Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં LED સ્ક્રીન પર 78મા સ્વાતંત્ર્ય પર્વને બદલે 77મી વર્ષગાંઠ:એસ.ટી. ફુવારા નજીક મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી; ખોટી માહિતી પ્રસારિત થતાં જવાબદારો સામે તપાસની માગ

    2 days ago

    પોરબંદર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં 15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન શહેરના એસ.ટી. ફુવારા નજીક લગાવેલી LED સ્ક્રીન પર ખોટી માહિતી દર્શાવવામાં આવતાં લોકોમાં ભારે ચર્ચા જાગી છે. જાહેર સ્ક્રીન પર ખોટી વિગતો પ્રસારિત કરાઈ LED સ્ક્રીન પર '15 ઓગસ્ટ 2024 અને 77મી વર્ષગાંઠ' લખેલું દર્શાવાયું હતું. વાસ્તવમાં વર્ષ 2024માં ભારતનો 78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાઈ રહ્યો હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય પર્વના દિવસે જ આવી ભૂલ પ્રસારિત કરવામાં આવી હતી. ચકાસણી વગર પ્રસારણ સામે નાગરિકોના સવાલો શહેરના મુખ્ય અને ગીચ વિસ્તારમાં જાહેર જનતા માટે મુકાયેલી સ્ક્રીન પર વિગતોની ચકાસણી કર્યા વિના જ માહિતી કેમ મૂકવામાં આવી તે અંગે સ્થાનીક લોકોમાં ભારે આશ્ચર્ય અને વિરોધ જોવા મળ્યો હતો. અધિકારીઓ સામે તપાસ કરી પગલાં લેવા માગ નાગરિકોએ માગ કરી છે કે રાષ્ટ્રીય પર્વ જેવા સંવેદનશીલ અને મહત્ત્વના પ્રસંગે થયેલી આ ભૂલ અંગે જવાબદાર અધિકારીઓ તાત્કાલિક તપાસ કરે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન પુનરાવર્તિત થાય તે માટે યોગ્ય કડક પગલાં ભરે.
    Click here to Read More
    Previous Article
    શ્રીરંગ કોલેજમાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી:તાલીમાર્થી તેજલ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું
    Next Article
    સોનગઢમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી:ધ્વજવંદન, વૃક્ષારોપણ અને 'લોમસ ટાવર'નું લોકાર્પણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment