Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા કમિશનર સામે કામદાર યુનિયને બાંયો ચડાવી:ઢોલ વગાડી અનોખો વિરોધ, કહ્યું- ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓનાં નામ LED સ્ક્રીન પર ક્યારે જાહેર કરશો?

    13 hours ago

    રાજકોટ મનપા કમિશનર તુષાર સુમેરાએ સ્વચ્છતા મુદ્દે આકરું વલણ અપનાવી ગંદકી કરનારાને અસ્વચ્છતાનાં દૂત તરીકે જાહેર કરી તેના નામ અને ફોટા LED સ્ક્રીન પર દર્શાવવાની જાહેરાત કરી હતી. જોકે આજે ગાંધી જયંતિનાં દિવસે સફાઈ કામદાર યુનિયન દ્વારા એક અનોખુ અને આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતો. જેમાં સ્થાનિક ધારાસભ્ય ડો. દર્શીતા શાહના કાર્યાલય બાજુની અને સામેની શેરીમાં કચરાના ઢગલા જોવા મળતા સફાઈ કામદારોએ એકઠા થઈને ઢોલ વગાડી તથા પેમ્પલેટનું વિતરણ કરીને રોષ વ્યક્ત કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સામે બાંયો ચઢાવીને કામદાર યુનિયને ભ્રષ્ટ અધિકારીઓ તેમજ કર્મચારીઓનાં નામ LED સ્ક્રીન પર ક્યારે જાહેર થશે? તેવો વેધક સવાલ ઉઠાવ્યો છે. કામચોર સફાઈ કર્મચારીઓના નામ ક્યારે એલઈડી સ્ક્રીન પર જાહેર કરશે? કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને પાલિકા વહીવટ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાપાલિકાના કમિશનરે એવી જાહેરાત કરી હતી કે જાહેર સ્થળો પર કચરો ફેંકનારા નાગરિકોના નામ એલઈડી સ્ક્રીન ઉપર જાહેર કરવામાં આવશે. પરંતુ જે સફાઈ કોન્ટ્રેક્ટરો ભ્રષ્ટાચાર કરે છે, જે વોર્ડના ASI તેમજ અધિકારીઓ હપ્તા બાંધીને બેઠા છે, અને અનેક કામચોર સફાઈ કર્મચારીઓ હાજરી પૂરીને જતા રહે છે, તેમના નામ કમિશનર સાહેબ ક્યારે એલઈડી સ્ક્રીન પર જાહેર કરશે? ભ્રષ્ટાચારને લોકો સમક્ષ લાવવા માટે નગારા વગાડી વિરોધ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટની જનતા સફાઈ માટે ટેક્સના પૈસા ભરે છે. શાસક પક્ષના નેતાઓ અને સફાઈ કોન્ટ્રેક્ટરો ભેગા મળીને સફાઈના નામે મોટું કૌભાંડ આચરી રહ્યા છે. જનતાના પૈસાનો દુરુપયોગ અટકાવવો એ અમારી ફરજ છે, તેથી જ અમે આ કૌભાંડ અને ભ્રષ્ટાચારને લોકો સમક્ષ લાવવા માટે નગારા વગાડી વિરોધ કરી રહ્યા છીએ. અમારા દ્વારા એક ખાસ હેલ્પલાઇન નંબર 9574369234 જાહેર કરવામાં આવ્યો છે. જેના પર નાગરિકો કોલ કરશે એટલે તેના વોર્ડના ક્યાં અધિકારી અને કર્મચારી શુ ભ્રષ્ટાચાર કરે છે તેની જાણકારી આપીશું. જેથી નાગરિકો અધિકારીઓ સામે સફાઈ કામદારો સફાઈ કરવા આવતા જ નથી અને માત્ર હાજરી પૂરીને જતા રહે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અવારનવાર બુલેટ 'રાજા' બનીને શહેરમાં સફાઈ નિરીક્ષણ માટે નીકળે છે અને વેપારીઓને સફાઈ રાખવાની સુફિયાણી સલાહ આપી દંડ વસૂલે છે. પરંતુ બીજી તરફ વાસ્તવિકતા એ છે કે કાયમી સફાઈ કામદારો સફાઈ કરવા આવતા જ નથી અને માત્ર હાજરી પૂરીને જતા રહે છે. અને તેમની જગ્યાએ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓને મોકલી દેવામાં આવે છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરને અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નહીં હોવાનો આરોપ પણ પારસ બેડીયાએ લગાવ્યો છે. ભ્રષ્ટાચાર અને કામચોરીને ખુલ્લા પાડવાની ચીમકી યુનિયને આપી રાજકોટમાં સફાઈને લઈને ખરેખર ગંભીર પરિસ્થિતિ છે જેની સામે લડવા અને પારદર્શિતા લાવવા માટે યુનિયન દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. શહેરનાં નાગરિકો આ નંબર પર સંપર્ક કરી પોતાના વોર્ડ અને શેરીમાં કયા સફાઈ કામદારો, એસઆઈ કે સાહેબની ડ્યુટી છે તેની માહિતી મેળવી શકશે. બપોર પછી મોટા ભાગના કામચોર કર્મચારીઓ કામ કરતા નથી, જેના કારણે શહેરની સફાઈ વ્યવસ્થા ખોરવાય છે. આથી જનતાના સહયોગથી આવા ભ્રષ્ટાચાર અને કામચોરીને ખુલ્લા પાડવાની ચીમકી યુનિયને આપી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ રેન્જ ટીમે પોશડોડા સાથે એક આરોપીને ઝડપ્યો:સાયલાના કોટડા ગામેથી 7 કિલોથી વધુ પોશડોડા જપ્ત, જથ્થો આપનાર સામે પણ ગુનો દાખલ
    Next Article
    કોંગ્રેસ અને Gen-Z મેદાને, ગુજરાત યુનિવર્સિટી પાસે દેખાવો:જ્ઞાનેશકુમાર રાજીનામું રાજીનામું આપો...ના સૂત્રોચ્ચાર કર્યા, યુવતીએ કહ્યું- હોસ્ટેલમાં પણ વિદ્યાર્થિનીઓ સુરક્ષિત નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment