Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ખાડી પૂરની વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ:તાપી ભવન ખાતે યોજાયેલી બેઠકમાં પહેલીવાર અત્યાધુનિક 'LiDAR' સર્વે કરવાનો નિર્ણય લેવાયો

    2 days ago

    સુરત શહેરને દર વર્ષે ચોમાસા દરમિયાન ઘમરોળતી અને હજારો નાગરિકો માટે શિરદર્દ બનતી ખાડી પૂરની વિકટ સમસ્યાનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ લાવવા માટે વહીવટી તંત્ર મિશન મોડમાં આવ્યું છે. તાપી ભવન ખાતે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી 'ખાડી પૂર નિવારણ સમિતિ'ની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત સમગ્ર ખાડી વિસ્તારનો અદ્યતન LiDAR (લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ) સર્વે કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આંતર-વિભાગીય સંકલન અને જવાબદારીઓની સ્પષ્ટ વહેંચણી આ બેઠકમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન, જિલ્લા કલેક્ટર તેજશ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર મીણા અને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માસ્ટર પ્લાન અને ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) સમયબદ્ધ રીતે તૈયાર કરવા માટે વિવિધ વિભાગો વચ્ચે કડક જવાબદારીઓ સોંપવામાં આવી છે: LiDAR ટેક્નોલોજી જ કેમ? સામાન્ય ડ્રોન સર્વે કરતાં શું અલગ છે? સુરત મનપા કમિશનર એમ. નાગરાજને જણાવ્યું હતું કે સામાન્ય ડ્રોન કેમેરા માત્ર ઉપરથી ફોટોગ્રાફ્સ લે છે, પરંતુ LiDAR ટેક્નોલોજી લેસર કિરણોનો ઉપયોગ કરીને ગીચ વૃક્ષો અને વનસ્પતિની નીચે છુપાયેલી જમીનની વાસ્તવિક સ્થિતિ પણ સ્પષ્ટ દર્શાવે છે. પૂર પ્રભાવિત વિસ્તારોને મળશે કાયમી રાહત ચોમાસા દરમિયાન ખાસ કરીને લીંબાયત, ઉધના, પર્વત પાટિયા અને સરથાણા જેવા વિસ્તારોમાં ખાડીના પાણી ફરી વળતાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. લોકોના ઘરો-દુકાનોમાં પાણી ઘૂસી જવાથી અબજો રૂપિયાનું નુકસાન થાય છે. ભૂતકાળમાં ખાડીઓ પર થયેલા ગેરકાયદે દબાણો અને કચરો ફેંકવાને કારણે ઘટેલી ઊંડાઈ આ પૂર માટે મુખ્યત્વે જવાબદાર છે. LiDAR સર્વેના ડેટાથી ખાડીઓની સીમાઓ અને દબાણો ખુલ્લા પડશે. જેના આધારે ખાડી ઊંડી કરવી, પ્રોટેક્શન વોલ બનાવવી, અને જ્યાં પ્રવાહ સાંકડો થઈ ગયો છે તેને પહોળો કરવાનું આયોજન અત્યંત સચોટ રીતે કરી શકાશે.
    Click here to Read More
    Previous Article
    18 વર્ષીય 11 પાસ માસ્ટરમાઇન્ડ AI-ટેલિગ્રામથી બનાવતો APK ફાઈલ:જામતારાના ઠગોને 15 હજારના મંથલી સબસ્ક્રિપ્શનથી વેચતો, દેશભરમાં 64 કરોડનું ફ્રોડ; રોહિત શાક્ય યુપીથી ઝડપાયો
    Next Article
    ચોટીલાના કાળાસર ખેરડી ગામના સરપંચનો ભાઈ ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો:8 દિવસમાં 34 ગેરકાયદે હથિયારો જપ્ત, સરપંચના ભાઈ સહિત વધુ ત્રણ જેલહવાલે; આરોપીઓનો આંકડો 17 પર પહોંચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment