Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી:ધ્વજવંદન, વૃક્ષારોપણ અને 'લોમસ ટાવર'નું લોકાર્પણ કરાયું

    1 day ago

    સમગ્ર દેશની સાથે સોનગઢ ખાતે પણ 80મા સ્વતંત્રતા દિવસની રાષ્ટ્રપ્રેમ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ધ્વજવંદન, વૃક્ષારોપણ અને નવનિર્મિત 'લોમસ ટાવર'નું લોકાર્પણ જેવા કાર્યક્રમો યોજાયા હતા. સ્થાનિક પ્રાથમિક શાળા ખાતે સોનગઢ નગરપાલિકાના વોર્ડ નંબર-૨ ના સભ્ય અને ફાયર સમિતિના અધ્યક્ષ શ્રી રણછોડભાઈ બાબુભાઈ ગામીતના હસ્તે રાષ્ટ્રધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય પર્વના વિશેષ કાર્યક્રમમાં સોનગઢ નગરપાલિકાના કેબિન સમિતિના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ માળી, આકરણી સમિતિના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ ચૌધરી, ડ્રેનેજ સમિતિના અધ્યક્ષ શ્રી ભીમરાવભાઈ પાટીલ, માજી કોર્પોરેટર શ્રી જમનાભાઈ ગામીત તેમજ સોનગઢ નગર ભાજપ એસ.ટી. મોરચાના ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ ગામીત અને મહામંત્રી શ્રી સાકરીયાભાઈ ગામીત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો અને વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. ધ્વજવંદન બાદ 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત શાળા પરિસરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ છોડ રોપી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ વાકવેલ હોળી ચોક ખાતે સોનગઢ નગરપાલિકા દ્વારા નવનિર્મિત 'લોમસ ટાવર'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ફાયર સમિતિના અધ્યક્ષ શ્રી રણછોડભાઈ ગામીતના હસ્તે રીબીન કાપી અને શ્રીફળ વધેરીને આ ટાવર લોકાર્પણ અર્થે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેનાથી સ્થાનિક નાગરિકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં LED સ્ક્રીન પર 78મા સ્વાતંત્ર્ય પર્વને બદલે 77મી વર્ષગાંઠ:એસ.ટી. ફુવારા નજીક મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી; ખોટી માહિતી પ્રસારિત થતાં જવાબદારો સામે તપાસની માગ
    Next Article
    'Even A Small Mistake Can Have Serious Consequences': Nirmala Sitharaman To Interns

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment