Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં દેશી દારૂના અડ્ડા પર LIVE રેડ:બુટલેગરે બાળકોને પોટલીઓ વેચવા લગાડ્યાં. 'AAP' કાર્યકરના સત્તાપક્ષ પર આકરા પ્રહાર

    2 days ago

    સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ લીંબાયત વિસ્તારમાં એક દેશી દારૂના અડ્ડા પર સોશિયલ મીડિયા લાઈવ સાથે 'જનતા રેડ' કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે, અહીં માસૂમ બાળકો પાસે દેશી દારૂની પોટલીઓનું વેચાણ કરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. વોર્ડ નં. 26માં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ લીંબાયત વિસ્તારમાં આવેલા દત્તાત્રેય નગર (વોર્ડ નંબર 26)માં લાંબા સમયથી દેશી દારૂનો અડ્ડો ધમધમતો હોવાની ફરિયાદ ઉઠી હતી. 'આપ'ના કાર્યકરોએ સ્થળ પર જઈને જોયું તો ટેબલ પર દેશી દારૂની પોટલીઓ ભરેલો થેલો પડ્યો હતો. આ દૃશ્યો ફેસબુક લાઈવના માધ્યમથી સમગ્ર સુરતમાં વાઇરલ થયા છે, જેનાથી પોલીસ પ્રશાસનની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. બાળકોના હાથમાં પુસ્તકને બદલે દારૂની પોટલી! વીડિયોમાં જોઈ શકાય છે કે, દારૂ વેચનારા કોઈ બુટલેગર નહીં પણ નાની ઉંમરના બાળકો છે. જ્યારે કાર્યકરે પૂછ્યું કે 'આ કોનો અડ્ડો છે?' ત્યારે બાળકે ડર્યા વગર 'વિશાલભાઈ'નું નામ આપ્યું હતું. આ ઘટનાએ સાબિત કર્યું છે કે બુટલેગરો હવે પોલીસથી બચવા માટે માસૂમ બાળકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે, જે સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. 'આપ'ના નેતાના સરકાર પર આકરા પ્રહાર લાઈવ વીડિયો દરમિયાન 'આપ'ના નેતાએ ભાજપ સરકાર અને ગૃહ રાજ્યમંત્રીને આડેહાથ લીધા હતા. તેમણે જણાવ્યું કે, ગૃહમંત્રી કહે છે કે ક્યાંય દારૂ મળતો હોય તો અમને જણાવજો, તો આ જુઓ સાહેબ, તમારા નાકની નીચે જ દારૂ વેચાય છે. સુરતમાં સારી સરકારી શાળાઓ કે હોસ્પિટલોની સુવિધા ભલે ન મળે, પણ દારૂની પોટલીઓ ગલીએ-ગલીએ મળી રહે છે. આ કેવું ગુજરાત મોડેલ? ચૂંટણી પહેલા કાયદો-વ્યવસ્થાનો મુદ્દો ગાજશે સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓમાં દારૂબંધી અને ડ્રગ્સ જેવા મુદ્દાઓ કેન્દ્ર સ્થાને રહેવાના સંકેતો મળી રહ્યા છે. વિપક્ષ આ ઘટનાને મુદ્દો બનાવી શાસક પક્ષને ઘેરવાની તૈયારી કરી રહ્યો છે. બીજી તરફ, રહેણાંક વિસ્તારમાં બાળકો દ્વારા દારૂ વેચાવાની ઘટનાથી સ્થાનિક મહિલાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. દારૂના અડ્ડાઓ કડક કાર્યવાહી થશે? સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ સ્થાનિક રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, રહેણાંક વિસ્તારોમાં બાળકો પાસે દારૂ વેચાવતા અડ્ડાઓ પોલીસની રહેમનજર હેઠળ ચાલી રહ્યા છે કે કેમ? આપના કાર્યકરોએ પોલીસને પણ બોલાવી હતી. હવે જોવાનું એ રહેશે કે આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર દ્વારા આ દારૂના અડ્ડાઓ પર કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    જસ્ટિસ નાગરત્ના બોલ્યા- ચૂંટણી પંચે સ્વતંત્ર રહેવું જોઈએ:કોઈ રાજકીય પ્રભાવ ન હોવો જોઈએ; 2027માં ભારતના ચીફ જસ્ટિસ બની શકે છે
    Next Article
    આખું બાઈક સળગી ઊઠ્યું:જુહાપુરા ચાર રસ્તા પાસે BRTS બસ કેબિન પાસે બાઈકમાં આગ લાગી, બોપલમાં ગેસ લિકેજની ઘટનાની દોડધામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment