલા કંપનીના માલિક સાથે PSIનું અસભ્ય વર્તન નીકળ એ લુખ્ખા, બધાના નામ લખો, હજી અહીં બેસીસ તો હજુ લુખ્ખો કહીશ, મારુ પોલીસ સ્ટેશન છે અહીં મારુ ચાલશે, બધી હોશિયારી નીકળી જશે હમણાં આ શબ્દો અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનના PSI જયેશ કાલોતરા છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા આવેલા કંપનીના માલિક સાથે PSIએ અસભ્ય વર્તન એટલા માટે કર્યું કે તે પોતાની ગાડીના બોનેટ પર બેઠો હતો. આ અંગે યુવકનું કહેવું છે કે પગમાં સર્જરીના કારણે ઊભું ન રહેવાયું હોવાથી ગાડી પર બેઠો હતો. તો યુવકે આ બેફામ વર્તન બાબતે અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટને લેખિતમાં ફરિયાદ કરી તો તેમણે PSIનો બચાવ કરતા કહ્યું કે પોલીસ સ્ટેશનમાં યુવક ગાડી પર બેઠો હતો જે ખોટું છે, આ રીતે ન બેસવું જોઈએ. ઉલ્લેખનીય છે કે કોઇંક ફકંશનમાં થયેલી માથાકૂટ બાબતે યુવકો બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. જોકે આ મામલે બંને પક્ષનું સમાધાન થઈ ગયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 7. હજુ સાત દિવસ માવઠાની આગાહી:આજે કચ્છ-ગીર સોમનાથ, સાબરકાંઠા સહિત 8 જિલ્લામાં હળવા વરસાદની વકી; ખેડૂતો ચિંતામાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 41 મિમી સુધી વરસાદ નોંધાયો હતો, જેમાં ઉના અને ગીર-ગઢડા વિસ્તારમાં રસ્તાઓ પર નદી જેવો પાણી વહેતા જોવા મળ્યો હતાં તો કેટલાક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે 21 માર્ચે આગામી સાત દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. આજે કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત રાજ્યના 8 જિલ્લામાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરાઈ છે. છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું. અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ્સ પણ પડી ગયા હતા. તો બીજી તરફ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગામી દિવસોની આગાહીને લઈ ખેડૂતોની ચિંતા વધી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ઈદ પર ભોપાલમાં 'અમેરિકા-ઇઝરાયલ મુર્દાબાદ'ના નારા લાગ્યા:રાજસ્થાનમાં લોકોએ કાળી પટ્ટી બાંધી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : 60 વર્ષમાં પહેલીવાર અલ-અક્સા મસ્જિદ ઈદમાં બંધ:ઈરાનમાં બજાર વેરાન; UAE, કતાર અને કુવૈતમાં ખુલ્લા મેદાનમાં નમાઝ પર પ્રતિબંધ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : મથુરામાં હોબાળો: ગૌરક્ષક બાબાના અંતિમ સંસ્કાર કરાયા:પથ્થરમારો, ગાડીઓના કાચ તુટ્યા, પોલીસકર્મીઓ ઘાયલ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહેશે:અમેરિકાની ઈરાની તેલ ખરીદી પર 30 દિવસની છૂટ; ગ્લોબલ માર્કેટમાં 14 કરોડ બેરલ તેલ આવશે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : LPG સંકટઃ 20% લોકો બ્લેકમાં સિલિન્ડર ખરીદી રહ્યા છે:₹4,000 સુધી વધુ ચૂકવવા પડી રહ્યા છે, 68% ઘરમાં સમયસર ગેસ પહોંચી રહ્યો નથી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : વર્લ્ડ કપ પહેલા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઈજાગ્રસ્ત:મેક્સિકો-અમેરિકા સામેની ફ્રેન્ડલી મેચમાંથી બહાર, કોચે કહ્યું-ઈજા સામાન્ય છે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ :30 વર્ષ બાદ સર્જાયો દુર્લભ સંયોગ:ચૈત્રી નવરાત્રિ અને શનિવારે શનિદેવ બદલશે ચાલ; મેષ, સિંહ અને ધન રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 ખબર હટકે પૈસા લઈને દુ:ખ સાંભળી રહ્યો છે આ માણસ મુંબઈના દરિયા કિનારે એક યુવાન લોકો પાસેથી તેમના દુ:ખ સાંભળવા માટે પૈસા વસૂલ કરી રહ્યો છે. તેના હાથમાં એક બોર્ડ છે જેમાં લખ્યું છે, "જો કોઈ તમને તેમનું દુ:ખ કહેવા માંગે છે, તો હું સાંભળી શકું છું." નાની સમસ્યાઓ માટે 250 રૂપિયા, ગંભીર સમસ્યાઓ માટે 500 રૂપિયા અને બેસીને રડવા માટે 1,000 રૂપિયા ફી છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર:દરેક યુદ્ધમાં સોનું મોંઘું થયું, તો ઈરાન જંગમાં 12,000 રૂપિયા કેમ ઘટ્યું; શું ભાવ 1 લાખની નીચે જશે, અત્યારે ખરીદવું કે રાહ જોવી? 2. ભાસ્કર સિરીઝ : માસૂમ દીપેશની છાતી ચીરીને અંગો કાઢી લેવાયેલાં?: પોસ્ટ મોર્ટમમાં નવા સવાલો ઊભા થયા; જુઓ ‘આસારામ’ સિરીઝનો સૌથી થ્રિલિંગ એપિસોડ 3. એક્સક્લૂસિવ: 'તેંડુલકરે એ બાળક માટે 11 લાખનો ચેક આપ્યો':પિતાએ કહ્યું- આત્મહત્યા ભલે કર પણ 30 દિવસ મહાદેવને આપી જો, ગુજ્જુ સિંગર જયદેવ ગોસાઇની આંખો ભીની કરી દેતી સફર 4. ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘CM અમને ગાળો આપે છે, અમે અસમિયા છીએ, વિદેશી નહીં’:શા માટે હિમંતાના નિશાના પર ‘મિયાં’ મુસ્લિમ, મહિલાઓ બોલી- પૈસા આપ્યા, પણ ઘર ઉજ્જડ કરી દીધું 5. પારકી પંચાત: ભાજપ પ્રમુખના મોઢા પર પરસેવો બાઝી ગયો:કાર્યકરો માટે તડકે શેકાયા, ચાલુ સ્પીચમાં જ છાંયડો આવી ગયો; ટેલિફોન ઊંધો મુકતાં જ PGVCLની ઓફિસે ટોળાંએ ગરમી કરી 6. સ્ક્રિપ્ટ્સ ચોરીના આઘાત વેઠ્યા, શૂટિંગ પહેલાં જ ફિલ્મો અટકી:'ઉરી' હુમલાએ આદિત્ય ધરની જિંદગી બદલી નાખી, ડિસ્લેક્સિયાને હરાવીને બોલિવૂડનો 'ધુરંધર' બન્યો ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: સિંહ-ધન રાશિની અધૂરી ઈચ્છાઓ થશે પૂરી, વૃષભ-મકર રાશિએ વ્યવહારમાં સાવધ રહેવું વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    વરણી:ગુજરાત બાર કાઉન્સિલમાં સામાન્ય બેઠક ઉપર નિમિષા ધોત્રેનો વિજય
    Next Article
    બેલા ટીંબલાની ફેક્ટરીમાં પ્રચંડ ધડાકો થયો:બરવાળાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, કિશોરનું મોત, 2 ઘાયલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment