Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    18 વર્ષીય 11 પાસ માસ્ટરમાઇન્ડ AI-ટેલિગ્રામથી બનાવતો APK ફાઈલ:જામતારાના ઠગોને 15 હજારના મંથલી સબસ્ક્રિપ્શનથી વેચતો, દેશભરમાં 64 કરોડનું ફ્રોડ; રોહિત શાક્ય યુપીથી ઝડપાયો

    2 days ago

    દેશભરમાં ટેકનોલોજીના માધ્યમથી લાખો લોકોને ચૂનો લગાવતા સાયબર માફિયાઓ પાછળ કયું ભેજું કામ કરી રહ્યું છે, તેનો ચોંકાવનારો ખુલાસો સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે કર્યો છે. સુરત પોલીસે ઉત્તર પ્રદેશના કાનપુર ખાતેની એક હોટલમાંથી માત્ર 18 વર્ષ અને 6 મહિનાની ઉંમર ધરાવતા રોહિત વીરેન્દ્રસિંઘ શાક્ય નામના માસ્ટરમાઇન્ડ ડેવલપરની ધરપકડ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, આ આરોપી માત્ર 11મું ધોરણ પાસ છે, પરંતુ 16 વર્ષની સગીર ઉંમરથી જ તે AI અને ટેલિગ્રામની મદદથી અત્યંત ખતરનાક ડમી અને વાયરસયુક્ત APK ફાઇલો બનાવવામાં માસ્ટર કોડર બની ગયો હતો. ઝારખંડના કુખ્યાત જામતારા, હરિયાણા અને રાજસ્થાનના સાયબર ગુનેગારોને ડિજિટલ હથિયારો સપ્લાય કરવાનું મુખ્ય કામ આ યુવાન જ કરતો હતો. સુરતના એક કેસથી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ આ સમગ્ર કૌભાંડનો દોર સુરતના એક જાગૃત નાગરિક સાથે થયેલી છેતરપિંડીથી શરૂ થયો હતો. ગત 15 થી 18 મે, 2026 દરમિયાન સાયબર ઠગોએ વોટ્સએપ પર પંજાબ નેશનલ બેંકની ઓરિજિનલ જેવી જ દેખાતી બોગસ ‘PNB One.Apk’ નામની ફાઇલ મોકલી હતી. ફરિયાદીએ આ ફાઇલ ઓરિજિનલ સમજી પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરતાં જ તેમનો ફોન હેક થઈ ગયો હતો. ઠગોએ ગણતરીની મિનિટોમાં તેમના પ્રાઇમ કો-ઓપરેટિવ બેંક એકાઉન્ટમાંથી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં ₹5 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. ભોગ બનનારે તુરંત સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવતા સુરત પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. કાનપુરની હોટલમાંથી ઓપરેશન અને દરોડો એડિશનલ સીપી ડો. કરણ રાજ સિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ અને આઈટી એક્સપર્ટ્સની ખાસ ટીમે 10 દિવસ સુધી સતત ટ્રેકિંગ કરી આરોપીનું લોકેશન કાનપુર, યુપી ખાતે ટ્રેસ કર્યું હતું. સુરત સાયબર સેલની ટીમે તાત્કાલિક દરોડો પાડી આરોપી રોહિત શાક્યને તેના ડિજિટલ ગેજેટ્સ સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. મન્થલી સબસ્ક્રિપ્શન મોડલ, ₹15,000માં અપાતો સાયબર વાયરસ પોલીસ પૂછપરછમાં સાયબર ક્રાઇમનું આખું ઓર્ગેનાઇઝ્ડ બિઝનેસ મોડલ સામે આવ્યું છે. આરોપી સાયબર ક્રિમિનલ્સને બે પ્રકારની એપ્લિકેશન બનાવી આપતો હતો. વિક્ટિમ એપ્લિકેશન જે સામાન્ય લોકોના ફોનમાં ઇન્સ્ટોલ કરાવાતી હતી. એડમિન એપ્લિકેશન જેનાથી ગુનેગારો લોકોના ફોનના ઓટીપી (OTP) અને બેંક વિગતો પોતાના ફોનમાં લાઇવ જોઈ શકતા હતા. આ સોફ્ટવેર સપ્લાય કરવા માટે તે પ્રથમ મહિનાના ₹15,000 વસૂલતો હતો અને એપ્લિકેશન ચાલુ રાખવા માટે દર મહિને બીજા ₹15,000 ભાડું લેતો હતો. ગ્રાહકની માંગ મુજબ તે કસ્ટમાઇઝ્ડ એપ્સ પણ બનાવી આપતો હતો. જાણીતી બેંકો અને બ્રાન્ડ્સના નામે નકલી એપ્સ આરોપી રોહિત કોઈપણ સરકારી વિભાગ કે બેંકની હૂબહૂ ડમી એપ્લિકેશન તૈયાર કરી દેતો હતો. PNB, SBI, એક્સિસ બેંક, યુકો બેંક આ ઉપરાંત બિગ બાસ્કેટ, અમેરિકન એક્સપ્રેસ ક્રેડિટ કાર્ડ અને નકલી 'RTO ચલાન' પેમેન્ટ લિંક્સ તૈયાર કરતો હતો. સુરત સાયબર ક્રાઇમ સેલે આ માસ્ટરમાઇન્ડને ઝડપી પાડીને દેશભરમાં ચાલતા બહુચર્ચિત સાયબર કૌભાંડના નેટવર્કને મોટો ફટકો આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Ranbir Kapoor wears sunglasses at Ramayana event: Why monsoon is tough on your eyes
    Next Article
    સુરતમાં ખાડી પૂરની વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ:તાપી ભવન ખાતે યોજાયેલી બેઠકમાં પહેલીવાર અત્યાધુનિક 'LiDAR' સર્વે કરવાનો નિર્ણય લેવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment