Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાઠગ મિહિર પરીખનું વધુ એક કારસ્તાન:સગી ફોઇના પરિવારને LIC પોલિસીના નામે 10.12 કરોડનો ચુનો લગાવ્યો, યુકો બેંકમાં નકલી ખાતું ખોલાવી પૈસા ટ્રાન્સફર કર્યાં હતા

    1 week ago

    LIC અને જુદા-જુદા રોકાણના નામે પોતાના જ મિત્રો અને સગા-સંબંધીઓને 50 કરોડ રૂપિયાનો ચૂનો લગાવનાર મહાઠગ મિહિર પરીખનું વધુ એક મોટું કારનામું પ્રકાશમાં આવ્યું છે. મિહિર આ વખતે બેંગકોક થાઈલેન્ડ સ્થિત પોતાના સગી ફોઈના પરિવારને એલઆઇસીમાં રોકાણ કરાવવાના બહાને રૂપિયા 10.12 કરોડની છેતરપિંડીનો ભોગ બનાવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં મિહિરના કૌભાંડ અંગે અગાઉ સમાચાર પ્રસિદ્ધ થતાં જ આ છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. LIC, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા ₹10.12 કરોડના ચેક આપ્યા હતા મૂળ મુંબઈના અને હાલ બેંગકોક રહેતા રજનીકાંત સુખડિયાના પરિવારે પોતાના મામાના દીકરા મિહિર પરીખ પર વિશ્વાસ મૂકીને વર્ષ 2010થી 2019 દરમિયાન LIC અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે ₹10.12 કરોડના ચેક આપ્યા હતા. સામે પક્ષે મિહિર તેમને LICની 10 નકલી પોલિસીઓ પણ મોકલી આપી હતી. તાજેતરમાં મિહિરની ઠગાઈના સમાચાર વોટ્સએપ દ્વારા બેંગકોક પહોંચતા જ સુખડિયા પરિવાર ચોંકી ઉઠ્યો હતો અને તેમની પુત્રી અમીબેન તાત્કાલિક તપાસ માટે અમદાવાદ દોડી આવ્યા હતા. પોલિસીઓ અસ્તિત્વમાં નહીં, સરેન્ડર પણ થઈ અમદાવાદમાં LIC ઓફિસમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, કેટલીક પોલિસીઓ અસ્તિત્વમાં જ નહોતી, જ્યારે કેટલીક પોલિસીઓ સરેન્ડર કરી દેવાઈ હતી અથવા તેના પર લોન લઈ લેવામાં આવી હતી. મિહિર પરીખે 88 વર્ષના વૃદ્ધ ફુવા રજનીકાંતના નામે બોપલની યુકો બેંકમાં એક નકલી ખાતું પણ ખોલાવ્યું હતું. પોલિસી સરેન્ડર અને લોન મેળવીને આવેલા તમામ રૂપિયા આ નકલી ખાતામાં ટ્રાન્સફર કરાવી, મિહિરે પોતાના અંગત વપરાશ માટે ઉપાડી લીધા હતા. આ મામલે અમીબેન સુખડિયાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત SBI લૂંટ કેસમાં માસ્ટરમાઈન્ડ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા:કુંદનનો પિતરાઈ ભાઈ ચંદન જ મુખ્ય મદદગાર નીકળ્યો, લૂંટનો 'કેપ્ટન' એલેક્સ હોવાનો ખુલાસો
    Next Article
    In A First, India Deploys 12 Nuclear Warheads In Big Policy Shift: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment