Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં સતીશ મરાઠાની હત્યાનો LIVE વીડિયો:ખાડો ખોદતા હોય તેમ 3 તલવાર, ધારિયા-કુહાડી અને ચપ્પુથી 39 ઘા ઝીંક્યા, સૂર્યાની જેમજ સતીષની હત્યા કરવા યુવકોની ગેંગ બની

    23 hours ago

    સુરતમાં ભેસ્તાનના ભીમનગર સરસ્વતી આવાસ મંદિર પાસે ગત 5 ઓગસ્ટને બુધવારે બપોરે માથાભારે સતીષ ઉર્ફ સતીષ મરાઠાની સરાજાહેર હત્યા કરાઈ હતી. ફાયરિંગ ઉપરાંત, ખાડો ખોદતા હોય તેમ 3 તલવાર, કુહાડીથી છાતી અને મોં પર 39 જેટલા ઘા ઝીંકી થયેલી હત્યાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. આ ચકચારી પ્રકરણમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ અને તાપી જિલ્લા LCB પોલીસે સંયુક્ત ઓપરેશનમાં મહારાષ્ટ્ર સરહદ તરફ ભાગી રહેલા 4 આરોપી અને 4 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરોને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ નવ આરોપીઓને ધરપકડ થઈ છે અને એક આરોપીની શોધખોળ ચાલી રહી છે. ઘટના શું હતી? બુધવારે સાંજે કુખ્યાત સતીષ મરાઠા એક યુવતી સાથે સ્વિફ્ટ કારમાં ભેસ્તાન સરસ્વતી આવાસ પાસેથી પસાર થઈ રહ્યો હતો. એ વખતે અગાઉથી વોચ કરી રહેલા કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરોએ બાઇક પર આવી તેની કારનો ડ્રાઇવર સાઈડનો કાચ તોડી નાખ્યો હતો. સતીષ ગુસ્સામાં કારની બહાર નીકળતા જ આસપાસ છુપાયેલા આરોપીઓએ તેને ચારે તરફથી ઘેરી લીધો હતો. તલવાર, ધરિયા, કુહાડી અને ચપ્પુ વડે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. સતીષે ભાગવાનો પ્રયાસ કરતા તેને ફાયરિંગ કરી ત્યાંનો ત્યાં જ પતાવી દેવાયો હતો. સતીષ પતાવી દે તે પહેલા તેને પતાવી દીધો ગેંગવોરમાં જૂની વેરઝેર પાછળ આ હત્યાકાંડને અંજામ અપાયો હતો. ફેબ્રુઆરીમાં ગોડાદરા ખાતે ગણેશ ખુટીયા ઉર્ફે કાલુ માલીયા પર થયેલા હુમલામાં કેતન ઉર્ફે સન્ની સીરસાઠ અને રાહુલ દુબે સહિત આરોપીઓ લાજપોર જેલમાં ગયા હતા. અહી ગુજસીટોક હેઠળ જેલમાં બંધ રાહુલ સોમન મંડલ સાથે તેમનો સંપર્ક થયો હતો. રાહુલે બંનેના સરખા દુશ્મન એવા સતીષ મરાઠાને રસ્તામાંથી હટાવવા તમામ મદદની ખાતરી આપી હતી. દોઢ મહિના પહેલા ગોડાદરા બ્રિજ નીચે સતીષ પર મરચાની ભૂકી નાખી હુમલો કરાયો હતો, પરંતુ તે બચી ગયો હતો. જસ્ટીન પર પણ સતીશ મરાઠાએ અગાઉ હુમલો કર્યો હતો. આ રીતે માથાફરેલ સતીષે અનેક લોકો સાથે દુશ્મની કરી હતી એટલે સતીષ સામેથી હુમલો કરે તે પહેલાં જ આ ગેંગે આયોજન કરી તેનો ખેલ ખતમ કરી નાખ્યો. દારૂના સ્ટેન્ડ ચલાવવા બાબતે લાંબા સમયથી વિવાદ હતો પોલીસે આ ગુનામાં 9 હત્યારાઓની ધરપકડ કરી છે. જે પૈકી 5 હત્યારાઓ હાલ 5 દિવસના રિમાન્ડ હેઠળ છે, જ્યારે હત્યાના કાવતરાના મુખ્ય સૂત્રધાર રાહુલ મંડલનો ભેસ્તાન પોલીસ આગામી દિવસોમાં જૈલમાંથી કબજો મેળવશે. ઉપરાંત, આ ગુનામાં સંડોવાયેલો વધુ એક સાગરીત રિંકુ હજુ ફરાર હોઈ તેને પકડી પાડવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સતીશ મરાઠા અને જેલમાં બંધ રાહુલ મંડલ વચ્ચે દારૂના સ્ટેન્ડ ચલાવવા બાબતે લાંબા સમયથી વિવાદ હતો. સૂર્યામરાઠીની હત્યા જેમ જ સતીષને મારવા પ્લાન સતીષ મરાઠીની હત્યા દારૂનો ધંધો અને વર્ચસ્વની લડાઈમાં થઈ હતી. રાહુલ મંડલ ગુજસીટોક અને તેનો સાથીદાર શિવો ટકલો ડબલ મર્ડર કેસમાં જેલમાં જતાં સતીષને મોકળું મેદાન મળી ગયું હતું. ગોડાદરા વિસ્તારમાં તેણે પોતાનું નેટવર્ક ઊભું કરી દીધું હતું. ગોડાદરા બાદ સતીષે સૂર્યા મરાઠીનો ગઢ ગણાતો હતો એ ચોકબજારનાં પંડોળમાં પગ પેસારો કરવા માંડ્યો હતો. રાહુલ મંડલ પંડોળમાં સ્ટેન્ડ ચલાવતો હતો. સૂર્યાની હત્યા બાદ પૈસા મામલે સફીને સતીષ તથા રાહુલ એપાર્ટમેન્ટ સાથે મોટી માથાકૂટ થઇ હતી. આસ્થિતિમાં સતીષ વેડરોડ ઉપર પગ જમાવે તો ફરી સૂર્યા મરાઠી જેવો માહોલ ઉભી કરી દે એમ હતો. આથી રાહુલ મંડલે સતીષની ગેમ કરવાનું નક્કી કરી નાખ્યું હતું. સૂર્યામરાઠીની હત્યા જેમ જ સતીષને મારવા માટે રાહુલ મંડલે માથાભારે ઝનૂની યુવકો શોધીને ગેંગ બનાવી હતી કુહાડી, તલવાર, ધરિયા અને ચપ્પુ ભાગળથી ખરીદ્યા સતીષ મરાઠીની હત્યાના બે પ્રયાસ નિષ્ફળ ગયા બાદ રાહુલ મંડલે આ વખતે ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો હતો. અગાઉ કેતન ઉર્ફે સન્ની તથા રાહુલ બટકો લાજપોર જેલમાં રાહુલ મંડલને મળવા પણ ગયા હતાં. એ સમયે તેણે ઝનૂની યુવકો તથા તરૂણોને ભેગા કરી પિસ્તલ, તમંચા સાથે ધારદાર હથિયારોની પણ સગવડ કરવા વિશેષ સૂચના હતી. પોલીસના જણાવ્યા અનુસાર હત્યા માટે કુહાડી, તલવાર, ધરિયા અને ચપ્પુ ભાગળ વિસ્તારની દુકાનમાંથી ખરીદવામાં આવ્યા હતાં. આ હથિયારો પૈકી એક ધારીયું અને ચપ્પુ સ્થળ પરથી મળી આવ્યો હતો. બાકીના હથિયાર શોધવા ઉપરાંત પોલીસ એ જાણવા માટે પણ કવાયત કરી રહી છે કે, સતીષનું લોકેશન હુમલાખોરોને કોણે આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મૂડ ખરાબ તો રજા; માનસિક સ્વાસ્થ્યનો ઇલાજ કે કામચોરી?:ચીનની 'અનહેપ્પી લીવ'થી છંછેડાઈ ચર્ચા, ઉદ્યોગપતિ ગોયનકાએ કહ્યું- ભારતમાં પણ ચર્ચા જરૂરી
    Next Article
    Best Gaming Smartphones Under Rs. 30,000 in India: Redmi Note 17 5G, Poco X7 Pro, More

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment